પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પૂર્વ સાંસદ શ્રી સી જંગા રેડ્ડીના નિધન પર શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 05 FEB 2022 12:07PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ સંસદસભ્ય શ્રી સી જંગા રેડ્ડીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

 

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

 

"શ્રી સી જંગા રેડ્ડી ગરુએ તેમનું જીવન જનસેવા માટે સમર્પિત કર્યું. તેઓ જનસંઘ અને ભાજપને સફળતાની નવી ઊંચાઈઓ પર લઈ જવાના પ્રયાસોનો અભિન્ન ભાગ હતા. તેમણે ઘણા લોકોના હૃદય અને દિમાગમાં સ્થાન બનાવ્યું. ઘણા કાર્યકર્તાઓને તેમણે પ્રેરણા પણ આપી.તેમના નિધનથી વ્યથિત છું.

શ્રી સી જંગા રેડ્ડી ગરુ પાર્ટીના માર્ગના અત્યંત નિર્ણાયક તબક્કામાં ભાજપ માટે અસરકારક અવાજ હતા. મેં તેમના પુત્ર સાથે વાત કરી અને સંવેદના વ્યક્ત કરી. ઓમ શાંતિ."

SD/GP/NP


(રીલીઝ આઈડી: 1795734) મુલાકાતી સંખ્યા : 261