પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ‘પરીક્ષા પે ચર્ચા 2022’માં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું
प्रविष्टि तिथि:
15 JAN 2022 7:53PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ શ્રી નરેન્દ્ર મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા 2022’ અંગે ટ્વીટ કર્યુ છે અને તેની સાથે જ નોંધણી કરાવવાનો અનુરોધ કર્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ ચર્ચાથી તેમને પોતાના ઊર્જાવાન યુવાનો સાથે જોડાવા, તેમના પડકારો અને આકાંક્ષાઓને સારી રીતે સમજવાનો અવસર મળે છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યુ છેઃ
“પરીક્ષાઓની સાથે-સાથે ‘પરીક્ષા પે ચર્ચા 2022’ કાર્યક્રમ પણ નજીક આવી રહ્યો છે. આવો, આપણે સૌ તણાવમુક્ત પરીક્ષા પર ચર્ચા કરીએ અને ફરી એકવાર આપણા બહાદુર #ExamWarriors, તેમના વાલીઓ અને શિક્ષકો સાથે સહયોગ કરીએ. હું આપ સૌને આ વર્ષની #PPC2022 માટે નોંધણી કરાવવાનો અનુરોધ કરૂં છું.
વ્યક્તિગત રીતે ‘પરીક્ષા પે ચર્ચા’ શીખવાનો એક શાનદાર અનુભવ છે. મને આપણા ઊર્જાવાન યુવાઓ સાથે જોડાવા, તેમના પડકારો અને આકાંક્ષાઓને સારી રીતે સમજવાની તક મળે છે. આ સાથે જ તેનાથી શિક્ષણની દુનિયાના ઉભરતા પ્રચલનોની ભાળ મેળવવાની પણ તક મળે છે. #PPC2022”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964