સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
                
                
                
                
                
                
                    
                    
                        ભારતનો એક્ટિવ કેસ લોડ 70 દિવસ પછી 9 લાખથી નીચે આવી ગયો છે
                    
                    
                        
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 62,224 દૈનિક નવા કેસ નોંધાયા
એક મહિના કરતાં વધુ સમયથી દૈનિક નવા નોંધાતા કેસો કરતાં દરરોજ નવા સાજા થનારાનો આંકડો વધારે જળવાઇ રહ્યો છે
સાજા થવાનો દર વધીને 95.80% થયો
દૈનિક પોઝિટીવિટી દર 3.22%,  સતત 9 દિવસથી પોઝિટીવિટી દર 5% કરતાં ઓછો નોંધાય છે
                    
                
                
                    Posted On:
                16 JUN 2021 10:52AM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                ભારતમાં દૈનિક નવા કોવિડ કેસોમાં સતત ઘટાડો નોંધાયો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા 62,224 કેસ નોંધાયા છે. દેશમાં 9 સાતમા દિવસે પણ દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસોનો આંકડો 1 લાખથી નીચે રહ્યો છે. કેન્દ્ર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સતત અને સહયોગપૂર્ણ પ્રયાસોના ફળરૂપે આ પરિણામ પ્રાપ્ત થયું છે.

ભારતમાં સક્રિય કેસોના ભારણમાં એકધારું ઘટાડાનું વલણ જળવાઇ રહ્યું છે. દેશમાં સક્રિય કેસોનું ભારણ આજે 8,65,432 નોંધાયું છે. સક્રિય કેસોનું ભારણ 70 દિવસ પછી 9 લાખની નીચે જળવાઇ રહ્યું છે.
છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 47,946 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે અને દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોની સંખ્યા હવે ફક્ત 2.92% રહી છે.

 
ભારતમાં કોવિડથી સંક્રમિત થયેલા વધુને વધુ દર્દીઓ સાજા થઇ રહ્યાં હોવાથી સતત 32 દિવસથી દેશમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા દર્દીઓની સરખામણીને નવા સાજા થયેલા દર્દીઓનો આંકડો વધારે જળવાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1, 07,628 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.
છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસ કરતાં નવા સાજા થયેલાની સંખ્યા 45000થી (45,404) વધારે છે.
 

 
મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસોમાંથી 2,83,88,100 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં 1,07,628 દર્દી સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર વધીને 95.80% થયો છે અને તેમાં સતત વૃદ્ધિનું વલણ જળવાઇ રહ્યું છે.

દેશમાં પરીક્ષણોની ક્ષમતામાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 19,30,987 પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કરવામાં આવેલા કુલ પરીક્ષણોનો આંકડો 38.33 કરોડ જેટલો (38,33,06,971) થઇ ગયો છે.
 
એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસોની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 4.17% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 3.22% નોંધાયો છે. સતત 9 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

 
ગઈ કાલે ભારતે 26 કરોડ રસીકરણ કવરેજના સીમાચિહ્નને પાર કર્યો. આજે સવારે 7 વાગ્યા સુધીમાં પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલો અનુસાર દેશમાં કુલ 36,17,099 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 28,00,458 ડોઝ આપવામાં આવ્યા છે.
આમાં શામેલ છે: 
	
		
			| 
			 HCWs 
			 | 
			
			 પ્રથમ ડોઝ 
			 | 
			
			 1,00,79,330 
			 | 
		
		
			| 
			 બીજો ડોઝ 
			 | 
			
			 70,00,612 
			 | 
		
		
			| 
			 FLWs 
			 | 
			
			 પ્રથમ ડોઝ 
			 | 
			
			 1,69,10,170 
			 | 
		
		
			| 
			 બીજો ડોઝ 
			 | 
			
			 89,10,305 
			 | 
		
		
			| 
			 18 થી 44 વર્ષનું વયજૂથ 
			 | 
			
			 પ્રથમ ડોઝ 
			 | 
			
			 4,51,03,965 
			 | 
		
		
			| 
			 બીજો ડોઝ 
			 | 
			
			 9,00,035 
			 | 
		
		
			| 
			 45 થી 60 વર્ષનું વયજૂથ 
			 | 
			
			 પ્રથમ ડોઝ 
			 | 
			
			 7,72,98,842 
			 | 
		
		
			| 
			 બીજો ડોઝ 
			 | 
			
			 1,22,00,449 
			 | 
		
		
			| 
			 60 વર્ષથી વધારે ઉંમરના લાભાર્થી 
			 | 
			
			 પ્રથમ ડોઝ 
			 | 
			
			 6,32,89,614 
			 | 
		
		
			| 
			 બીજો ડોઝ 
			 | 
			
			 2,02,78,692 
			 | 
		
		
			| 
			 કુલ 
			 | 
			
			 26,19,72,014 
			 | 
		
	
 
****
 
SD/GP
 
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  
@PIBAhmedabad   
 /pibahmedabad1964   
 /pibahmedabad  
pibahmedabad1964[at]gmail[dot]com
                
                
                
                
                
                (Release ID: 1727449)
                Visitor Counter : 267
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Telugu 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam 
                    
                        ,
                    
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Kannada