સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
એક જ દિવસમાં 21.23 લાખ પરીક્ષણ, ભારતે છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ દૈનિક પરીક્ષણ કરીને ફરી નવો વિક્રમ સ્થાપિત કર્યો
સળંગ પાંચમા દિવસે દૈનિક પરીક્ષણોનો આંકડો 20 લાખ કરતાં વધારે રહ્યો
36 દિવસ પછી દૈનિક ધોરણે નવા કેસની સંખ્યા સૌથી ઓછી એટલે કે 2.4 લાખ નોંધાઇ
દૈનિક પોઝિટીવિટી દર ઘટીને 11.34% થયો
प्रविष्टि तिथि:
23 MAY 2021 11:25AM by PIB Ahmedabad
ભારતે છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે અત્યાર સુધીમાં સર્વાધિક 21.33 લાખ કરતાં વધારે પરીક્ષણો કરીને ફરી વખત એક જ દિવસમાં સૌથી વધારે પરીક્ષણોનો વિક્રમ સ્થાપિત કર્યો છે. આ સાથે, સળંગ પાંચમા દિવસે ભારતમાં દૈનિક ધોરણે પરીક્ષણોનો આંકડો 20 લાખથી વધારે નોંધાયો છે. ભારતે જાન્યુઆરી 2020થી અત્યાર સુધીમાં પોતાની દૈનિક પરીક્ષણોની ક્ષમતામાં નોંધપાત્ર વૃદ્ધિ કરી છે અને હાલમાં દૈનિક લગભગ 25 લાખ પરીક્ષણોની ક્ષમતા પ્રાપ્ત કરી છે.
દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કરવામા આવેલા કુલ પરીક્ષણોની સંખ્યા 21,23,782 છે.

દેશમાં દૈનિક પોઝિટીવિટી દર સતત ઘટી રહ્યો છે અને હાલમાં તે ઘટીને 11.34% થઇ ગયો છે.
દૈનિક પોઝિટીવિટી દર (7 દિવસની સરેરાશ)નો ચિતાર નીચેના આલેખમાં આપ્યો છે. 10 મેથી અત્યાર સુધીમાં તે સૌથી ઓછો નોંધાયો છે.

અન્ય એક સકારાત્મક સુધારારૂપે, ભારતમાં સળંગ 7 દિવસથી દૈનિક ધોરણે નવા નોંધાતા કેસોની સંખ્યા 3 લાખ કરતાં ઓછી જળવાઇ રહી છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં દૈનિક ધોરણે નવા 2,40,842 દર્દીઓ સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઇ છે. અગાઉ 17 એપ્રિલ 2021ના રોજ 2.34 લાખ કેસ એક દિવસમાં નોંધાયા હતા ત્યારથી અત્યાર સુધીમાં આ સૌથી ઓછો આંકડો છે.
ભારતમાં સતત નવમા દિવસે પણ દૈનિક ધોરણે નવા નોંધાયેલા દર્દીઓની સરખામણીએ નવા સાજા થયેલા કેસોની સંખ્યા વધારે રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 3,55,102 દર્દીઓ સાજા થઇ ગયા છે.
ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને આજે 2,34,25,467 સુધી પહોંચી ગઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 88.30% સુધી પહોંચી ગયો છે.
બીજી તરફ, ભારતમાં કુલ સક્રીય કેસોનું ભારણ આજે 28,05,399 નોંધાયું છે.
છેલ્લા 24 કલાકમાં કુલ સક્રીય કેસોની સંખ્યામાં 1,18,001 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી હવે સક્રીય કેસોની ટકાવારી 10.57% રહી છે.
ભારતમાં કુલ સક્રીય કેસોમાંથી 66.88% દર્દી 7 રાજ્યોમાં છે.

રાષ્ટ્રીય મૃત્યુદર હાલમાં 1.13% છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,741 દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે.
નવા નોંધાયેલા મૃત્યુમાંથી 73.88% દર્દીઓ દસ રાજ્યમાંથી હતા. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ મૃત્યુ (682) નોંધાયા છે. તે પછી, દૈનિક ધોરણે 451 દર્દીના મૃત્યુ સાથે કર્ણાટક છે.

દેશભરમાં ચાલી રહેલા કોવિડ રસીકરણ અભિયાનના તબક્કા-3 અંતર્ગત આજદિન સુધીમાં આપવામાં આવેલા કોવિડ-19 વિરોધી રસીના કુલ ડોઝનો આંકડો આજે 19.50 કરોડ કરતાં વધારે થઇ ગયો છે.
આજે સવારે 7 વાગે પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલ અનુસાર દેશભરમાં આજદિન સુધીમાં સંયુક્ત રીતે કુલ 28,00,808 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 19,50,04,184 ડોઝ આપવામાં આવ્યા છે. આમાંથી 97,52,900 HCWs એ પ્રથમ ડોઝ અને 67,00,614 HCWs એ બીજો ડોઝ લીધો છે. આ ઉપરાંત, 1,49,52,345 FLWs એ પ્રથમ ડોઝ અને 83,26,534 FLWs એ બીજો ડોઝ લીધો છે. 18થી 45 વર્ષના વયજૂથના 99,93,908 લાભાર્થીએ પ્રથમ ડોઝ લીધો છે, 45 થી 60 વર્ષ સુધીના વયજૂથમાં 6,06,90,560 લાભાર્થીએ પ્રથમ ડોઝ અને 97,87,289 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે અને 60 વર્ષથી વધુ ઉંમરના 5,65,55,558 લાભાર્થીએ પ્રથમ ડોઝ જ્યારે 1,82,44,476 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે.
|
HCWs
|
પ્રથમ ડોઝ
|
97,52,900
|
|
બીજો ડોઝ
|
67,00,614
|
|
FLWs
|
પ્રથમ ડોઝ
|
1,49,52,345
|
|
બીજો ડોઝ
|
83,26,534
|
|
18-44 વર્ષના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
99,93,908
|
|
45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના
|
પ્રથમ ડોઝ
|
6,06,90,560
|
|
બીજો ડોઝ
|
97,87,289
|
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
5,65,55,558
|
|
બીજો ડોઝ
|
1,82,44,476
|
|
કુલ
|
|
દેશમાં આજદિન સુધીમાં આપવામાં રસીના કુલ ડોઝમાંથી 66.27% ડોઝ દસ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.

SD/GP/JD
(रिलीज़ आईडी: 1721019)
आगंतुक पटल : 357
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Marathi
,
हिन्दी
,
Assamese
,
English
,
Urdu
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam