પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીની ઇટાલીની મુલાકાત અંગે વિદેશ સચિવના સ્પેશિયલ બ્રીફિંગની લખાણપ્રત

Posted On: 30 OCT 2021 2:27PM by PIB Ahmedabad

શ્રી અરિંદમ બાગચી, સત્તાવાર પ્રવક્તા: સજ્જનો અને સન્નારીઓ, આપ સૌને વેરી ગુડ ઈવનિંગ. આટલા મોડેથી પણ અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો આભાર અને ભારતમાં અમારા લાઇવ વીડિયો સ્ટ્રીમમાં જોડાઈ રહેલાઓને પણ નમસ્કાર અને આવકાર. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રોમમાં છે અને એમની મુલાકાતનો પહેલો દિવસ છે. અને આપને શું થઈ રહ્યું છે અને અમે શું આયોજિત કર્યું છે જણાવવા અમને અપાર હર્ષ થાય છે કે આપ સૌની સાથે અમે અત્રે છીએ, ભારતના વિદેશ સચિવ શ્રી હર્ષ વર્ધન શૃંગલા જેઓ આપણને તમામ માહિતી આપશે. સર, વધુ વિલંબ કર્યા વિના, હું સર, મંચ આપને સુપરત કરું છું.

શ્રી હર્ષ વર્ધન શૃંગલા, વિદેશ સચિવ: નમસ્કાર અને શુભ સાંજ અને મીડિયાના આપણા મિત્રોને ફરી મળતા આનંદ થાય છે. આપ જાણો છો કે પ્રધાનમંત્રી આજે સવારે રોમ આવી પહોંચ્યા હતા. તેમની મુલાકાતનો મુખ્ય હેતુ 16મી જી20 સમિટમાં હાજરી આપવાનો છે પણ તેઓ તકનો ઉપયોગ રાષ્ટ્ર અને સરકારના વડાઓ સાથે સંખ્યાબંધ દ્વિપક્ષી મીટિંગ યોજવામાં પણ કરનાર છે. એમના આગમન બાદપ્રધાનમંત્રી યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડેન્ટ મહામહિમ શ્રી ચાર્લ્સ મિશેલ; અને યુરોપિયન કમિશનનાં પ્રેસિડેન્ટ મહામહિમ સુશ્રી ઉર્સૂલા વૉન ડેર લેયેનને મળ્યા હતા. પશ્ચાદભૂના સંદર્ભમાં, આપ જાણો છો કે પ્રધાનમંત્રી આવતીકાલે જી20 નેતાઓ સાથે મહામારીમાંથી વૈશ્વિક આર્થિક અને આરોગ્ય પુન:પ્રાપ્તિ, ટકાઉ વિકાસ અને આબોહવા પરિવર્તન સહિતના મુદ્દાઓની ચર્ચાઓમાં જોડાશે.

આપણા જી20 રાજદ્વારીઓ, આપણા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીએ અંગે હું માનું છું કે આપને થોડી વિગતોથી વાકેફ કર્યા છે. એટલે હું, આજના પ્રધાનમંત્રીના કેટલાંક રોકાણો અને મુલાકાતો પર ધ્યાન કેન્દ્રીત કરીશ. યુરોપિયન કમિશન અને કાઉન્સિલના પ્રેસિડેન્ટ સાથેની મુલાકાતમાં અને ઇટાલીના પ્રધાનમંત્રી મહામહિમ મારિઓ દ્રાગી સાથે હમણાં થયેલી મીટિંગ પર ધ્યાન કેન્દ્રીત રહેશે. બધા સાથે ચર્ચાના મુખ્ય મુદ્દા હતા, તમે જુઓ તો, ખરેખર, જી20 સમિટ સંબંધી મુદ્દા હતા અને આરોગ્ય પુન:પ્રાપ્તિ, કોવિડમાંથી પુન:પ્રાપ્તિ, વૈશ્વિક સ્તરે આર્થિક પુન:પ્રાપ્તિ પર ચર્ચા થઈ હતી. આબોહવા ફેરફારના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી અને ચર્ચા અમુક પ્રાદેશિક અને વૈશ્વિક રસના કેટલાંક ક્ષેત્રો, જેમાં અફઘાનિસ્તાનની સ્થિતિ અને હિંદ-પ્રશાંતનો સમાવેશ થાય છે એના પર બેઉ મીટિંગ્સમાં ચર્ચા થઈ હતી.

હવે જ્યાં સુધી યુરોપિયન સંઘને નિસ્બત છે ત્યાં સુધી, હું માનું છું કે નેતાઓએ વર્ષના મેમાં ઈયુ પ્લસ 27 સ્વરૂપે ભારત અને યુરોપિયન નેતાઓ વચ્ચે મીટિંગ થયેલી એમાં અને જુલાઇ 2020માં થયેલી 15મી ભારત-ઈયુ સમિટમાં કરાયેલા અતિ મહત્વના આદાનપ્રદાનને યાદ કર્યું હતું. યુરોપિયન સંઘ ભારતના બહુ મહત્વના ભાગીદારોમાંનું એક છે અને આજની મીટિંગ્સમાં, નેતાઓએ રાજકીય અને સલામતી સંબંધો, વેપાર અને રોકાણ સંબંધોની સાથે ગત ભારત- ઈયુ સમિટમાં અપનાવાયેલરોડમેપ 2025’ની પણ સમીક્ષા કરાઇ હતી. મેં જેમ ઉલ્લેખ કર્યો એમ, તેમણે આબોહવા પરિવર્તન, કોવિડ-19 મહામારી અને સમકાલીન વૈશ્વિક અને પ્રાદેશિક રસની ઘટનાઓ પર પણ ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રીએ આબોહવા પરિવર્તન, અફઘાનિસ્તાન, હિન્દ-પ્રશાંત પર ભારતનો દૃષ્ટિકોણ ઉજાગર કર્યો હતો. યુરોપિયન નેતાઓએ અને ઇટાલીના પ્રધાનમંત્રીએ રસીકરણ, આપણા દેશમાં અપાયેલા રસીઓની વાસ્તવિક સંખ્યા અને પહેલા ડૉઝ સંદર્ભમાં આવરી લેવાયેલ લોકોની ટકાવારી, બેઉના સંદર્ભમાં ભારતની અદભુત પ્રગતિ બદલ પ્રધાનમંત્રીને અભિનંદન આપ્યા હતા. બપોરે પ્રધાનમંત્રીએ પિઆઝા ગાંધી ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સમયે ભારતીય સમુદાયના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભારતીય સમુદાયના લોકો પ્રધાનમંત્રીને આવકારવા આવ્યા હતા અને તેમણે ભારે ઉત્સાહ સાથે પ્રધાનમંત્રીને આવકાર્યા હતા.

અમે કહ્યું એમ, પ્રધાનમંત્રી ઇટાલીમાં ભારતીય સમુદાયના લોકો, વિવિધ સંગઠનોના ફ્રેન્ડ્સ ઑફ ઇન્ડિયા જેમાં ઇટાલિયન હિંદુ સંઘ, ઇટાલીયન કૉન્ગ્રેગેશન ફોર કૃષ્ણા કૉન્સિયસનેસ, શીખ સમુદાય અને ઇટાલીમાં વિશ્વ યુદ્ધો દરમ્યાન લડેલા ભારતીય સૈનિકોના સ્મારકમાં સંકળાયેલ સંસ્થાઓનો સમાવેશ થાય છે એમના પ્રતિનિધિઓ અને સભ્યોને અલગથી મળી રહ્યા છે. તેઓ મીટિંગ દરમ્યાન કેટલાંક ભારતીય વિદ્યા અને સંસ્કૃતના વિદ્વાનો સાથે પણ વાતચીત કરી રહ્યા છે. પ્રધાનમંત્રી ભારત અને ઇટાલી વચ્ચેના સંબંધો મજબૂત કરવામાં, સમુદાયના સભ્યોએ ભજવેલી ભૂમિકાના પ્રશંસક રહ્યા છે.

ઇટાલીના પ્રધાનમંત્રી સાથે ઇટાલીના પ્રધાનમંત્રીની સત્તાવાર કચેરી અને નિવાસ પાલાઝો ચિગીમાં થયેલી મુલાકાતને નિસ્બત છે, ત્યારે પહેલી રૂબરૂ મુલાકાત હતી. પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી દ્રાગી સાથે ઘણી વાર વાત કરી છે જેમાં તાજેતરમાં 27મી ઑગસ્ટે જ્યારે આપ જાણો છો એમ બેઉ નેતાઓએ અફઘાનિસ્તાનના મુદ્દા પર વાત કરી એનો સમાવેશ થાય છે અને વખતે પ્રધાનમંત્રી દ્રાગીએ અફઘાનિસ્તાન અંગેની આંતરરાષ્ટ્રીય શિખર બેઠકમાં ભાગ લેવા તેમને આમંત્રણ આપ્યું હતું અમને એનો પ્રધાનમંત્રીએ સ્વીકાર કર્યો હતો અને મુદ્દે કેટલીક વાતચીત પણ થઈ હતી. હું માનું છું કે તેમણે નવેમ્બર 2020માં યોજાયેલી ભારત-ઇટાલી વર્ચ્યુઅલ સમિટ પછી થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી અને અલબત્ત, સહકારના અન્ય ક્ષેત્રો પણ ચકાસ્યા હતા.

રિન્યુએબલ અને ક્લિન એનર્જીમાં દ્વિપક્ષી સહકારને નવો વેગ પૂરો પાડવા, ભારત અને ઇટાલીએ ઊર્જા સંક્રાંતિ અંગે વ્યૂહાત્મક ભાગીદારી જાહેર કરતું એક સંયુક્ત નિવેદન જારી કર્યું હતું અને મોટા કદના ગ્રીન કૉરિડોર પ્રોજેક્ટ્સ, સ્માર્ટ ગ્રિડ્સ, ઊર્જા સંગ્રહના ઉપાયો, ગેસ પરિવહન, સુગ્રથિત વેસ્ટ મેનેજમેન્ટ, વૅસ્ટ ટુ વૅલ્થ જે કહેવાય છે તે સહિત, વિકાસ અને ગ્રીન હાઇડ્રોજનની ગોઠવણી તેમજ બાયોફ્યુઅલ્સને ઉત્તેજન જેવા ક્ષેત્રોમાં ભાગીદારી ચકાસવા સંમત થયા હતા. ભારત અને ઇટાલીએ મીટિંગ દરમ્યાન એક સમજૂતી પર અને ટેક્સ્ટાઇલ સહકારના ઇરાદા નિવેદન પર પણ સહી-સિક્કા કર્યા હતા. બે માર્ગી રોકાણો ખાસ તો સ્વચ્છ ઊર્જા અને રિન્યુએલબ ક્ષેત્રમાં, જ્યાં ઇટાલીને ઘણી આવડત છે તેના પર પણ બહુ સારી ચર્ચા થઈ હતી અને હું માનું છું કે બેઉ પ્રધાનમંત્રીઓ આપણે કેવી રીતે આગળ વધી શકીએ જોવા સંમત થયા હતા.

તમે જોઇ શકો છો કે રોમમાં પહેલો દિવસ બહુ સક્રિય રહ્યો. આવતી કાલે, પ્રધાનમંત્રી વેટિકન સિટીમાં પરમ પાવન પોપ ફ્રાંસિસની મુલાકાત લેશે અને ત્યારબાદ તેઓ જી20 સત્રોમાં હાજરી આપશે જ્યાં તેઓ વધુ દ્વિપક્ષી મીટિંગ્સ કરશે અને અમે આપને માહિતગાર કરતા રહીશું.

શ્રી અરિંદમ બાગચી, સત્તાવાર પ્રવક્તા: ખૂબ આભાર, સર. અમે હવે કેટલાંક સવાલો લઈશું. ખરેખર સમયની મર્યાદા છે કેમ કે હું માનું છું કે વિદેશ સચિવે અન્ય એક રોકાણ માટે જવાનું છે. એટલે, મને મંચ ખુલ્લો મૂકવા દો. સિદ્ધાંત.

સિદ્ધાંત: હાય. હું વિયોનથી સિદ્ધાંત. મારો સવાલ છે કે યુરોપિયન સંઘના નેતાઓ સાથે આજે સવારે થયેલી મીટિંગ દરમ્યાન શું રસીકરણના પ્રમાણપત્રને પરસ્પર માન્યતા પર ધ્યાન કેન્દ્રીત કરાયું, ભારતની રસીઓને માન્યતા અને ભારતીય રસીકરણના પ્રમાણપત્રોને માન્યતા પર ધ્યાન કેટલું છે? વળી, ત્રાસવાદનો મુદ્દો આવે છે ત્યારે ભારતીય પક્ષે મૂકાયેલા ભાર વિશે જો આપ વાત કરી શકો તો.

મનિષ ચાંદ: સર, મનિષ ચાંદ, ઇન્ડિયા રાઇટ્સ નેટવર્ક. મારો સવાલ છે કે છેલ્લી સમિટમાં એવી દરખાસ્ત હતી કે ભારત અને ઇટાલી ત્રીજા દેશોમાં, આફ્રિકા જેવા પ્રદેશોમાં ભેગા મળી કામ કરવાની શક્યતા ચકાસશે, અને અલબત્ત હવે તમે જાણો છો કે તમારા રાજકીય ક્ષેત્રમાં હિંદ પ્રશાંત પણ થઈ રહ્યું છે. હિંદ પ્રશાંત અને ત્રીજા દેશોમાં સહકાર માટે કોઇ નક્કર યોજનાઓ પર કોઇ ચર્ચા થઈ છે?

વક્તા 1: બ્લૂમબર્ગ ન્યુઝ: મંત્રીશ્રી, શું તમે અમને વધારે વિગતે જણાવશો કે કોવિડ-19 સામે રસીઓની પરસ્પર સ્વીકૃતિ અંગે જી20 સભ્યોને ભારત તરફથી ખરેખર શું દરખાસ્ત હતી જેથી તેઓ આંતરરાષ્ટ્રીય મુસાફરી સરળ સુનિશ્ચિત કરી શકે? આવતી કાલે પ્રધાનમંત્રીની પોપ સાથેની મુલાકાતનો એજન્ડા શું છે એની છણાવટ તમે કરી શકશો? મારો અર્થ કે તેઓ કયા મુદ્દા પર ચર્ચા કરવાના છે ખાસ કરીને ભારતમાં ખ્રિસ્તીઓ કે બીજું કઈ? બીજી વાત છે કે....

શ્રી અરિંદમ બાગચી, સત્તાવાર પ્રવક્તા: આપણી પાસે સમયની મર્યાદા છે એટલે

વક્તા 1: અને તમે જો ખુલાસો કરી શકતા હો કે કોપ26 સમિટ પૂર્વે ફંડ્સ અને ટેકનોલોજી ટ્રાન્સફર અંગે આપની શું અપેક્ષાઓ છે? ખાસ કરીને એની અમેરિકા સાથેની ભાગીદારી પર વધારે, જો મેં નોંધ્યું હોય મુજબ અમેરિકાએ ભારતને ફંડ્સ ટેક સાથે મદદ કરવા વચન આપ્યું છે અને તે આબોહવા અંગે સહકાર માગે છે. આભાર.

શ્રી હર્ષ વર્ધન શૃંગલા, વિદેશ સચિવ: આપણે રસીકરણના પ્રમાણપત્રથી શરૂઆત કરીએ કારણ કે મને સિદ્ધાંત અને બ્લૂમબર્ગ બેઉ દ્વારા પૂછવામાં આવ્યું છે. રસીકરણના પ્રમાણપત્રનો મુદ્દો, હું માનું છું કે યુરોપિયન સંઘના પ્રતિનિધિઓ સાથે ખાસ ચર્ચવામાં આવ્યો હતો. અને હું માનું છું કે સરળ પ્રવેશ, દેશો કોવિડ મહામારીમાંથી ઉભરી રહ્યા છે ત્યારે સામાન્ય-રાબેતા મુજબ મુસાફરીનો મુદ્દો ચોક્કસપણે ચર્ચાયો હતો. રસીઓની પરસ્પર સ્વીકૃતિ અંગે વાતચીત થઈ હતી. હું માનું છું કે એવો મત હતો કે, હું કહીશ, એક બહુ કરવા જેવી યંત્રણા છે જેના દ્વારા આપણે આંતરરાષ્ટ્રીય મુસાફરીને સુગમ બનાવી શકીએ. આની વિગતો દ્વિપક્ષી રીતે ઘડી કાઢવામાં આવશે. હું માનું છું કે યુરોપિયન સંઘ; યુરોપિયન કાઉન્સિલ માત્ર સામાન્ય માર્ગદર્શિકાઓ પૂરી પાડી શકે. આમ કહીને, હું માનું છું કે અમુક યુરોપિયન સંઘના દેશોએ આપણી દરખાસ્તનો પ્રતિસાદ આપી દીધો છે, બાબતે આપણે અમુક પ્રગતિ સાધી રહ્યા છીએ. અને સવાલ જી20 પર પણ હતો. અમે જી20 ખાતે પણ રસીકરણના પ્રમાણપત્રની પરસ્પર સ્વીકૃતિ માટેની દરખાસ્ત કરી હતી. પણ આપણે બોલીએ છીએ ત્યારે, ફળશ્રુતિના દસ્તાવેજ અંગે ચર્ચાઓ હજી ચાલી રહી છે. એટલે મારું માનવું છું કે મોટા ભાગના દેશો આંતરરાષ્ટ્રીય મુસાફરીને સરળ બનાવવાના વિચારથી ખુશ છે. વિગત ઉભરી આવે છે કે કેમ જોવાનું છે પણ હકીકતમાં બાબત છે કે આપણે એના પર સામૂહિક રીતે કામ કરવાની જરૂર છે. અને મુદ્દો જે પ્રધાનમંત્રીએ ઉઠાવ્યો હું માનું છું કે પ્રાપ્ત કરીને એની નોંધ લેવામાં આવી હતી.

મનિષનો સવાલ ત્રીજા દેશોમાં કામ કરવા અંગેનો હતો. આપે આફ્રિકા, આસિયાન દેશો ઇત્યાદિનો ઉલ્લેખ કર્યો. ફરી, હું માનું છું કે યુરોપિયન સંઘના સ્તરે કંઈક એવું છે કે એના વિશે બોલાયું હતું. એવી માન્યતા હતી કે યુરોપિયન સંઘે હિંદ પ્રશાંત અંગે એક સ્ટ્રેટેજી પેપર રજૂ કર્યું હતું, એના પર બેઉ પ્રેસિડેન્ટ ઉર્સુલા વૉન ડેર લેયેન અને પ્રેસિડેન્ટ ચાર્લ્સ મિશેલ સામાન્ય રીતે તેઓ હિંદ પ્રશાંતને કેટલું મહત્વ આપે છે અને ખાસ કરીને ભારત સાથે કામ કરવા અંગે બોલ્યા હતા. અને હું માનું છું કે નેતાઓએ અનુભવ્યું હતું કે કંઇક એવું છે જેના પર આપણે વધુ ચર્ચા કરવાની જરૂર છે, પ્રધાનમંત્રીએ દરખાસ્ત કરી કે તેઓ ભારત ખાતે ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળને મોકલી શકે અને અમે ચર્ચા કરી શકીએ, નોંધ અને અનુભવોની આપ લે કરી શકીએ અને પછી કદાચ, એક ટાસ્ક ફોર્સની સ્થાપના કરી શકીએ જે હિંદ પ્રશાંત અંગેના યુરોપિયન સંઘ સાથેના સહકારને આગળ લઈ જઈ શકે. તમે જાણો છો મુજબ, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ્સ જેવા ઘણા યુરોપિયન દેશોએ હિંદ પ્રશાંતમાં પેપર્સ અને સ્ટ્રેટેજી પેપર્સ રજૂ કર્યા છે, તેમની પાસે હિંદ પ્રશાંત અંગેની એક નીતિ છે. હિંદ પ્રશાંત અંગે સમાન વિચાર ધરાવતા દેશોએ સહકાર કરવા માટેની જરૂરિયાત પર  વધારે પ્રમાણમાં એવો ઉભાર છે અને કંઈક એવું છે, હું માનું છું, કે સ્પષ્ટપણે સંકર્ષણ એકત્ર કરી રહ્યું છે અને પ્રધાનમંત્રીની નેતાઓ સાથેની આજની વાતચીત બાબતમાં આવા આકર્ષણ અને ગતિનો સંકેત આપવાની દિશામાં હતી.

આવતી કાલે હિઝ હૉલિનેસ પોપ સાથેની મીટિંગ બાબતે, હું જાણું છું કે પ્રધાનમંત્રીની એક અલગ મુલાકાત હશે, તેઓ વન ટુ વન આધારે હિઝ હૉલિનેસને મળી રહ્યા છે અને પછી અમુક ચોક્કસ સમયગાળા બાદ પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત હોઇ શકે. વેટિકને કોઇ એજન્ડા નિર્ધારિત કર્યો નથી. હું માનું છું કે પરંપરા એવી છે કે આપ જ્યારે હિઝ હૉલિનેસ સાથે મુદ્દાઓની ચર્ચા કરતા હોય ત્યારે કોઇ એજન્ડા હોય. અને હું માનું છું કે આપણે એનો આદર કરવો રહ્યો. મને ખાતરી છે કે મુદ્દાઓ સામાન્ય વૈશ્વિક દ્રષ્ટિકોણ અને આપણે સૌને માટે અગત્યના હોય એવા મુદ્દાઓ, કોવિડ-19, આરોગ્યના મુદ્દાઓ, આપણે ભેગા મળી કેવી રીતે કામ કરી શકીએ, આપણે શાંતિ અને સંવાદિતા જાળવવા ભેગા મળીને કેવી રીતે કામ કરી શકીએ સહિતના વ્યાપક મુદ્દાઓને આવરી લેવાશે અને કંઈક એવું છે જે હું માનું છું કે ચર્ચાનું સામાન્ય વલણ રહેશે.

હવે, આપે ફંડિંગ વિશે ઉલ્લેખ કર્યો છે અને સીઓપી 26 ખાતે ટેકનોલોજી ટ્રાન્સફરના મુદ્દાની વાત કરી છે તો હું માનું છું કે પ્રધાનમંત્રીએ આમાંના અમુક, કહીએ તો પેરિસ ખાતે પેરિસ સમજૂતીમાં નક્કી કરાયેલા એમના લક્ષ્યાંકો હાંસલ કરવા દેશો સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે વધારે પ્રતિબદ્ધતાઓ બાબતે વિકાસશીલ દેશોની ચિંતાઓ, હું માનું છે કે લક્ષ્યસ્તંભો ખસી રહ્યા છે આપણે જોઇ રહ્યા છીએ, વધુ લક્ષ્યાંકો નિર્ધારિત થઈ રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી આમાંના અમુક પર સ્પષ્ટપણે બોલ્યા હતા. પ્રધાનમંત્રીએ આપણો પોતાનો દાખલો આપ્યો અને કહ્યું હતું કે ભારત પેરિસ ખાતે એના પોતાના એનસીડીઝ હાંસલ કરવાની નજીક છે એટલું નહીં પણ, એમાંના મોટા ભાગનાને વટાવી ગયું છે. પણ એની સાથે આપણે વિકાસશીલ દેશોને એમના હેતુઓ સુધી પહોંચવામાં કેવી મદદ કરી રહ્યા છીએ, ખાસ કરીને આબોહવા નાણાકીય વ્યવસ્થા બાબતે, ગ્રીન ફાયનાન્સિંગ અને ગ્રીન ટેકનોલોજી સંદર્ભમાં વધારે જવાબદારી હોવી જોઇએ જે માત્ર એક પ્રતિબધ્દતાથી વધારે હોવાની જરૂર છે. નક્કર સમયપત્રકોના સંદર્ભમાં, જેમની પાસે વધારે છે, હું કહીશ, એવી ખાતરીઓ જે વિકાસશીલ દેશોને વાસ્તવિક છૂટછાટ પ્રવાહ તરફ દોરી જાય અને એમને લક્ષ્યો હાંસલ અને સિદ્ધ કરવામાં મદદ અને ટેકો આપે, હું માનું છું કે આની સમજૂતી પર, આબોહવા ફેરફારના મુદ્દે તત્કાલ પગલાં લેવાની જરૂર છે. અને, ભારત જે અપનાવી રહ્યું છે, ઘટાડી રહ્યું છે પગલાંઓ પર ઘણી ચર્ચા થઈ હતી. અને હું માનું છું કે, ચર્ચાઓ કેવી રીતે આગળ વધે આપણે જોવાનું ચાલુ રાખવું પડશે. પણ હું માનું છું કે પ્રધાનમંત્રીએ મુદ્દો સ્પષ્ટ કર્યો હતો કે હજી વધારે કરવાની જરૂર છે, લક્ષ્યાંકો સિદ્ધ કરવા વધારે પ્રયાસો નહીં કારણ કે ઘણા દેશો ખરા અર્થમાં કરી નથી રહ્યા, પણ અન્ય પાસાંઓ લાવવા, દાખલા તરીકે જીવનપદ્ધતિ બદલવી એના પર વધુ પ્રયાસોની જરૂર છે. ભારત હંમેશા કુદરત સાથે સુમેળ સાધતું આવ્યું છે, માથાદીઠ સંદર્ભમાં આપણે સૌથી ઓછા ઉત્સર્જકમાંના એક છીએ. પણ એની સાથે, અમે માનીએ છીએ કે કરવાનો એક માર્ગ છે કે આપણે વૈશ્વિક આધારે ટકી શકે એવી જીવનપદ્ધતિને કેવી રીતે દોરવી શકીએ જે આપમેળે આબોહવા ફેરફારના સંદર્ભમાં ઉષ્ણતામાનની મર્યાદાને ઘટાડી દે. એટલે જીવનપદ્ધતિમાં ફેરફાર આબોહવા ફેરફારમાં આપણા લક્ષ્યોને સિદ્ધ કરવા માટેની પૂર્વશરત છે.

ત્રાસવાદ, હું માનું છું કે એવો એક મુદ્દો છે અફઘાનિસ્તાન અંગેની ચર્ચાઓમાં ખાસ પૂરતી રીતે લવાયો હતો. બેઉ નેતાઓની ચર્ચામાં બે વિષયો પર ખાસ્સો સમય વીત્યો છે આબોહવા ફેરફાર અને અફઘાનિસ્તાન. અને અફઘાનિસ્તાનના મુદ્દે, હું માનું છું કે, પ્રધાનમંત્રી એકદમ સ્પષ્ટ હતા કે અફઘાનિસ્તાનની સ્થિતિને એકલદોકલ તરીકે જોવી જોઇ શકાય અને સારું શાસન પૂરું પાડવાની નિષ્ફળતા, અક્ષમતા, સ્થિતિને પહોંચી વળવાની નિષ્ફળતા, આત્મનિરીક્ષણની બાબત હોવી જોઇએ અને આપણે કહી શકીએ કે અફઘાનિસ્તાનમાંથી કોઇ પણ સ્વરૂપે ધાકધમકી કે જોખમ ઉદભવી શકે એને ટેકો ગણાય. હું માનું છું કે કંઈક એવું છે જે આંતરરાષ્ટ્રીય સમુદાયે કાળજીપૂર્વક નિહાળવું રહ્યું. તેમણે ધ્યાન દોર્યું હતું કે અફઘાનિસ્તાનમાં સમસ્યાઓનાં મૂળ કારણો સક્રિય રીતે જોવાની જરૂર છે, જે આવશ્યક રીતે ઉદ્દામ મતવાદ, ઉગ્રવાદ અને બેશક ત્રાસવાદ છે જે આના પરિણામો છે અને એને બહુ ધ્યાનપૂર્વક ચકાસવા રહ્યા. એટલે હું માનું છું કે એક મજબૂત લાગણી હતી જે યુરોપિયન સંઘમાં અને ઇટાલીમાં આપણા બેઉ ભાગીદારોએ સંપૂર્ણ રીતે સમજી હતી. બેઉએ લાગણીઓનો પડઘો પાડ્યો હતો કે અનુભવ્યું હતું કે કંઈક એવું છે જેને જોવાની જરૂર છે. બેશક, સાચું છે કે માનવતાવાદી સ્થિતિ પર પણ ભાર છે અને પ્રધાનમંત્રી દ્રાગીએ અફઘાનિસ્તાનમાં હાલની સ્થિતિને લીધે અફઘાનિસ્તાનના લોકોએ સહન કરવું પડે સુનિશ્ચિત કરવા માટે સમર્થન મેળવવા ખાસ જી20 દરમ્યાન એમના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ એમ પણ ધ્યાન દોર્યું હતું કે જેઓ શાસન કરી રહ્યા છે અને જેઓ દેશમાં લોકો છે અને વચ્ચે તફાવત હોવો જોઇએ અને લોકોને મદદ થવી રહી. આપણે માનવતાવાદી સહાયની દરખાસ્ત મૂકી હતી, પ્રધાનમંત્રીએ કહ્યું, નોંધપાત્ર મદદ પણ આપણે સમગ્ર અફઘાનિસ્તાનમાં જાય જોવાની જરૂર છે અને કંઈક એવું છે જે સુનિશ્ચિત કરવા તરફ આપણે કામ કરી રહ્યા છીએ કે અફઘાનિસ્તાનને માનવતાવાદી સહાય સીધી અને અવરોધરહિત રીતે મળે.

હું માત્ર ઉલ્લેખ કરવા માગું છું કે  દ્વિપક્ષી સંબંધો પર આવતા, એવી લાગણી હતી કે ઇટાલી સાથેના સંબંધોમાં તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર ચઢાણ જોવાયું છે, પ્રધાનમંત્રીએ કહ્યું કે દ્વિપક્ષી સંબંધોએ ઉષ્મા અને ઉત્સાહ ખાસ કરીને રોકાણ, વેપાર અને લોકોથી લોકો વચ્ચેના સંબંધોમાં જોયાં છે અને પ્રધાનમંત્રી દ્રાગીએ પણ આવી લાગણીનો જોરદાર પડઘો પાડ્યો હતો. અને પ્રધાનમંત્રીએ તેમને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. તેમણે બેઉ પ્રેસિડેન્ટ ચાર્લ્સ મિશેલ અને ઉર્સુલા વૉન ડી લેયેનને પણ ભારત આવવા આમંત્રણ પાઠવ્યું હતું. એટલે અમુક ચોક્કસ રીતે, હું માનું છું કે કોવિડને કારણે જૂજ આપ લે થઈ. અમે પ્રવૃત્તિને ગતિમાં લાવવા માગીએ છીએ, આપણા રાજદ્વારી સંબંધોમાં અમે વેગ મેળવવા માગીએ છીએ, અને તમારે પ્રધાનમંત્રીના નિમંત્રણને પ્રયાસના પરિપ્રેક્ષ્યમાં જોવું રહ્યું.

શ્રી અરિંદમ બાગચી, સત્તાવાર પ્રવક્તા: આભાર, સર. વધુ એકાદ બે સવાલો. પ્રણય.

પ્રણય ઉપાધ્યાય: ‘હું પ્રણય ઉપાધ્યાય, એબીપી ન્યુઝમાંથી. વૈશ્વિક પુરવઠા સાંકળ વૈવિધ્યકરણ એક મહત્વપૂર્ણ મુદ્દો રહ્યો છે અને ભારત ઉઠાવતું રહ્યું છે. યુરોપિયન સંઘની સાથે જે મુલાકાત હતી, ઈયુના પ્રેસિડેન્ટની સાથે અને ઇટાલીની સાથે દ્વિપક્ષી મુલાકાતમાં પણ શું મુદ્દે વાત થઈ હતી અને કઈ રીતે એના પર આગળનો રોડમેપ ભારત ઇચ્છે છે? (હિદીમાં સવાલ, બરાબર અનુવાદ).

વક્તા 2: શું તમે ભારત-ઇટાલી મીટિંગ વિશે વધુ કંઇક જણાવી શકો, ખાસ કરીને આર્થિક સહકારની નવી હદો વિશે.

શ્રી અબિંદમ બાગચી, સત્તાવાર પ્રવક્તા. આભાર.


શ્રી હર્ષ વર્ધન શૃંગલા, વિદેશ સચિવ: ઠીક છે. પહેલા પ્રથમ સવાલનો મને ઝડપથી જવાબ આપવા દો. હું માનું છું કે બેઉ પ્રધાનમંત્રીઓ, જેમ મેં કહ્યું, માને છે કે વેપાર અને રોકાણ બહુ મહત્વના છે. ઇટાલીના પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતમાં રોકાણ કરવા આતુર હોય, ભારતમાં બિઝનેસ કરવા આતુર હોય એવી ઇટાલિયન કંપનીઓ મોટી સંખ્યામાં છે. તેમણે કહ્યું કે સમયના અભાવે તેઓ એની વિગતો આપી શક્યા પણ પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે તેઓ પણ ભારત અને ઇટાલિયન કંપનીઓ વચ્ચે સહયોગ વધારવા, ભારતમાં રોકાણ આકર્ષવા આતુર છે. ખાસ કરીને મેં કહ્યું, રિન્યુએબલ ઊર્જા અને ઑટોમોબાઇલ ક્ષેત્ર જેવા ક્ષેત્રોમાં, જેમાં -ટ્રાન્સપોર્ટેશનની એક દરખાસ્ત છે જે મેજ પર છે અને ઈટાલી પાસે કેટલીક કંપનીઓ છે જે બહુ સારા ટુ અને થ્રી વ્હીલર્સ બનાવે છે જે ઇલેક્ટ્રિક વાહનો છે. એટલે હું માનું છું કે આમાંનાં ઘણાં પર કામ કરવાનો અવકાશ છે. એટલે હું માનું છું કે, વેપાર રોકાણ, ભારત અને ઇટાલી વચ્ચે આર્થિક આદાનપ્રદાનનું ક્ષેત્ર એના પર બેઉ નેતાઓ વચ્ચેની મીટિંગમાં ઘણો બધો રણકાર જોવા મળ્યો હતો.

પ્રણયજી આપનો જે પ્રશ્ન હતો પુરવઠા સાંકળ વિશેનો, સ્થિતિસ્થાપક સપ્લાય ચેઈનની વાત ચોક્કસ થઈ હતી. ચર્ચા બેઉ યુરોપિયન સંઘ અને ઇટાલીના પ્રધાનમંત્રીની સાથે થયેલી પણ એમાં વિગતે જઈ શક્યા હતા. પણ જરૂર સ્થાપિત હતું કે બેઉ પક્ષો ઇચ્છે છે કે એના પર વધુ કામ થાય અને એના પર બેઉ પક્ષો સાથે મળીને કામ કરે અને આપણે ભવિષ્યમાં જે સુરક્ષિત પુરવઠા સાંકળ બનાવવા માગીએ છીએ એમાં બેઉ ભાગીદારો સાથે આપણે ભેગા મળીને કામ કરીશું. (હિન્દીમાં જવાબ, લગભગ અનુવાદ).

શ્રી અરિંદમ બાગચી, સત્તાવાર પ્રવક્તાસર, દરેક જણ હિંદીમાં નથી બોલતા એટલે હું માત્ર એનો છેલ્લો ભાગ અનુવાદિત કરું છું. સવાલ માત્ર સ્થિતિસ્થાપક સપ્લાય ચેઈનનો મુદ્દો ઇટાલીના પ્રધાનમંત્રી સાથે ચર્ચાયો કે કેમ હતો અને આપણા વિદેશ સચિવે સમજાવ્યું કે મુદ્દો ચર્ચાયો હતો પણ વિગતવાર નહીં. પણ લાગણી એવી હતી કે આના પર આપણે ભેગા મળી કામ કરવાની જરૂર છે.

 

શ્રી હર્ષ વર્ધન શૃંગલા, વિદેશ સચિવ: ખાસ કરીને હિંદ પ્રશાંતના પરિપ્રેક્ષ્યમાં.

શ્રી અરિંદમ બાગચી, સત્તાવાર પ્રવક્તા: સાથે, આપણે ખાસ મીડિયા બ્રીફિંગ સમાપ્ત કરીએ છીએ. અત્રે અમારી સાથે જોડાવા બદલ ખૂબ આભાર. હું અત્રે આપની હાજરી માટે આપનો આભાર માનવા માગું છું, સર. અને આશા છે કે અમે આપની સાથે માહિતી આપવાનું ચાલુ રાખી શકીશું, અમારા સોશિયલ મીડિયા અને અમારી વૅબસાઇટ ચેનલ્સ સાથે મહેરબાની કરીને જોડાયેલા રહેશો. આભાર. નમસ્કાર.

 

શ્રી હર્ષ વર્ધન શૃંગલા, વિદેશ સચિવ: આભાર.

SD/GP/JD






 



(Release ID: 1768688) Visitor Counter : 195