સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારત સરકારે 15 જૂન 2021 સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઉપલબ્ધ થનારા રસીના ડોઝના પુરવઠાની આગોતરી માહિતી આપી


રાજ્યોને કોવિડ રસી આપવા માટે અગાઉથી જિલ્લા અનુસાર, કોવિડ રસીકરણ કેન્દ્ર (CVC) અનુસાર આયોજન કરવાની અને તેને પ્રકાશિત કરવાની સલાહ આપવામાં આવી

રસીકરણ કેન્દ્રો પર અતિ ભીડ એકઠી થતી ટાળવા માટે CVC દ્વારા CoWIN પર અગાઉથી કૅલેન્ડર પ્રકાશિત કરવામાં આવશે

Posted On: 19 MAY 2021 12:13PM by PIB Ahmedabad

દેશભરમાં ઉદારીકૃત કિંમતો અને પ્રવેગિત રાષ્ટ્રીય કોવિડ-19 રસીકરણ વ્યૂહનીતિનો 1 મે 2021થી અમલ શરૂ કરવામાં આવ્યો છે. આ નીતિના ભાગરૂપે, દર મહિને કોઇપણ ઉત્પાદક માટે કેન્દ્રીય દવા લેબોરેટરી (CDL) દ્વારા મંજૂર કરવામાં આવેલા કુલ ડોઝમાંથી ફક્ત 50% ડોઝ ભારત સરકાર દ્વારા લેવામાં આવશે. ભારત સરકાર આ તમામ ડોઝ રાજ્ય સરકારોને અગાઉની જેમજ સંપૂર્ણ વિનામૂલ્યે આપવાનું ચાલુ રાખશે. આ ઉપરાંત, દર મહિને CDL દ્વારા માન્ય કરવામાં આવેલા રસીના બાકી રહેલા 50% જથ્થાને રાજ્ય સરકારો અને ખાનગી હોસ્પિટલો દ્વારા સીધા જ ઉત્પાદક પાસેથી ખરીદી કરવા માટે રાખવામાં આવશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મહિનાના બે પખવાડિયાના સમયગાળા દરમિયાન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પૂરા પાડવામાં આવનારા રસીના ડોઝની ઉપલબ્ધતા વિશે અગાઉથી માહિતી આપવામાં આવી રહી છે અને રાજ્યો તેમજ ખાનગી હોસ્પિટલો દ્વારા ઉત્પાદકો પાસેથી સીધી ખરીદી કરવા માટે રાજ્યોને ઉપલબ્ધ જથ્થાની માહિતી પણ આપવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ ગઇકાલે કોવિડ-19ની પરિસ્થિતિ વિશે રાજ્યો અને જિલ્લા અધિકારીઓ સાથે ગઇકાલે કરેલા સંવાદનમાં આ બાબત પર પ્રકાશ પાડ્યો હતો.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ફરી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મે 2021 દરમિયાન અને જૂન 2021ના પ્રથમ પખવાડિયા દરમિયાન ભારત સરકારની ચેનલ મારફતે કોવિડ રસીના ડોઝ (કોવિશિલ્ડ અને કોવેક્સિન બંને)ની ફાળવણી (જે વિનામૂલ્યે આપવામાં આવે છે) અંગે લેખિતમાં જાણ કરી છે અને રાજ્યો તેમજ ખાનગી હોસ્પિટલો દ્વારા મે અને જૂન 2021 દરમિયાન સીધા ઉત્પાદક પાસેથી ખરીદી કરવા માટે રસીના ઉપલબ્ધ ડોઝ (કોવિશિલ્ડ અને કોવેક્સિન બંને)ની માહિતી પણ આપી છે. આ આગોતરી સ્પષ્ટતાથી રાજ્યો બહેતર અને વધુ અસરકારક આયોજન કરી શકશે.

ભારત સરકાર દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને અગાઉથી આપવામાં આવેલી સ્પષ્ટતા અનુસાર, 5 કરોડ 86 લાખ 29 હજાર ડોઝ 1 મે 2021થી 15 જૂન 2021 દરમિયાન ભારત સરકાર દ્વારા રાજ્યોને વિનામૂલ્યે પૂરા પાડવામાં આવશે.

આ ઉપરાંત, રસીના ઉત્પાદકો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, કુલ 4 કરોડ 87 લાખ 55 હજાર ડોઝ જૂન 2021 સુધીમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને સીધી ખરીદી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

રસી અંગેની ઉપરોક્ત સ્પષ્ટતા અને જૂન 2021 સુધી સ્પષ્ટ પુરવઠા સમયરેખાને ધ્યાનમાં રાખીને તેમજ કોવિડ-19 રસીકરણ કવાયતના સફળ અમલીકરણ માટે ઉપલબ્ધ ડોઝનો કાર્યદક્ષ અને ઉચિત ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને નીચે ઉલ્લેખિત સલાહ આપવામાં આવી છે:

  1. કોવિડ-19 રસી આપવા માટે જિલ્લા અનુસાર, કોવિડ રસીકરણ કેન્દ્ર (CVC) અનુસાર અગાઉથી આયોજન કરવામાં આવે.
  2. વિશાળ જનસમુદાયમાં આ બાબતે જાગૃતિ ફેલાવવા માટે આવા આયોજનની માહિતીનો પ્રસાર કરવા માટે બહુવિધ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવે.
  3. રાજ્ય સરકારો અને ખાનગી CVCs બંને CoWIN ડિજિટલ પ્લેટફોર્મ પર અગાઉથી તેમનું રસીકરણ કૅલેન્ડર પ્રકાશિત કરે.
  4. રાજ્યો અને ખાનગી CVCs એક દિવસીય રસીકરણ કૅલેન્ડર પ્રકાશિત કરવાનું બંધ કરે.
  5. CVCs ખાતે લોકોની અતિ ભીડ એકત્ર ના થાય તે સુનિશ્ચિત કરવામાં આવે.
  6. CoWIN પર એપોઇન્ટમેન્ટના બુકિંગની પ્રક્રિયા ઝંઝટમુક્ત હોય તેવું સુનિશ્ચિત કરવામાં આવે.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપવામાં આવી છે કે, તેઓ 15 જૂન 2021 સુધી કોવિડ-19 રસી આપવા અંગેનું આયોજન તૈયાર કરવા માટે સંબંધિત અધિકારીઓને નિર્દેશો આપે.

દેશમાં સૌથી સંવદેનશીલ વસ્તી સમુદાયને કોવિડ-19થી સુરક્ષિત રાખવા માટેના મુખ્ય સાધન એવી રસીકરણ કવાયતની નિયમિત ધોરણે સમીક્ષા કરવામાં આવે છે અને ઉચ્ચ સ્તરે તેના પર દેખરેખ રાખવામાં આવે છે.

SD/GP/JD

 



(Release ID: 1719874) Visitor Counter : 294