સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં સક્રિય કેસોનું ભારણ ઘટીને 22,28,724 થયું; છેલ્લા 24 કલાકમાં 1,14,428 દર્દીનો ઘટાડો થયો


છેલ્લા 45 દિવસમાં દૈનિક ધોરણે સૌથી ઓછા 1.73 લાખ નવા કેસ નોંધાયા

છેલ્લા 2 દિવસમાં દૈનિક ધોરણે નવા સંક્રમિતોની સંખ્યા 2 લાખ કરતાં ઓછી

સતત 16 દિવસથી દૈનિક ધોરણે નવા કેસોની સરખામણીએ સાજા થનારાઓની સંખ્યા વધારે જળવાઇ રહી છે

સાજા થવાનો દર વધીને 90.80% સુધી પહોંચ્યો

દૈનિક પોઝિટીવિટી દર 8.36% નોંધાયો; છેલ્લા 5 દિવસથી 10%થી નીચે જળવાઇ રહ્યો છે

પરીક્ષણોની સંખ્યામાં નોંધપાત્ર વધારો – આજદિન સુધીમાં કુલ પરીક્ષણોનો આંકડો વધીને 34.1 કરોડ થયો

Posted On: 29 MAY 2021 10:20AM by PIB Ahmedabad

ભારતમાં સક્રિય કેસોના ભારણ વધુ ઘટાડો થઇને આજે 22,28,724 નોંધાયું છે. 10 મે 2021ના રોજ સક્રિય કેસોમાં સર્વાધિક સંખ્યા નોંધાયા પછી તેમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 1,14,428 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોની સંખ્યા હવે 8.04% રહી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0012N41.jpg

 

દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં સતત ઘટાડાના ભાગરૂપે, દેશમાં સતત તેર દિવસથી દૈનિક ધોરણે નવા નોંધાતા કેસોની સંખ્યા 3 લાખ કરતાં ઓછી જળવાઇ રહી છે. છેલ્લા 2 દિવસથી સતત દૈનિક ધોરણે નવા કેસોનો આંકડો 2 લાખથી ઓછો નોંધાય છે. છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા 1,73,790 કેસ પોઝિટીવ નોંધાયા છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0022SIH.jpg

ભારતમાં સતત 16મા દિવસે દૈનિક ધોરણે નવા નોંધાયેલા પોઝિટીવ દર્દીઓની સરખામણીએ નવા સાજા થનારા કેસની સંખ્યા વધારે જળવાઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં વધુ 2,84,601 દર્દી સાજા થઇ ગયા છે.

છેલ્લા 24 કલાક દરમિયાન દૈનિક ધોરણે નવા કેસોની સરખામણીએ નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,10,811 વધારે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0030KT2.jpg

મહામારીના પ્રારંભથી આજદિન સુધીમાં કુલ સંક્રમિત થયેલા દર્દીઓમાંથી 2,51,78,011 લોકો કોવિડ-19માંથી સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 2,84,601 દર્દી સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર વધીને 90.80% થયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004S1NJ.jpg

છેલ્લા 24 કલાકમાં દેશમાં 20,80,048 પરીક્ષણો કરવામાં આવ્યા છે અને આજદિન સુધીમાં થયેલા કુલ પરીક્ષણોની સંખ્યા 34.11 કરોડ થઇ ગઇ છે.

દેશમાં એક તરફ પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસોની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 9.84% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર ઘટ્યો છે અને આજે 8.36% નોંધાયો છે. સળંગ 5 દિવસથી આ દર 10%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005CYV0.jpg

 

રાષ્ટ્રવ્યાપી કોવિડ-19 રસીકરણ અભિયાનના ભાગરૂપે આજદિન સુધીમાં દેશમાં કોવિડ-19 વિરોધી રસીના કુલ 20.89 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. અમેરિકા પછી દુનિયામાં ભારત બીજો દેશ છે જેણે રસીના 20 કરોડથી વધારે ડોઝ આપવાનું સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે.

આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલો અનુસાર દેશમાં કુલ 29,72,971 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 20,89,02,445 ડોઝ આપવામાં આવ્યા છે.

આમાં સામેલ છે:

 

HCWs

પ્રથમ ડોઝ

98,43,534

બીજો ડોઝ

67,60,010

FLWs

પ્રથમ ડોઝ

1,54,62,813

બીજો ડોઝ

84,63,622

18 થી 44 વર્ષનું વયજૂથ

પ્રથમ ડોઝ

1,67,66,581

 

બીજો ડોઝ

298

45 થી 60 વર્ષનું વયજૂથ

પ્રથમ ડોઝ

6,45,90,833

બીજો ડોઝ

1,03,52,228

60 વર્ષથી વધારે ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

5,81,15,492

બીજો ડોઝ

1,85,47,034

કુલ

20,89,02,445

SD/GP/JD

 

 


(Release ID: 1722623) Visitor Counter : 222