પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને કેન્યાના ભૂતપૂર્વ વડા પ્રધાન H.E. રાયલા અમોલો ઓડિંગા વચ્ચે મુલાકાત

પોસ્ટેડ ઓન: 13 FEB 2022 2:41PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્યાના પૂર્વ પ્રધાનમંત્રી H.E. રાયલા અમોલો ઓડિંગા સાથે મુલાકાત કરી,  જેઓ હાલમાં ખાનગી મુલાકાતે ભારતમાં છે. બંને નેતાઓએ દાયકાઓ પહેલાના મૈત્રીપૂર્ણ અંગત સંબંધો શેર કર્યા છે.
 પ્રધાનમંત્રી મોદીએ લગભગ સાડા ત્રણ વર્ષ પછી શ્રી ઓડિંગાને મળી શકવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ ભારત અને કેન્યા બંનેમાં 2008થી શ્રી ઓડિંગા સાથેની તેમની બહુવિધ ક્રિયાપ્રતિક્રિયાઓ તેમજ 2009 અને 2012માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટને  આપેલા સમર્થનને યાદ કર્યા.
બંને નેતાઓએ પરસ્પર હિતના અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ ભારત-કેન્યા સંબંધોને વધુ મજબૂત કરવા માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રી મોદીએ  શ્રી ઓડિંગાને તેમના સારા સ્વાસ્થ્ય અને ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1798067) મુલાકાતી સંખ્યા : 239