પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોને ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 22 SEP 2021 9:54AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોને ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"પ્રધાનમંત્રી @JustinTrudeau ને ચૂંટણીમાં તમારી જીત બદલ અભિનંદન! હું ભારત-કેનેડા સંબંધોને વધુ મજબૂત કરવા તેમજ વૈશ્વિક અને બહુપક્ષીય મુદ્દાઓ પર અમારા સહયોગને આગળ વધારવા માટે તમારી સાથે કામ કરવા આતુર છું."

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1756916) Visitor Counter : 248