યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

રમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે વર્લ્ડ 2021 અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના ભારતીય મેડલ વિજેતા રમતવીરો સાથે મંત્રણા યોજી


આંતરરાષ્ટ્રીય રમત સ્પર્ઘાઓમાં સફળતા હાંસલ કરનારા રમતવીરોને તમામ સવલતો તથા શ્રેષ્ઠ તાલીમ પૂરી પાડવા સરકાર ખાતરી આપશે : શ્રી અનુરાગ ઠાકુર

ચેમ્પિયનશિપમાં ભારતે બે સિલ્વર સહિત ત્રણ મેડલ જીત્યા હતા

Posted On: 25 AUG 2021 1:44PM by PIB Ahmedabad

મુખ્ય અંશો :

  • અમારા માટે ઉત્સવની આ મહાન ક્ષણ છે, તમારામાં અમને આશાનું કિરણ દેખાય છે : શ્રી અનુરાગ ઠાકુર
  • ભૂતપૂર્વ રમતવીરોએ યુવાન એથ્લેટ્સને કોચિંગ આપવા માટે આગળ આવવું જોઇએ અને તેમને પ્રોત્સાહિત કરવા જોઇએ : રમત મંત્રી
  • મેન્સ 10000 મીટર રેસ વોકમાં અમિત ખત્રીએ શ્વસનની સમસ્યા હોવા છતાં તેનો સામનો કરીને સિલ્વર મેડલ જીત્યો હતો.
  • લોંગ જમ્પમાં કુ. શૈલી સિંઘે સિલ્વર મેડલ જીત્યો હતો

યુવા બાબતો અને રમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે આજે નવી દિલ્હી ખાતે 2021ની વર્લ્ડ અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લેનારા તથા મેડલ જીતનારા ભારતીય રમતવીરો સાથે વાર્તાલાપ કર્યો હતો. કેન્યાના નૈરોબીના મોઈ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે 18 થી 22મી ઓગસ્ટ 2021 દરમિયાન યોજાયેલી અને વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ તરીકે પણ ઓળખાતી ચેમ્પિયનશિપમાં ભારતે બે સિલ્વર મેડલ સહિત કુલ ત્રણ મેડલ જીત્યા હતા. લોંગ જમ્પના કોચ રોબર્ટ બોબી જ્યોર્જ, અંજુ બોબી જ્યોર્જ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર જનરલ કમાલ અલી ખાન પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

 

નવી દિલ્હી ખાતે આજે વર્લ્ડ યૂથ ચેમ્પિયનશિપના એથ્લેટ્સ સાથેના વાર્તાલાપમાં રમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે તમામ મેડલ વિજેતાને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે ભારતના અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયન્સે દેશને ગૌરવ પ્રદાન કર્યું છે. “આપણા તમામ માટે ઉત્સવ મનાવવાની આ મહાન ક્ષણ છે.” તેમ મંત્રી શ્રીએ જણાવ્યું હતું. શ્રી અનુરાગ ઠાકુરે એવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ યુવાન રમતવીરો ભવિષ્યમાં એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સમાં પણ શાનદાર દેખાવ કરશે. "તમારામાં અમને આશાનું કિરણ દેખાય છે." તેમ રમત મંત્રીએ ઉમેર્યું હતું.

રમત મંત્રીએ કોરોનાની મહામારીને કારણે ઉદભવેલી કપરી પરિસ્થિતિમાં પણ શાનદાર દેખાવ કરવા બદલ એથ્લેટ્સ. ફેડરેશન તથા વિવિધ કોચના પ્રયાસને બિરદાવ્યો હતો. "કોવિડ-19ની સમસ્યા છતાં તમારું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું છે. આ કોઈ આસાન બાબત ન હતી અને આ કોઈ સામાન્ય પરિસ્થિતિ ન હતી.” તેમ મંત્રીશ્રી એ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે રમતવીરોને ઉંચા વિચાર કરવા, ભવિષ્ય માટે આયોજન કરવા અને આગામી સ્તરની સ્તરની સ્પર્ધા માટેની તૈયારી કરવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા.

શ્રી અનુરાગ ઠાકુરે વર્ણવ્યું હતું કે સૌથી નોંધપાત્ર બાબત ભારતની આજની મજબૂત બેન્ચ સ્ટ્રેન્થ છે. રમતક્ષેત્રની વિવિધ રમતોમાં મજબૂત બેન્ચ સ્ટ્રેન્થ ઉપરાંત ભારત સરકાર પણ દેશના યુવાન રમતવીરોના સંવર્ધન માટે તથા તેઓ મેડલ જીતી શકે તે માટે ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. સરકાર દેશના રમતવીરો આંતર રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ઉજ્જવળ દેખાવ કરે તે માટે તેમને તમામ સવલતો તથા સર્વશ્રેષ્ઠ તાલીમ પૂરી પાડવાની ખાતરી આપશે. અને, TOPS (ટારગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ) ઉપરાંત મોખરાના ખેલાડીઓને સર્વશ્રેષ્ઠ તાલીમ આપણને સફળતાના માર્ગે લઈ જશે. તેમ તેમણે જણાવ્યું હતું. ભૂતપૂર્વ એથ્લેટ્સ કોચિંગના ક્ષેત્રમાં આગળ આવી રહ્યા છે તે બાબતની પ્રશંસા કરતા રમત મંત્રીએ વધુને વધુ ભૂતપૂર્વ એથ્લેટ્સને આગળ આવવા તથા યુવાન એથ્લેટ્સને તાલીમ આપવા તથા પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો. નવા આઇડિયા અને સૂચનોને અમે ખુલ્લા મનથી આવકારીશું. જ્યારે આપણે સાથે મળીને કાર્ય કરીશું તો આપણે એક મજબૂત રમત સંસ્કૃતિ અને મજબૂત ભાવિનું નિર્માણ કરી શકીશું. તેમ રમત મંત્રીએ જણાવ્યું હતું.

શ્રી અમિત ખત્રીએ 10000 મીટર રેસ વોકમાં સિલ્વર મેડલ જીત્યો. વર્લ્ડ એથ્લેટિક્સ અંડર-20 ચેમ્પિયનશિપમાં અમિત ખત્રીએ શ્વાસની સમસ્યાનો સામનો કરીને મેન્સ 10000 મીટર રેસ વોકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. અમિત ખત્રીએ તેના જૂથમાં અન્ય કરતાં ઘણા આગળ રહીને સરસાઈ હાંસલ કરી હતી. 9000 મીટર સુધી તેણે સરસાઈ જાળવી રાખી હતી. કેન્યાના હેરિસ્ટોન વાનયોની ((41:10.84) બાદ બીજા ક્રમે રહીને અમિત ખત્રીએ 42:17.94ના સમય સાથે અંતર પૂર્ણ કર્યું હતું. ખાસ કરીને તે છેલ્લો દોઢેક લેપ બાકી હતો ત્યારે વારંવાર પાણી લેવા માટે રિફ્રેશમેન્ટ ટેબલ પાસે જતો હતો તેને કારણે અમિત ખત્રી વધુ અંતર કાપી શક્યો નહીં અને ગોલ્ડ મેડલથી વંચિત રહ્યો હતો.

કુ. શૈલી સિંઘે લોંગ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો. સિલ્વર મેડલ જીતતી વખતે શૈલી સિંઘે વિમેન્સ લોંગ જમ્પમાં તેની કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ આંક નોંધાવતાં 6.59 મીટરનો જમ્પ લગાવ્યો હતો. નેશનલ અંડર-20માં લોંગ જમ્પમાં વિક્રમધારક શૈલી સિંઘ એવી ત્રણ મહિલા લોંગ જમ્પર પૈકીની એક હતી જે આપોઆપ ક્વોલિફાઈ થઈ હતી. તેણે ફાઇનલમાં 6.35 મીટરનો આંક સેટ કર્યો હતો અને ત્રીજા પ્રયાસમાં તેણે 6.40 મીટરનો જમ્પ લગાવ્યો હતો.

શ્રી બરાથ શ્રીધર, કુ. પ્રિયા મોહન, કુ. સુમ્મી, શ્રી કપિલ, શ્રી અબ્દુલ રઝાકે મિક્સ 4x400 મીટર રિલેમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારતની 4x400 મીટર મિક્સ રિલે ટીમે નૈરાબીમાં વર્લ્ડ એથ્લેટિક્સ અંડર-20 ચેમ્પિયનશિપના પ્રારંભિક દિવસે જ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બરાથ શ્રીધર, પ્રિયા મોહન, સુમ્મી અને કપિલે 3:20.60નો સમય લીધો હતો. આમ તેઓ નાઇજિરીયા (3:19.70) અને પોલેન્ડ (3:19.80) કરતાં પાછળ રહ્યા હતા અને નોંધપાત્ર સમય હાંસલ કરીને આ પા માઇલની ઇવેન્ટમાં ભારતમાં રહેલી પ્રતિભાની ઓળખ આપી હતી. 2018માં નૈરોબીમાં જ યોજાયેલી અંડર-20 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વિમેન્સ 400 મીટરમાં ભારતની હિમા દાસે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ભારતના ચાર ખેલાડીમાં અબ્દુલ રઝાક રાશીદે પ્રથમ ચરણમાં આગેવાની લીધી હતી અને સવારની ગરમી વચ્ચે 3:23.36નો સમય લીધો હતો. તેના થોડા જ સમયમાં પ્રિયા અને સુમ્મી વિમેન્સમાં 400 મીટર દોડી હતી. તેમણે સારો એવો સમય બચાવ્યો હતો અને એ સુનિશ્ચિત કરાવ્યું હતું કે બરાથ અને કપિલના પ્રયાસો એળે નહીં જાય. બરાથ અને કપિલે 46.42 સેકન્ડના સમય સાથે અદભૂત ઝડપ દાખવી હતી.

ફેડરેશન કપ જુનિયર ચેમ્પિયનશિપના વિજેતા બરાથે 47.12 સેકન્ડનો સમય લીધો હતો અને તેણે પ્રિયાને બેટન સોંપી હતી જે સાઉથ આફ્રિકા બાદ બીજા ક્રમે હતી. પ્રિયાએ 52.77 સેકન્ડનો સમય લીધો હતો અને તેણે પોતાની પૂરેપૂરી શક્તિ કામે લગાડી દીધી હતી. બીજા ચરણમાં દોડનારા તમામ દોડવીરોમાં પ્રિયા ત્રીજા ક્રમે રહી હતી. સુમ્મીએ ભારતના મેડલની આશા જીવંત રાખતાં 54.29 સેકન્ડનો સમય લીધો હતો.

અંતિમ લેગમાં કપિલે આકરી મહેનત કરી હતી પરંતુ ફાઇનલમાં સૌથી ઝડપી દોડવીર હોવા છતાં તે પોલેન્ડ અને નાઇજિરીયા વચ્ચેના અંતરને નજીક લાવી શક્યો ન હતો. તેણે 46.42 સેકન્ડના સમય સાથે અંતર પૂર્ણ કર્યું હતું. તેના બાકીના ત્રણ સાથીદારોના પ્રયાસથી તે પ્રેરિત થયો હતો.

SD/GP/JD


(Release ID: 1748869) Visitor Counter : 307