નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

નારી શક્તિ ‘અમૃત કાળ’ દરમિયાન મહિલા આધારિત વિકાસની અગ્રદૂત


2 લાખ આંગણવાડીઓને નવી પેઢીની ‘સક્ષમ આંગણવાડીઓ’ તરીકે અપગ્રેડ કરાશે

Posted On: 01 FEB 2022 1:06PM by PIB Ahmedabad

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ કાર્ય મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2022-23 રજૂ કરતા કહ્યું કે નારી શક્તિની ઓળખ અમૃત કાળ એટલે કે ઈન્ડિયા@100 સુધીના 25 વર્ષ લાંબા ગાળા દરમિયાન દેશના ઉજ્જવળ ભવિષ્ય અને મહિલાઓના નેતૃત્વમાં વિકાસના અગ્રદૂત તરીકે કરવામાં આવી છે. માનનીય પ્રધાનમંત્રીએ સ્વાધીનતા દિવસના અવસરે પોતાના સંબોધનમાં ઈન્ડિયા@100ના વિઝનનો સૂત્રપાત કર્યો હતો.

નારી શક્તિના મહત્વને સ્વીકારતા સરકારે મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલયની યોજનાઓને પુનર્જિવિત કરી છે. એ પ્રમાણે, મહિલાઓ અને બાળકોને સમેકિત લાભ ઉપલબ્ધ કરાવવા માટે ત્રણ યોજનાઓ યથા મિશન શક્તિ, મિશન વાત્સલ્ય, સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0ને હાલમાં જ શરૂ કરવામાં આવશે.

HEALTH_M2.jpg

સક્ષમ આંગણવાડીઓ નવી પેઢીની આંગણવાડીઓ છે, જે ઉત્તમ બુનિયાદી સુવિધાઓ તથા દ્રશ્ય-શ્રાવ્ય સહાયતા સામગ્રી, સ્વચ્છ ઊર્જાથી સંપન્ન છે તથા બાળકોનાં પ્રારંભિક વિકાસ માટે ઉત્તમ વાતાવરણ ઉપલબ્ધ કરાવે છે. કેન્દ્રીય નાણાં મંત્રીએ 2 લાખ આંગણવાડીઓને સક્ષમ આંગણવાડી તરીકે અપગ્રેડ કરવામાં આવશે એવી ઘોષણા કરી.

 

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1794359) Visitor Counter : 467