મંત્રીમંડળ
કેબિનેટ સચિવે ડીપીઆઈઆઈટી સચિવ ડો. ગુરૂપ્રસાદ મહાપાત્રના નિધન અંગે શોક વ્યક્ત કર્યો
Posted On:
19 JUN 2021 11:07AM by PIB Ahmedabad
કેબિનેટ સચિવ શ્રી રાજીવ ગૌબાએ ડીપીઆઈઆઈટી સચિવ ડો. ગુરૂપ્રસાદ મહાપાત્રના અકાળે નિધન અંગે શોક વ્યક્ત કર્યો છે.
શ્રી ગૌબાએ પોતાના શોક સંદેશમાં કહ્યું, “ડો. મહાપાત્ર એક પ્રિય સહયોગી હતા અને વ્યૂહાત્મક કાર્યનીતિની વિચારધારા તથા નેતૃત્વના અસાધારણ ગુણોવાળા એક ઉત્કૃષ્ટ વહીવટી અધિકારી હતા.
અધિકારિતા સમૂહોમાંના એકના પ્રમુખ તરીકે, તેમણે કોવિડ-19 મહામારી વિરુદ્ધ વર્તમાન લડાઈમાં પૂર્ણ સમર્પણ સાથે કામ કર્યુ.
ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા પછી તથા અસ્વસ્થ હોવા છતાં, તેમણે લાંબા સમય સુધી કામ કરવાનું ચાલુ રાખ્યું અને ખૂબ પડકારરૂપ પરિસ્થિતિઓમાં દેશભરમાં ઓક્સિજનની સપ્લાય અંગે દેખરેખ રાખતા રહ્યા હતા.
તેઓ પોતાના સક્રિય દૃષ્ટિકોણ તથા જાહેર સેવા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા માટે યાદ રહેશે. તેમનું અકાળે નિધન આપણા સૌના માટે એક ક્યારેય ભરપાઈ ન થઈ શકે એવી ક્ષતિ છે. હું તેમના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરૂં છું.”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1728647)
Visitor Counter : 258
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam