પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારત 100 કરોડ રસીકરણથી આગળ નીકળતા પોતાની શુભેચ્છાઓ વ્યક્ત કરનારા વૈશ્વિક નેતાઓનો આભાર માન્યો
Posted On:
21 OCT 2021 10:01PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત 100 કરોડ રસીકરણથી આગળ નીકળતા પોતાની શુભેચ્છાઓ વ્યક્ત કરનારા વૈશ્વિક નેતાઓનો આભાર માન્યો હતો.
ભૂટાનના પ્રધાનમંત્રીએ કરેલા ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“આભાર, લ્યોનચેન ડો. લોટે ત્શેરિંગ આ ઐતિહાસિક પ્રસંગે આપના ઉમદા શબ્દો માટે આભાર.
અમે ભૂટાન સાથેની અમારી મિત્રતાની ખૂબ પ્રશંસા કરીએ છીએ!
ભારત પ્રદેશ અને વિશ્વના કોવિડ-19 વિરુદ્ધની આપણી લડાઈમાં પ્રતિબંધ્ધ છે.”
શ્રીલંકાના રાષ્ટ્રપતિએ કરેલા ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“આભાર મારા મિત્ર @PresRajapaksa. હાલના કદમો કે જેમકે શ્રીલંકાથી કુશીનગરની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું ઉદ્ઘાટન જેવા કદમો અને અમારા સંબંધિત રસીકરણ અભિયાનથી આપણી વૈવિધ્યપૂર્ણ મિત્રતા વધુ મજબૂત થશે અને ભાઈચારો ધરાવતા આપણા લોકો વચ્ચેના સંવાદને વધારશે.”
માલદિવ્સના રાષ્ટ્રરતિએ કરેલા ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“આપની ઉદાર શુભકામનાઓ માટે આભાર રાષ્ટ્રપતિ @ibusolih.
હું માલદિવ્સમાં રસીકરણ અભિયાનની પ્રગતિ જોઈને આનંદિત છું.
પડોશીઓ અને નજીકના મિત્રો છીએ ત્યારે કોવિડ-19નો સામનો કરવાની આપણી સહભાગિતા ફળદાયી છે.”
ઈઝરાયેલના પ્રધાનમંત્રીએ કરેલા ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું;
“આભાર, પીએમ @naftalibennett. આપના હૃદયસ્પર્શી શબ્દોની પ્રશંસા કરૂં છું. આ સીમાચિહ્ન ભારતના વિજ્ઞાનીઓ, આરોગ્યકર્મીઓ અને ઈનોવેટર્સ દ્વારા શક્ય બન્યું છે કે જેઓ તેના ઈઝરાયેલના પોતાના સમકક્ષો સાથે રહીને આપણી જ્ઞાન આધારિત વ્યૂહાત્મક સહભાગિતાના પાયાનું નિર્માણ કરે છે.”
માલાવીના રાષ્ટ્રપતિએ કરેલા ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું;
“#VaccineCentury પાર કરવા માટે ભારતને આપેલી શુભેચ્છાઓ માટે આપનો આભાર મહામહિમ @LAZARUSCHAKWERA
રસીની ઉપલબ્ધતા મહામારી વિરુદ્ધની લડાઈની ચાવી છે. આપણે તેમાં સાથે છીએ.”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1765623)
Visitor Counter : 229
Read this release in:
Tamil
,
Kannada
,
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Telugu
,
Malayalam