આયુષ

7મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2021એ પ્રધાનમંત્રીએ એમ-યોગ એપનો શુભારંભ કર્યો


વિશ્વ આરોગ્ય સંસ્થા-WHO સાથે સહયોગ કરીને ભારત સરકારે એમ-યોગ મોબાઇલ એપ વિક્સાવી છે

Posted On: 21 JUN 2021 4:46PM by PIB Ahmedabad

7મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે સંબોધન કરતી વખતે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘WHO એમ-યોગ’ એપનો શુભારંભ કર્યો હતો. એમ-યોગ એપ સામાન્ય યોગ આસનો પર  ઘણી ભાષાઓમાં યોગની તાલીમ અને પ્રેક્ટિસના ઘણાં વીડિયો પૂરાં પાડશે. આને પ્રાચીન વિજ્ઞાન અને આધુનિક ટેકનોલોજીના સંયોજનનું મહાન ઉદાહરણ ગણાવતા પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે એમ-યોગ એપ વિશ્વભરમાં યોગને ફેલાવવામાં મદદ કરશે અને ‘એક વિશ્વ, એક આરોગ્ય’ના પ્રયાસોમાં યોગદાન આપશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું:

 “ભારતે જ્યારે સંયુક્ત રાષ્ટ્રોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દરખાસ્ત મૂકી, ત્યારે એની પાછળની ભાવના યોગ વિજ્ઞાન સમગ્ર વિશ્વને સુલભ બનાવવાની હતી. આજે, આ દિશામાં ભારતે સંયુક્ત રાષ્ટ્રો અને હુ સાથે વધુ એક મહત્વનું સોપાન ભર્યું છે.

હવે વિશ્વને એમ-યોગ એપની શક્તિ મળવાની છે. આ એપમાં, સામાન્ય યોગ શિષ્ટાચાર આધારિત યોગની તાલીમનાં ઘણાં વીડિયો વિશ્વની વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ રહેશે. આ આધુનિક ટેકનોલોજી અને પ્રાચીન વિજ્ઞાનના સંયોજનનું મહાન ઉદાહરણ પણ છે. મને ખાતરી છે કે એમ-યોગ એપ સમગ્ર વિશ્વમાં યોગને વિસ્તારવામાં અને એક વિશ્વ,એક આરોગ્યનાપ્રયાસોને સફળ બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે.”

આ મોબાઇલ એપ વિશ્વભરના લોકોમાં યોગના અને સુખાકારીની અભિવૃદ્ધિ કરવામાં અપાર મદદરૂપ રહેશે, ખાસ કરીને ચાલુ રહેલી મહામારી દરમ્યાન. કોવિડ 19થી સાજા થયેલા દર્દીઓના આરોગ્યના પુનર્વસનમાં તે કાર્યસાધક ભૂમિકા ભજવશે એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.

પશ્ચાદભૂ:

આયુષ મંત્રાલય અને વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ)એ સંયુક્તપણે મધ્ય 2019માં મોબાઇલ યોગ પર ધ્યાન કેન્દ્રિત કરીને એક પ્રોજેક્ટ હાથ ધર્યો હતો, 2030 સુધીમાં યુનિવર્સલ હેલ્થ કવરેજને હાંસલ કરવા માટે સંયુક્ત રાષ્ટ્રોના ટકાઉ વિકાસના લક્ષ્યો હેઠળ ‘બી હેલ્ધી, બી મોબાઇલ’ (બીએચબીએમ)ના વિચારની  તેણે કલ્પના કરી હતી. બી હેલ્ધી, બી મોબાઇલ (બીએચબીએમ) પહેલ હુની આગેવાનીમાં વૈશ્વિક ભાગીદારી છે જે બિનચેપી રોગો-નોન-કમ્યુનિકેબલ ડિસિઝ (એનસીડીઝ)નો સામનો કરવા નેશનલ હેલ્થ સિસ્ટમના કાર્યક્ષેત્રની અંદર મોબાઇલ હેલ્થ (એમ-હેલ્થ)ટેકનોલોજીને વધારવા ટેકો આપે છે.

ઉપર્યુક્ત હેતુઓ હાંસલ કરવા માટે, હુ અને આયુષ મંત્રાલય વચ્ચે એક સમજૂતી પત્ર પર જુલાઇ 2019માં સહી સિક્કા થયા હતા. એમ-યોગ પ્રોજેક્ટ ચાર ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે:

  1. સામાન્ય સુખાકારી માટે સામાન્ય યોગ શિષ્ટાચાર
  2. માનસિક આરોગ્ય અને ઉત્સાહ- સ્થિતિસ્થાપકતા માટે યોગ
  3. તરૂણો માટે યોગ; અને
  4. પ્રિ-ડાયાબિટિક્સ માટે યોગ.

 

આની ઉપર નિર્માણ કરતા, જરૂરી માહિતી પુસ્તક અને મોબાઇલ એપ્લિકેશનો મોરારજી દેસાઇ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ યોગ (એમડીએનઆઇવાય) દ્વારા હુ ટેકનોલોજી ભાગીદારો સાથે મસલતો કરીને વિક્સાવવાની હતી. માહિતી પુસ્તિકાનું કાર્ય આખરી તબક્કામાં છે અને હાલ શરૂ કરવામાં આવેલી એપ યુએનની છ સત્તાવાર ભાષાઓમાંથી બે, એટલે કે અંગ્રેજી અને હિંદીમાં ઉપલબ્ધ છે. આ કાર્યમાં, મોરારજી દેસાઇ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ યોગ (એમડીએનઆઇવાય) એ વિવિધ સમયગાળાના (45 મિનિટ્સ, 20 મિનિટ્સ અને 10 મિનિટ્સ)ના સામાન્ય સુખાકારીના સામાન્ય યોગ શિષ્ટાચાર, સામાન્ય યોગ શિષ્ટાચાર બૂકલેટ્સ, વીડિયો શૂટ્સ, યુએનની છ મુખ્ય ભાષામાં એના અનુવાદો અને બુકલેટ્સની ડિઝાઇન ભારત સરકારના આયુષ મંત્રાલયના નિર્દેશો હેઠળ તૈયાર કરવામાં અગ્રણી ભૂમિકા ભજવી હતી.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1729207) Visitor Counter : 353