પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ નીરજ ચોપરાને ટોક્યો ઓલિમ્પિક 2020માં જેવલિન થ્રોમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 07 AUG 2021 6:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નીરજ ચોપરાને ટોક્યો ઓલિમ્પિક 2020માં જેવલિન થ્રોમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"ટોક્યોમાં ઇતિહાસ રચવામાં આવ્યો છે! આજે @Neeraj_chopra1 એ જે હાંસલ કર્યું છે તે કાયમ યાદ રહેશે. યુવાન નીરજે અપવાદરૂપે સારું પ્રદર્શન કર્યું છે. તેઓ નોંધપાત્ર ઉત્સાહ સાથે રમ્યા અને અપ્રતિમ ધૈર્ય બતાવ્યું. સુવર્ણ ચંદ્રક જીતવા બદલ તેમને અભિનંદન. #Tokyo2020"

 

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1743606) Visitor Counter : 275