મંત્રીમંડળ
ટકાઉ શહેરી વિકાસના ક્ષેત્રે ભારત અને જાપાન વચ્ચે સહકાર પત્રને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી
Posted On:
02 JUN 2021 12:51PM by PIB Ahmedabad
ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય અને જાપાન સરકારના જમીન, માળખાગત સુવિધાઓ અને પરિવહન અને પર્યટન મંત્રાલય વચ્ચે શહેરી વિકાસ અંગેના 2007ના હાલના એમઓયુના બદલે સહી સિક્કા થનારા ટકાઉ શહેરી વિકાસ અંગેના સહકાર પત્ર- મેમોરેન્ડમ ઑફ કૉ-ઓપરેશન (એમઓસી)ને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે.
અમલીકરણ વ્યૂહરચના:
એમઓસીના માળખા હેઠળ સહકાર અંગે કાર્યક્રમોનો વ્યૂહ ઘડવા અને અમલી કરવા માટે એક સંયુક્ત કાર્યકારી જૂથ (જેડબલ્યુજી)ની રચના કરવામાં આવશે. આ સંયુક્ત કાર્યકારી જૂથ વર્ષમાં એક વાર જાપાનમાં અને ભારતમાં વૈકલ્પિક રીતે મળશે.
આ એમઓસી હેઠળ સહકાર સહી થયાની તારીખથી શરૂ થશે અને પાંચ વર્ષના ગાળા માટે ચાલુ રહેશે. ત્યારબાદ, તે વખતે 5 વર્ષના વધુ ગાળા માટે તે આપમેળે નવીનીકરણ થઈ શક્શે.
મહત્ત્વની અસર:
આ એમઓસી બેઉ દેશો વચ્ચે ટકાઉ શહેરી વિકાસના ક્ષેત્રે મજબૂત, ગાઢ અને લાંબા ગાળાના દ્વિપક્ષી સહકારને ઉત્તેજન આપશે.
લાભો:
આ એમઓસીથી શહેરી આયોજન, સ્માર્ટ સિટી વિકાસ, પરવડે એવા આવાસ (ભાડાના આવાસ સહિત), શહેરી પૂર વ્યવસ્થાપન, ગટર અને ગંદા પાણીનું વ્યવસ્થાપન, શહેરી પરિવહન ( ઇન્ટેલિજન્ટ પરિવહન સંચાલન પ્રણાલિ, ટ્રાન્ઝિટ લક્ષી વિકાસ અને મલ્ટીમોડલ ઇન્ટિગ્રેશન સહિત) અને આફત સામે ટકે એવા વિકાસ સહિતના ટકાઉ શહેરી વિકાસના ક્ષેત્રોમાં રોજગારની તકો સર્જે એવી અપેક્ષા છે.
વિગતો:
આ એમઓસીના હેતુઓ શહેરી વિકાસ, સ્માર્ટ સિટી વિકાસ, પરવડે એવા આવાસ (ભાડાંના આવાસ સહિત), શહેરી પૂર વ્યવસ્થાપન, ગટર અને ગંદા પાણીના વ્યવસ્થાપન, ઇન્ટેલિજન્ટ પરિવહન સંચાલન પ્રણાલિ, ટ્રાન્ઝિટ લક્ષી વિકાસ, મલ્ટી મોડલ ઇન્ટિગ્રેશન, આફત સામે ઝીંક ઝીલી શકે એવો વિકાસ સહિતના ટકાઉ શહેરી વિકાસના ક્ષેત્રે અને બેઉ દેશોએ પરસ્પર ઓળખી કાઢેલા અન્ય ક્ષેત્રોમાં ભારત-જાપાન તકનિકી સહકારને સુગમ અને મજબૂત કરવાનો છે. સૂચિત એમઓસીથી ઉપર્યુક્ત ક્ષેત્રોમાં ચાવીરૂપ વિદ્વતા અને શ્રેષ્ઠ પ્રણાલિનું આદાન પ્રદાન થઈ શક્શે.
(Release ID: 1723698)
Visitor Counter : 273
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam