યુવા બાબતો અને રમત મંત્રાલય

ઓલિમ્પિક્સમાં મેડલ વિજેતા ભારતીય રમતવીરોનું ભવ્ય સ્વાગત, રમતમંત્રી અનુરાગ ઠાકુર દ્વારા સત્કાર


ટોક્યો 2020 એવી ઓલિમ્પિક ગેમ્સ હતી જ્યારે ભારત માટે ઘણી સફળતાનો પ્રારંભ થયો ઃ અનુરાગ ઠાકુર

ટીમ ઇન્ડિયાની સફળતા એ પ્રતિબિંબિત કરે છે કે કેવી રીતે ન્યૂ ઇન્ડિયા સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ મેળવવાની મહેચ્છા ધરાવે છે ઃ અનુરાગ ઠાકુર

Posted On: 09 AUG 2021 8:24PM by PIB Ahmedabad

ભારતની રાજધાની નવી દિલ્હી ખાતેની સાંજ યાદગાર બની રહી હતી કેમ કે સાંજે ટોક્યોમાં શાનદાર સફળતા હાંસલ કરીને દેશના ઓલિમ્પિકસ સ્ટાર વતન પરત ફર્યા હતા.

યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે નવી દિલ્હીની અશોક હોટેલ ખાતે યોજાયેલા એક ઝાકઝમાળભર્યા કાર્યક્રમમાં સાત મેડલ વિજેતાઓનો સત્કાર કર્યો હતો. વિજેતાઓમાં નીરજ ચોપરા, રવિ કુમાર દહિયા, મિરાબાઈ ચાનુ, પીવી સિંધૂ, બજરંગ પૂનિયા, લવલિના બોર્ગોહેન અને ભારતની મેન્સ હોકી ટીમનો સમાવેશ થતો હતો. તેમના સત્કાર માટે યોજાયેલા સમારંભમાં ઉપસ્થિત રહેલા અન્ય મહાનુભાવોમાં કાયદા અને કાનૂનના કેન્દ્રીય મંત્રી શ્રી કિરણ રિજીજુ, યુવા બાબતો અને રમત ગમત મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી નિશિથ પ્રમાણિક, રમત સચિવ શ્રી રવિ મિત્તલ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર જનરલ શ્રી સંદીપ પ્રધાનનો સમાવેશ થતો હતો.

 

ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા, સિલ્વર મેડલ વિજેતા રવિ દહિયા, બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પૂનિયા, લવલિના અને મનપ્રિત ગઈ કાલે રાત્રે ટોક્યો 2020ના સમાપન સમારંભમાં હાજરી આપ્યા બાદ લાંબા વિમાન પ્રવાસ બાદ આજે સવારે ભાર આવી પહોંચ્યા હતા. સત્કાર સમારંભમાં તેમની સાથે સિલ્વર મેડલ વિજેતા રાબાઈ ચાનુ અને બ્રોન્ઝ મેડલ વિજેતા પીવી સિંધૂ પણ જોડાયા હતા.

રમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કેટોક્યો 2020 એવી ઓલિમ્પિક ગેમ્સ હતી જેમાં ભારતે ઘણી બધી સફળતાનો પ્રારંભ કર્યો છે. ટીમ ઇન્ડિયાની સફળતા પ્રતિબિંબિત કરે છે કે કેવી રીતે ન્યૂ ઇન્ડિયા સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ મેળવવાની મહેચ્છા ધરાવે છે. ઓલિમ્પિક ગેમ્સે આપણને દર્શાવી દીધું છે કે સ્વયં શિસ્ત અને સમર્પણથી આપણે ચેમ્પિયન બની શકીએ છીએ. ટીમ ઇન્ડિયાની સફળતા અને પ્રેરણાથી સમગ્ર ભારતીયોએ તેમની સફળતાને વધાવી લીધી છે અને ઉજવણી કરી છે. રમતગમત મહાન પ્રેરકબળ છે કેમ કે આપણા એથ્લેટ્સ ગામડામાંથી અને શહેરોમાંથી, ઉત્તરથી દક્ષિણમાંથી, પૂર્વ અને પશ્ચિમમાંથી આવે છે. તેમની સફળતાની યાત્રા તેમની યાત્રા સ્થિતિસ્થાપકતા અને રમતગમતની શ્રેષ્ઠતાની અકલ્પનીય વાર્તા છે. ”

રમતમંત્રીએ ઉમેર્યું હતું કે વખતે ઘણી બધી શરૂઆત થઈ છે. 128  સદસ્યનું ભારતીય દળ, સાત ઓલિમ્પિક્સ મેડલ, એથ્લેટિક્સમાં ઓલિમ્પિક સ્તરે ભારતનો સૌ પ્રથમ ગોલ્ડ મેડલ, પીવી સિંધૂ દ્વારા સતત બે ઓલિમ્પિક ગેમ્સમાં બે મેડલ, 41 વર્ષના લાંબા ગાળા બાદ ભારતીય પુરુષ હોકી ટીમ દ્વારા ઓલિમ્પિક્સમાં મેડલ (બ્રોન્ઝ) અને ભારતીય મહિલા હોકી ટીમનો ઓલિમ્પિક્સની સેમિફાઇનલમાં ઐતિહાસિક પ્રવેશ. આપણી પાસે એવી પણ મહિલા એથ્લેટ હતી જે પહેલી વાર ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઈ થઈ હોય. જેમકે સેઇલર નેત્રા કુમાનન, ઓલિમ્પિક્સમાં પહેલી વાર ક્વોલિફાઈ થયેલી પ્રથમ ફેન્સર (તલવારબાજી) ભવાની દેવી, ઘોડેસવારીમાં ભારતીય દ્વારા સર્વક્ષેષ્ઠ સ્થાન - ફાઉદ મિર્ઝા, ભારતીય રોવર્સ દ્વારા શ્રેષ્ઠ ક્રમાંક, ગોલ્ફમાં અદિતી અશોક દ્વારા સર્વશ્રેષ્ઠ સ્થાન હાંસલ કરવું, સ્ટીપલચેઝમાં અવિનાશ સાબલે દ્વારા નેશનલ રેકોર્ડ સ્થાપવો. અને મને તેમાં પણ ઉમેરવા દો કે ભારતમાં રમતગમતનો પાયો મજબૂત છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ટારગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ (TOPS) અને  ખેલો ઇન્ડિયા જેવી યોજનાઓના પરિણામે ભારતના મેડલ સુનિશ્ચિત કરાવ્યા છે. અમે આપણા રમતવીરોને સપોર્ટ કરવાનું જારી રાખીશું અને ભારતના રમતગમતનું પારહાઉસ બનાવવા અમે પ્રતિબદ્ધ છીએ. તેમ રમત મંત્રીએ ભારપૂર્વક ખાતરી આપી હતી.

શ્રી કિરણ રીજીજુએ તમામ એથ્લેટ્સના પ્રદર્શનને વધાવી લીધું હતું અને બાબતનો પુનરોચ્ચાર કર્યો હતો કે 2028ની ઓલિમ્પિક્સ સુધીમાં રમતગમતમાં ભારત પાવરહાઉસ બની જશે. “આપણા વિજેતા એથ્લેટ્સ વચ્ચે જગ્યા શેર કરતાં હું રોમાંચ અનુભવું છું. ઐતિહાસિક ક્ષણ છે કેમ કે ભારતે ઓલિમ્પિક્સના ઇતિહાસમાં તેનો સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યો છે. આપણી પાસે ગૌરવ લેવા માટે ઘણા પ્રસંગ છે. હોકી ટીમે 41 વર્ષ બાદ મેડલ જીત્યો છે અને એથ્લેટિક્સમાં ભારતને સૌ પ્રથમ ગોલ્ડ મેડલ હાંસલ થયો છે. અને, માત્ર આપણા મેડલ વિજેતાઓએ નહીં પરંતુ ભાગ લેનારા તમામ ખેલાડીઓએ ટોક્યો ખાતે તેમના શ્રેષ્ઠ પ્રયાસ કર્યા છે અને હું તમામને અભિનંદન પાઠવું છું. તો માત્ર પ્રારંભ છે કેમ કે રમતમાં ભારતનું પુનરોત્થાન થઈ રહ્યું છે તે સ્પષ્ટ દેખાય છે અને મને વિશ્વાસ છે કે 2028ના ઓલિમ્પિક્સ સુધીમાં ભારત સુપરપાવર બની જશે.” તેમ શ્રી રિજીજુએ ઉમેર્યું હતું.

શ્રી નિશિથ પ્રમાણિકે ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતીય એથ્લેટ્સના પ્રદર્શનની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે તમે ભારતને ગૌરવ પ્રદાન કર્યું છે. તમામ મેડલ વિજેતાઓને અભિનંદન. શ્રી પ્રમાણિકે ઉમેર્યું હતું કે ભારતીય દળે ટોક્યો ઓલિમ્પિક્સમાં સાત મેડલ જીત્યા છે જે ઓલિમ્પિક્સના ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. એક ઐતિહાસિક અને યાદગાર ઇવેન્ટ હતી જેણે આવનારી પેઢીને સ્પર્ધાત્મક રમતગમતમાં ભાગ લેવા માટે અને દેશ માટે ગૌરવ પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપી છે.

ભારત માટે ટોક્યો 2020 ઘણી સફળતાનો પ્રારંભ કરાવ્યો છે અને તેની હાઈલાઇટ રહી. નીરજ ચોપરાથી શરૂઆત કરી. એથ્લેટિક્સમાં ભારતને સૌ પ્રથમ ગોલ્ડ મેડલ અપાવનારા નીરજ ચોપરાએ જ્વેલિન થ્રોની ફાઇનલમાં 87.58 મીટરનો થ્રો કર્યો હતો. ઓલિમ્પિકસમાં ભારત માટે માત્ર સ્વતંત્ર ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ હતો પરંતુ કોઈ પણ ઓલિમ્પિક્સમાં એથ્લેટિક્સમાં ભારતીય એથ્લેટ દ્વારા હાંસલ કરાયેલો પ્રથમ ગોલ્ડ મેડલ હતો.

પીવી સિંધૂ ભારતની એવી પ્રથમ અને એકમાત્ર મહિલા ખેલાડી બની હતી જેણે સળંગ બે ઓલિમ્પિક્સમાં મેડલ જીત્યા હોય. તેણે રિયો 2016માં સિલ્વર અને ટોકયો 2020માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. રાબાઈ ચાનુ હવે મહાન કરનામ મલ્લેશ્વરી સાથે જોડાઈ છે કેમ કે તે ભારતની માત્ર બીજી વેઇટલિફ્ટર છે જેણે ઓલિમ્પિકસમાં મેડલ જીત્યો હોય અને એવી પ્રથમ વેઇટલિફ્ટર છે જેણે સિલ્વર મેડલ જીત્યો હોય.

દરમિયાન ભારતીય મેન્સ હોકી ટીમે 41 વર્ષના લાંબા ગાળા બાદ ઓલિમ્પિક્સમાં મેડલ જીત્યો હતો. વખતે ટીમને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. અગાઉ 1980ની મોસ્કો ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય હોકી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ભારતની મહિલા હોકી ટીમે ઓલિમ્પિક્સના ઇતિહાસમાં પહેલી વાર સેમિફાઇનલમાં પ્રવેશીને ઇતિહાસ રચ્યો હતો. ટોક્યો ગેમ્સમાં ભારતે 128 એથ્લેટ્સને મોકલ્યા હતા અને ઓલિમ્પિક્સના ઇતિહાસમાં સૌથી વધુ મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરતાં કુલ સાત મેડલ જીત્યા હતા.

રવિ કુમાર દહિયા ભારતનો એવો બીજો કુસ્તીબાજ બન્યો હતો જેણે ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો હોય જ્યારે લવલિના બોર્ગોહેન એવી બીજી મહિલા બોક્સર બની હતી જેણે ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હોય. અગાઉ મેરિકોમે સિદ્ધિ હાંસલ કરી હતી. ઉપરાંત લવલિના એવી ત્રીજી ભારતીય બોક્સર બની હતી જેણે ઓલિમ્પિક્સ મેડલ જીત્યો હોય. વખતની ગેમ્સની અન્ય હાઇલાઇટ ભવાની દેવી, નેત્રા કુમાનન અને અદિતી અશોક હતી. ઓલિમ્પિકસમાં તલવારબાજીને સામેલ કરાઈ ત્યાર બાદ ભવાની દેવી ભારતની એવી પ્રથમ ફેન્સર હતી જે ઓલિમ્પિક ગેમ્સ માટે ક્વોલિફાઈ થઈ હોય. નેત્રા કુમાનન એવી પ્રથમ ભારતીય મહિલા સેઇલર હતી જે ઓલિમ્પિક્સ  માટે ક્વોલિફાઈ થઈ હોય. ગોલ્ફમાં અદિતી અશોક ચોથા ક્રમે રહી હતી. ઓલિમ્પિક્સમાં ગોલ્ફની રમતમાં અદિતીએ ભારત માટે સર્વોચ્ચ ક્રમાંક હાંસલ કર્યો હતો. અગાઉ કોઈ ભારતીય ગોલ્ફર ક્રમ સુધી પહોંચી શકી હતી.

SD/GP/JD

 

 



(Release ID: 1744225) Visitor Counter : 459