ગૃહ મંત્રાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે 1 એપ્રિલ, 2021 થી 31 માર્ચ, 2026 સુધીના પાંચ વર્ષના સમયગાળા માટે 31 માર્ચ, 2021 પછી ઇમિગ્રેશન વિઝા ફોરેનર્સ રજિસ્ટ્રેશન ટ્રેકિંગ (IVFRT) સ્કીમને રૂ. 1,364.88 કરોડના નાણાકીય ખર્ચ સાથે ચાલુ રાખવાની મંજૂરી આપી


આ યોજનાને ચાલુ રાખવી એ મોદી સરકારની ઈમિગ્રેશન અને વિઝા સેવાઓને આધુનિક અને અપગ્રેડ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે

કેન્દ્રીય ગૃહ મંત્રી, શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલયનો ઉદ્દેશ્ય એક સુરક્ષિત અને સંકલિત સેવા વિતરણ માળખું પ્રદાન કરવાનો છે જે આ યોજના દ્વારા રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવા સાથે કાયદેસર પ્રવાસીઓને સુવિધા આપે છે

Posted On: 25 FEB 2022 1:01PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે 1 એપ્રિલ, 2021 થી 31 માર્ચ, 2026 સુધીના પાંચ વર્ષના સમયગાળા માટે 31 માર્ચ, 2021 પછી ઇમિગ્રેશન વિઝા ફોરેનર્સ રજિસ્ટ્રેશન ટ્રેકિંગ (IVFRT) યોજનાને રૂ. 1,364.88 કરોડના નાણાકીય ખર્ચ સાથે ચાલુ રાખવાની મંજૂરી આપી છે.

આ યોજનાનું ચાલુ રાખવું એ IVFRT ના મુખ્ય ઉદ્દેશ્ય પ્રત્યે મોદી સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે, જે ઇમિગ્રેશન અને વિઝા સેવાઓનું આધુનિકીકરણ અને અપગ્રેડેશન છે. કેન્દ્રીય ગૃહ મંત્રી, શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલયનો ઉદ્દેશ્ય આ યોજના દ્વારા રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવાની સાથે સાથે કાયદેસર પ્રવાસીઓને સુવિધા આપતું એક સુરક્ષિત અને સંકલિત સેવા વિતરણ માળખું પૂરું પાડવાનું છે.

આ પ્રોજેક્ટ વૈશ્વિક પહોંચ ધરાવે છે અને સમગ્ર વિશ્વમાં 192 ભારતીય મિશન, ભારતમાં 108 ઇમિગ્રેશન ચેક પોસ્ટ્સ (ICPs), 12 ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસર્સ (FRROs) અને ઓફિસો અને 700 થી વધુ ફોરેનર્સ રજિસ્ટ્રેશન ઓફિસર્સ (FROs), સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ (SPs)/ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCPs) સમગ્ર દેશને આવરી લઈને ઇમિગ્રેશન, વિઝા ઇશ્યૂ, વિદેશીઓની નોંધણી અને ભારતમાં તેમની હિલચાલ પર નજર રાખવા સંબંધિત કાર્યોને ઇન્ટરલિંક અને ઑપ્ટિમાઇઝ કરવાનો પ્રયાસ કરે છે. 

IVFRTની શરૂઆત પછી, વિઝા અને OCI કાર્ડની સંખ્યા 2014માં 44.43 લાખથી વધીને 2019માં 7.7 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) પર 64.59 લાખ થઈ. 15 થી 30 દિવસનો સરેરાશ વિઝા પ્રોસેસિંગ સમય (IVFRT પહેલાના સમયગાળા દરમિયાન) ઈ-વિઝામાં મહત્તમ 72 કલાકનો કરવામાં આવ્યો છે, જેમાં 95 ટકા ઈ-વિઝા 24 કલાકની અંદર જારી કરવામાં આવ્યા છે. છેલ્લાં 10 વર્ષોમાં 7.2 ટકાના CAGR સાથે ભારતમાંથી આંતરરાષ્ટ્રીય ટ્રાફિક 3.71 કરોડથી વધીને 7.5 કરોડ થયો છે.

 

SD/GP/MR

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1801027) Visitor Counter : 223