પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમ 14મી નવેમ્બરે ત્રિપુરાના 1.47 લાખથી વધુ લાભાર્થીઓને PMAY-Gનો પ્રથમ હપ્તો ટ્રાન્સફર કરશે
Posted On:
13 NOV 2021 5:11PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14મી નવેમ્બર, 2021ના રોજ બપોરે 1 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ત્રિપુરાના 1.47 લાખથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામીણ (PMAY-G)નો પ્રથમ હપ્તો ટ્રાન્સફર કરશે. આ પ્રસંગે લાભાર્થીઓના બેંક ખાતામાં રૂ. 700 કરોડથી વધુ રકમ સીધી જમા કરવામાં આવશે.
પ્રધાનમંત્રીના હસ્તક્ષેપ બાદ, ત્રિપુરાની અનોખી ભૌગોલિક-આબોહવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્ય માટે 'કચ્ચા' ઘરની વ્યાખ્યા ખાસ કરીને બદલવામાં આવી છે, જેના કારણે 'કુચ્ચા' મકાનોમાં રહેતા લાભાર્થીઓને આટલી મોટી સંખ્યામાં ‘પક્કા’ ઘર બાંધવામાં સહાયતા મળી શકે છે.
આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી અને ત્રિપુરાના મુખ્યમંત્રી પણ હાજર રહેશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad &nbs…
(Release ID: 1771476)
Visitor Counter : 243
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam