પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઓલિમ્પિક દિવસ નિમિત્તે તમામ ભારતીય ઓલિમ્પિયન્સની પ્રશંસા કરી


ટોક્યો ઓલિમ્પિક માટે ભારતીય એથલીટ્સને શુભેચ્છા પાઠવી

MyGov ઓલિમ્પિક ક્વિઝમાં ભાગ લેવા યુવાનોને આમંત્રણ આપ્યું

Posted On: 23 JUN 2021 8:45AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિક દિવસ નિમિત્તે ગૌરવ વ્યક્ત કરતા કહ્યું કે રાષ્ટ્ર એ લોકો માટે ગૌરવાન્વિત છે જેઓ વર્ષોથી વિવિધ ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા આવ્યા છે. તેમણે ટોક્યો ઓલિમ્પિકમાં સામેલ ભારતીય દળને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને કહ્યુંઃ 

“આજે, ઓલિમ્પિક દિવસ નિમિત્તે, હું એ તમામ લોકોની પ્રંશસા કરૂં છું જેઓ વર્ષોથી વિવિધ ઓલિમ્પિક્સમાં ભાગ લેતા આવ્યા છે. આપણું રાષ્ટ્ર તેમના રમતગમતમાં યોગદાન અંગે અને અન્ય એથલીટ્સને પ્રોત્સાહિત કરવાના તેમના પ્રયાસો માટે ગૌરવાન્વિત છે.

થોડા સપ્તાહોમાં, @Tokyo2020 શરૂ થશે. આપણા દળ કે જેમાં આપણા સૌથી ઉત્તમ એથલીટ્સ સામેલ છે તેમને ખૂબ શુભેચ્છાઓ. રમતોના આ માહોલમાં, અહીં MyGov પર રસપ્રદ ક્વિઝ પણ યોજાઈ છે. હું આપ સૌને અને ખાસ કરીને યુવાનોને તેમાં સામેલ થવા માટે અનુરોધ કરૂં છું.”

 https://quiz.mygov.in/quiz/road-to-tokyo-2020/

 

SD/GP/JD

 


(Release ID: 1729638) Visitor Counter : 302