પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2022માં ટોપ-200 પોઝિશન્સમાં સ્થાન મેળવવા બદલ આઈઆઈટી-બોમ્બે, આઈઆઈટી-દિલ્હી અને આઈઆઈએસસી-બેંગલુરુને અભિનંદન આપ્યા


આઈઆઈએસસી-બેંગલુરુને સંશોધન માટે વિશ્વભરમાં નં. 1 રેન્ક પ્રાપ્ત

Posted On: 09 JUN 2021 7:56PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આઈઆઈટી-બોમ્બે, આઈઆઈટી-દિલ્હી અને આઈઆઈએસસી-બેંગલુરુને ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2022માં ટોપ-200 પોઝિશન્સમાં સ્થાન મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. 

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “@iiscbangalore, @iitbombay અને @iitdelhiને અભિનંદન. ભારતની વધુ યુનિવર્સિટીઝ અને સંસ્થાઓ વૈશ્વિક ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરે એ માટેના અને યુવાનોમાં બૌદ્ધિક સાહસને સહયોગ આપવા પ્રયાસો થઈ રહ્યા છે. https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1725638

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1725789) Visitor Counter : 252