આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ
2014-15 થી 2020-21 દરમિયાન કપાસ માટે MSP કામગીરી હેઠળ નુકસાનની ભરપાઈ કરવા માટે લાગતા ખર્ચને મંજૂરી આપી
મંત્રીમંડળે વર્ષ 2014-15થી વર્ષ 2020-21 સુધી કપાસની સિઝનો માટે ભારતીય કપાસ પંચ (સીસીઆઈ)ને રૂ. 17,408.85 કરોડના ટેકાના ભાવની મંજૂરી આપી
Posted On:
10 NOV 2021 3:44PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ વર્ષ 2014-15થી વર્ષ 2020-21 (30.09.21 સુધી) કપાસની સિઝનો માટે ભારતીય કપાસ પંચ (સીસીઆઈ)ને રૂ. 17,408.85 કરોડના કટિબદ્ધ ટેકાના ભાવ માટે એની મંજૂરી આપી દીધી છે.
કપાસનું વાવેતર કરતાં ખેડૂતોના હિતો જાળવવા કપાસ વર્ષ 2014-15થી 2020-21માં કપાસના ભાવ એમએસપી (લઘુતમ ટેકાના ભાવ) પર પહોંચતાં ટેકાના ભાવે ખરીદી કરવાની કામગીરીને ઝડપથી હાથ ધરવામાં આવી છે. એના અમલીકરણથી દેશની આર્થિક પ્રવૃત્તિમાં કપાસના ખેડૂતોની સર્વસમાવેશકતામાં વધારો થયો છે. ટેકાના ભાવની કામગીરી કપાસનાં ભાવને સ્થિરતા આપવામાં મદદરૂપ થાય છે અને ખેડૂતોની ચિંતા દૂર કરે છે.
કપાસ સૌથી મહત્વપૂર્ણ રોકડિયા પાકો પૈકીનો એક છે તથા કપાસની ખેતી કરતાં આશરે 58 લાખ ખેડૂતોને સતત આજીવિકા આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કપાસની ખેતી તથા કોટન પ્રોસિંગ અને વેપાર જેવી સંલગ્ન પ્રવૃત્તિઓમાં 400થી 500 લાખ લોકો સંકળાયેલા હોય છે.
કપાસની સિઝન 2020-21 દરમિયાન 133 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હતું અને તેમાં 360 લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થયું હતું, જે દુનિયામાં કપાસના કુલ ઉત્પાદનનો આશરે 25 ટકા હિસ્સો છે. ભારત સરકાર સીએસીપીની ભલામણોને આધારે સીડ કોટન (કપાસ) માટે એમએસપી (લઘુતમ ટેકાના ભાવ) નક્કી કરે છે.
ભારત સરકારે સેન્ટ્રલ નોડલ એજન્સી તરીકે સીસીઆઈની નિમણૂક કરી છે અને જ્યારે કપાસની કિંમત એમએસપીથી ઘટી જાય, ત્યારે સીસીઆઈને કોઈ પણ પ્રકારની જથ્થાત્મક ટોચમર્યાદા વિના ખેડૂતો પાસેથી તમામ એફએક્યુ ગ્રેડના કપાસની ખરીદી કરીને કપાસમાં એમએસપી હાથ ધરવાની કામગીરી સુપરત કરી છે. કપાસની કિંમતમાં ઘટાડાથી ખેડૂતોને નુકસાનમાંથી બચાવવા એમએસપી કામગીરી હાથ ધરવામાં આવે છે.
એમએસપી કામગીરી સાર્વભૌમિક રીતે થતી હોવાથી દેશમાં કપાસના ખેડૂતોને કપાસનું વાવેતર કરવામાં તેમના સ્થાયી હિતો જાળવવા પ્રોત્સાહન મળશે, જેથી ભારત ગુણવત્તાયુક્ત કપાસ માટે આત્મનિર્ભર બનશે. કપાસ સ્પિનિંગ ઉદ્યોગ માટે કાચી સામગ્રી છે. સીસીઆઈએ કપાસનું વાવેતર કરતાં તમામ 11 રાજ્યોમાં એની માળખાગત સુવિધાઓ સજ્જ કરી દીધી છે તેમજ 143 જિલ્લાઓમાં 474 ખરીદી કેન્દ્રો ખોલ્યાં છે.
કપાસની છેલ્લી બે સિઝન (2019-20 અને 2020-21)માં વૈશ્વિક મહામારી દરમિયાન સીસીઆઈએ દેશમાં ઉત્પાદન થયેલા કપાસનો આશરે 1/3 હિસ્સા ખરીદી કરી હતી એટલે કે 200 લાખ ગાંસડીની ખરીદી કરી હતી તથા આશરે 40 લાખ ખેડૂતોના બેંક ખાતાઓમાં સીધા રૂ. 55,000/-થી વધારે જમા કર્યા હતા.
કપાસની ચાલુ સિઝન એટલે કે 2021-22 માટે સીસીઆઈએ કપાસનું વાવેતર કરતાં તમામ 11 રાજ્યોમાં પર્યાપ્ત તમામ વ્યવસ્થાઓ કરી છે, જેમાં 450થી વધારે ખરીદીકેન્દ્રોમાં પર્યાપ્ત કર્મચારીઓ ગોઠવ્યાં છે, જેથી એમએસપી કામગીરીને ઉચિત રીતે પૂર્ણ કરી શકાય.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1770551)
Visitor Counter : 264
Read this release in:
Marathi
,
Malayalam
,
Kannada
,
Assamese
,
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu