સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ19 : માન્યતાઓ વિ. વાસ્તવિકતાઓ


બાળકોમાં કોવિડ19 ભાગ્યે જ રીતે ચેપી હોય છે અને ભાગ્યે જ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર હોય છે : ડૉ. વી. કે. પૌલ, નીતિ આયોગના સદસ્ય

જેઓ રોગીષ્ટ હોય છે અથવા તો જેમનામાં પ્રતિરક્ષા ઓછી હોય છે તેની સરખામણીએ સામાન્ય બિમારી ધરાવતા તંદુરસ્ત બાળકો હોસ્પિટલમાં દાખલ થયા વિના જ સાજા થઈ જાય છે : ડૉ. રણદીપ ગુલેરિયા, ડાયરેક્ટર, એઆઇઆઇએમએસ, નવી દિલ્હી

2 થી 18 વર્ષના બાળકોમાં કોવેક્સિનના પરિક્ષણનો પ્રારંભ થઆ ગયો છે : ડૉ. એન. કે. અરોરા, એનટીએજીઆઈના કોવિડ19 વર્કિંગ જૂથના ચેરપર્સન

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા બાળકો (18 વર્ષથી ઓછી વય)માં કોવિડ19 મેનેજમેન્ટ અંગેની વિસ્તૃત માર્ગદર્શિકા જારી કરાઈ

Posted On: 30 JUN 2021 3:32PM by PIB Ahmedabad

ભારત સરકાર કોવિડ19ની મહામારી સામે લડત આપવામાં અગ્રેસર રહી છે. મહામારીનો સામનો કરવામાં વેક્સિનેશનની પ્રક્રિયા ભારત સરકારની પાંચ મુદ્દાની રણનીતિનું મહત્વનું અંગ છે ( મુદ્દાઓમાં ટેસ્ટિંગ, ટ્રેક, સારવાર અને કોવિડ સંબંધિત યોગ્ય વર્તનનો સમાવેશ થાય છે).

ભારતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન કોવિડ19ની આગામી લહેર વખતે બાળકો પર તેની માઠી અસર પડશે તેને લગતા કેટલાક સવાલો મીડિયામાં ઉઠાવવામાં આવી રહ્યા છે.
કોરોના અંગેના નિષ્ણાતોએ આવા કેટલાક ડર અને શંકાને ઘણા પાસાઓ પર દૂર કર્યા છે.


2021ની પહેલી જૂને કોવિડ19 અંગે આરોગ્ય મંત્રાલયે પત્રકારોને સંબોધ્યા તેમાં નીતિ આયોગના સદસ્ય (આરોગ્ય) ડૉ. વી. કે. પૌલે માહિતી આપી હતી કે જે બાળકો ચેપગ્રસ્ત બને તેમને અસરકારક સારવાર મળી રહે અને તેમની સંભાળ રખાય તે માટે આરોગ્ય માળખામાં પર્યાપ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બાળકોમાં કોવિડ19 ભાગ્યે ચેપી હોય છે અને બહુ ઓછા કિસ્સામાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે. જોકે એવી શક્યતા છે કે ઘણી ઓછી ટકાવારીના બાળકોને અસરગ્રસ્ત બન્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે.

(https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1723469 )

2021ની આઠમી જૂને કોવિડ19 અંગેની પત્રકાર પરિષદમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઆઈઆઈએમએસ) નવી દિલ્હીના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે  ભારતમાંથી કે વિશ્વમાં ક્યાંયથી એવા કોઈ ડેટા મળ્યા નથી જેમાં ઉલ્લેખ કરાયો હોય કે કોરોનાની આગામી લહેર દરમિયાન બાળકોને તેની અસર થશે. મુદ્દે વઘુ સ્પષ્ટતા કરતાં તેમણે ઉમેર્યું હતું કે હળવી બીમારી ધરાવતા તંદુરસ્ત બાળકો હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાત વિના   સાજા થઈ જાય છે જ્યારે ભારતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન જે બાળકો હોસ્પિટલમાં દાખલ થયા હતા તેઓ કાં તો કો-મોર્બિટીઝ અથવા તો ઓછી પ્રતિરક્ષા ધરાવતા હતા.

નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપ ઓન ઇમ્યુનાઇઝેશન (એનટીએજીઆઇ)ના કોવિડ19 વર્કિંગ ગ્રૂપના ચેરપર્સન ડૉ. . કે. અરોરાએ 2021ની 25મી જૂને જણાવ્યું હતું કે ભારતમાં 2 થી 18 વર્ષની વયના બાળકો પર કોવેક્સિનના પરિક્ષણનો પ્રારંભ થઈ ગયો છે અને તેના પરિણામ સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધીમાં આવવા લાગશે. તેમણે જણાવ્યું હતું કે બાળકોમાં કદાચ ચેપ આવી શકે છે પરંતુ તેઓ ગંભીર રીતે બીમાર પડશે નહીં.

કોવિડ19ની લહેર દરમિયાન બાળકોને સલામત અને તંજુરસ્ત રાખવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા બાળકો (18 વર્ષથી ઓછી વય)માં કોવિડ19 મેનેજમેન્ટ અંગેની વિસ્તૃત માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. માર્ગદર્શિકામાં કોરોનાના લક્ષણો, વિવિધ સારવાર, નિરિક્ષણ અને ઇન્ફેક્શન પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ (આપીસી) સહિતના મેનેજમેન્ટ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી છે. જેમાં માસ્કના ઉપયોગ અંગેની સલાહનો પણ સમાવેશ થાય છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને વિવિધ નિષ્ણાતો બાળકો માટેના કોવિડ19 અંગેના યોગ્ય વર્તણુંક બાબતે વિવિધ જરૂરિયાતો પર નિયમિત રીતે ભાર મૂકતા આવ્યા છે અને સાથે સાથે વાયરસને ફેલાવાની ચેઇનને તોડવા માટે વયસ્કોને માર્ગદર્શન આપતા આવ્યા છે.

SD/GP/JD


 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1731482) Visitor Counter : 304