પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે સ્થાનિક હેન્ડલૂમ પ્રોડક્ટ્સને સમર્થન આપવા હાકલ કરી
હેન્ડલૂમ્સ ભારતની વિવિધતા અને અસંખ્ય વણકરો અને કારીગરોની કુશળતા દર્શાવે છે: પ્રધાનમંત્રી
પોસ્ટેડ ઓન:
07 AUG 2021 1:36PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે હેન્ડલૂમ્સ ભારતની વિવિધતા અને અસંખ્ય વણકરો અને કારીગરોની કુશળતા દર્શાવે છે અને સ્થાનિક હેન્ડલૂમ પ્રોડક્ટ્સને ટેકો આપવા હાકલ કરી છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું:
"હેન્ડલૂમ્સ ભારતની વિવિધતા અને અસંખ્ય વણકરો અને કારીગરોની કુશળતા દર્શાવે છે. રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ #MyHandloomMyPride ની ભાવનાને વધારીને આપણા વણકરોને ટેકો પુનરાવર્તિત કરવાનો પ્રસંગ છે. ચાલો સ્થાનિક હેન્ડલૂમ ઉત્પાદનોનું સમર્થન કરીએ!"
ઓલિમ્પિક મેડલ વિજેતા સાઈખોમ મીરાબાઈ ચાનુના ટ્વિટને ટાંકીને પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું:
"છેલ્લા કેટલાક વર્ષોથી હેન્ડલૂમમાં નવેસરથી રસ જોવા મળ્યો છે. @mirabai_chanu ને #MyHandloomMyPride ની ભાવનાને ટેકો આપતા જોઈને આનંદ થયો. મને વિશ્વાસ છે કે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં હેન્ડલૂમ ક્ષેત્ર ફાળો આપતું રહેશે."
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1743558)
મુલાકાતી સંખ્યા : 300
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam