પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 21 ઓક્ટોબરના રોજ એઈમ્સ નવી દિલ્હીના ઝજ્જર પરિસરમાં રાષ્ટ્રીય કેન્સર ઈન્સ્ટિટ્યુટમાં ઈન્ફોસિસ ફાઉન્ડેશન વિશ્રામ સદનનું ઉદ્ઘાટન કરશે

Posted On: 20 OCT 2021 4:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21 ઓક્ટોબર, 2021ના રોજ સવારે 10.30 વાગ્યે એઈમ્સ નવી દિલ્હીના ઝજ્જર પરિસરમાં રાષ્ટ્રીય કેન્સર ઈન્સ્ટિટ્યુટ (એનસીઆઈ)માં ઈન્ફોસિસ ફાઉન્ડેશન વિશ્રામ સદનનું ઉદ્ઘાટન કરશે, જેના પછી આ પ્રસંગે તેઓ સંબોધન કરશે. 

ઈન્ફોસિસ ફાઉન્ડેશન દ્વારા 806 પથારીવાળા વિશ્રામ સદનનું નિર્માણ કોર્પોરેટ સામાજિક ઉત્તરદાયિત્વના એક ભાગરૂપે, કેન્સરના દર્દીઓ સાથે આવનારા લોકોને વાતાનુકૂલિત આવાસ સુવિધાઓ પ્રદાન કરવા માટે કરવામાં આવ્યું છે કે જેઓને લાંબા સમય સુધી હોસ્પિટલોમાં રહેવું પડે છે. તેનું નિર્માણ ફાઉન્ડેશન દ્વારા લગભગ 93 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે. આ એનસીઆઈની હોસ્પિટલ અને ઓપીડી બ્લોકની નજીક આવેલું છે.

આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રી શ્રી મનસુખ માંડવિયા, હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટર અને ઈન્ફોસિસ ફાઉન્ડેશનના અધ્યક્ષ સુશ્રી સુધા મૂર્તિ પણ ઉપસ્થિત રહેશે.

SD/GP/JD
 



(Release ID: 1765180) Visitor Counter : 207