પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ઇન્ડિયા ગેટ ખાતે નેતાજીની હોલોગ્રામ પ્રતિમાના અનાવરણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 23 JAN 2022 10:36PM by PIB Ahmedabad

ઐતિહાસિક કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રી પરિષદના મારા સાથી શ્રી અમિત શાહ, શ્રી હરદિપ પુરી જી, મંત્રીમંડળના અન્ય સદસ્ય, આઇએનએના તમામ ટ્રસ્ટી, જ્યુરીના સદસ્ય, એનડીઆરએફ, કોસ્ટ ગાર્ડ અને આઇએમડીના ડાયરેક્ટર જનરલ, આપદા પ્રબંધન પુરસ્કારોના તમામ વિજેતા સાથી, અન્ય તમામ મહાનુભાવો તથા ભાઈઓ અને બહેનો,
ભારતના માતાના વીર સપૂત નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી અવસરે સમગ્ર  દેશ વતી હું આજે કોટિ કોટિ પ્રણામ કરું છું. દિવસ ઐતિહાસિક છે અને સમયગાળો, કાળખંડ પણ ઐતિહાસિક છે. અને સ્થળ જ્યાં આપણે સૌ એકત્રિત થયા છીએ તે પણ ઐતિહાસિક છેભારતની લોકશાહીનું પ્રતિક આપણી સંસદ પણ નજીકમાં છે, આપણી ક્રિયાશીલતા અને લોકનિષ્ઠાના પ્રતિક અનેક ભવન પણ આપણી સાથે નજીકમાં નજરે પડે છે. આપણા વીર શહીદોને સમર્પિત નેશનલ  વોર મેમોરિયલ પણ નજીકમાં છે. તમામની છત્રછાયામાં આજે આપણે ઇન્ડિયા ગેટ ખાતે અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ અને નેતાજી સુભાષચંદ્ર બોઝને આદરપૂર્વત શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છીએ. નેતાજી સુભાષ જેમણે આપણને સ્વાધીન અને સંપ્રભુ ભારતનો ભરોસો અપાવ્યો હતો. જેમણે અત્યંત ગર્વ સાથે, ઉંચા આત્મવિશ્વાસ સાથે, એકદમ સાહસ સાથે અંગ્રેજી સત્તાની સામે કહ્યું હતું કે હું સ્વતંત્રતાની ભીખ નહીં લઉં, હું સ્વતત્રતા હાંસલ કરીશ. જેમણે ભારતની ધરતી પર પહેલી આઝાદ સરકારની સ્થાપના કરી હતી. આપણા નેતાજીની ભવ્ય પ્રતિમા આજે ડિજિટલ સ્વરૂપમાં ઇન્ડિયા ગેટની નજીકમાં સ્થાપિત થઈ  રહી છે. ટૂંક સમયમાં હોલોગ્રામ પ્રતિમાને સ્થાને ગ્રેનાઇટની વિશાળ પ્રતિમા પણ સ્થપાશે. પ્રતિમા આઝાદીના મહાનાયક પ્રત્યે કૃતજ્ઞ રાષ્ટ્રની શ્રદ્ધાંજલિ છે. નેતાજી સુભાષની પ્રતિમા લોકતાંત્રિક સંસ્થાઓને, આપણી પેઢીઓને રાષ્ટ્રીય કર્તવ્યનો બોધ આપશે, આવનારી પેઢીઓને અને વર્તમાન પેઢીને સતત પ્રેરણા આપતી રહેશે.

સાથીઓ,
ગયા વર્ષથી દેશે નેતાજીની જયંતીને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનું શરૂ  કર્યું છે. આજે પરાક્રમ દિવસના અવસરે સુભાષચંદ્ર બોઝ આપદા પુરસ્કાર પણ એનાયત કરાયા છે. નેતાજીના જીવનમાંથી પ્રેરણા લઈને પુરસ્કારો એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. વર્ષ 2019થી 2022 સુધી, સમયના તમામ વિજેતાઓ, તમામ વ્યક્તિઓ, તમામ સંસ્થાઓને આજે સન્માનનો અવસર સાંપડ્યો છે. હું તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

સાથીઓ,
આપણા દેશમાં આપદા પ્રબંધનને લઈને જે પ્રકારનું વલણ રહ્યું છે તેના ઉપર એક કહેવત એકદમ સચોટ બેસે છેજ્યારે તરસ લાગે ત્યારે કૂવો ખોદવો. અને  હું જે કાશી