રસાયણ અને ખાતર મંત્રાલય

મ્યુકોર્માયકોસિસના ઉપચાર માટે લિપોસોમલ એમ્ફોટેરિસિન બી ડ્રગનો પૂરતો સ્ટોક ભારત પાસે છે: શ્રી મનસુખ માંડવીયા


17 જૂન, 2021 સુધી તમામ રાજ્યો અને કેન્દ્રીય સંસ્થાઓને લિપોસોમલ એમ્ફોટોરિસિન બીની કુલ 7,28,045 શીશીઓ ઉપલબ્ધ કરાવાઈ

Posted On: 18 JUN 2021 2:16PM by PIB Ahmedabad

16 જૂન, 2021 ના રોજ મ્યુકોર્માયકોસિસના સક્રિય કેસ 27,142 હતા. ભવિષ્યમાં પણ, જો બ્લેક ફુગના કેસોમાં વધારો થાય છે, તો એમ્ફ્ટોરિસિન બી દવા અને અન્ય દવાઓ કે જે મ્યુકોર્માયકોસિસના દર્દીઓની સારવાર માટે જરૂરી છે તેની પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધતા માટે ભારત તૈયાર છે. ભારતે સ્થાનિક ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કર્યો છે જેમાં પાંચ ગણાથી વધુનો વધારો થયો છે. લિપોસોમલ એમ્ફોટોરિસિન બીનું ઘરેલું ઉત્પાદન એપ્રિલ, 2021 માં માત્ર 62,000 શીશીઓ હતું અને હવે જૂન, 2021 માં તે 3.75 લાખ શીશીઓ વટાવે તેવી સંભાવના છે. ઘરેલું ઉત્પાદનમાં વધારો કરતી વખતે, ભારતે મેસર્સ માયલન દ્વારા 9,05,000 લિપોસોમલ એમ્ફોટોરિસિન બ્રાયલ્સ આયાત કરવાનો ઓર્ડર પણ આપ્યો હતો. ભારત દેશમાં એમ્ફોટેરિસિન બી દવાઓની ઉપલબ્ધતાને વધારવા માટે કોઈ કસર છોડશે નહીં, એમ રસાયણ અને ખાતરો રાજ્યમંત્રી શ્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું.

https://twitter.com/mansukhmandviya/status/1405803653877813248?s=19

ફાર્માસ્યુટિકલ્સ વિભાગ, કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલયે 17 જૂન, 2021 સુધીમાં તમામ રાજ્યો અને કેન્દ્રીય સંસ્થાઓને લિપોસોમલ એમ્ફોટોરિસિન બીની કુલ 7,28,045 શીશીઓ ફાળવી છે. એમ્ફ્ટોરિસિન બી દવા મ્યુકોર્માયકોસિસની સારવાર માટે વપરાય છે, જેને સામાન્ય રીતે બ્લેક ફૂગ તરીકે ઓળખવામાં આવે છે.

 

લિપોસોમલ એમ્ફોટોરિસિન બી શીશીઓની રાજ્ય મુજબની ફાળવણી

11મી મે, 2021થી 17 જૂન, 2021 સુધી

અનુક્રમ નં.

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ

કુલ શીશીઓ

1

આંદામાન અને નિકોબાર

0

2

આંધ્રપ્રદેશ

47510

3

અરુણાચલ પ્રદેશ

0

4

આસામ

200

5

બિહાર

8540

6

ચંદીગઢ

2800

7

છત્તીસગઢ

4720

8

દમણ, દિવ, દાદરા અને નગર હવેલી

500

9

દિલ્હી

21610

10

ગોવા

740

11

ગુજરાત

148410

12

હરિયાણા

25560

13

હિમાચલ પ્રદેશ

470

14

જમ્મુ અને કાશ્મીર (યુટી)

600

15

ઝારખંડ

2030

16

કર્ણાટક

52620

17

કેરળ

2030

18

લદાખ (યુટી)

0

19

લક્ષદ્વીપ

0

20

મધ્યપ્રદેશ

49770

21

મહારાષ્ટ્ર

150265

22

મણિપુર

150

23

મેઘાલય

0

24

મિઝોરમ

0

25

નાગાલેન્ડ

100

26

ઓડિશા

1260

27

પુડુચેરી

460

28

પંજાબ

8280

29

રાજસ્થાન

63070

30

સિક્કિમ

0

31

તમિલનાડુ

25260

32

તેલંગણા

34350

33

ત્રિપુરા

150

34

ઉત્તરપ્રદેશ

39290

35

ઉત્તરાખંડ

3380

36

પશ્ચિમ બંગાળ

2640

37

કેન્દ્રીય સંસ્થાઓ

31280

 

કુલ

728045

 

***

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1728188) Visitor Counter : 267