પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય સૌર જોડાણમાં યુએસએનું સ્વાગત કર્યું
Posted On:
10 NOV 2021 10:50PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય સૌર જોડાણમાં યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાનું સ્વાગત કર્યું. શ્રી મોદીએ આ પગલા માટે અમેરિકી રાષ્ટ્રપતિ શ્રી જો બિડેનનો પણ આભાર માન્યો હતો.
આબોહવા માટેના રાષ્ટ્રપતિના વિશેષ દૂત શ્રી જ્હોન કેરીના ટ્વિટના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું:
"અદ્ભુત સમાચાર @ClimateEnvoy! હું @POTUSનો આભાર માનું છું અને @isolarallianceમાં USAનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ એક સ્થાયી ગ્રહ માટે સૌર ઊર્જાનો ઉપયોગ કરવાની અમારી સહિયારી શોધમાં જોડાણને વધુ મજબૂત કરશે."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1770820)
Visitor Counter : 204
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam