સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારત સરકાર દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આજદિન સુધીમાં 20 કરોડથી વધારે રસીના ડોઝ વિનામૂલ્યે આપવામાં આવ્યા


રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે રસીકરણ માટે હજુ પણ 2 કરોડથી વધારે ડોઝ ઉપલબ્ધ

આગામી 3 દિવસમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને વધુ 3 લાખ જેટલા ડોઝ પ્રાપ્ત થશે

Posted On: 17 MAY 2021 12:01PM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનના ભાગરૂપે ભારત સરકાર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડની રસી વિનામૂલ્યે પૂરી પાડીને તેમને પૂરતો સહકાર આપી રહી છે તેમજ રસીના ઉત્પાદન અને પુરવઠામાં વધારો કરવા માટે પણ કેન્દ્ર દ્વારા ઘણા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. મહામારીના નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે ભારત સરકારે તૈયાર કરેલી વ્યાપક વ્યૂહનીતિમાં રસીકરણ કવાયત એક અભિન્ન આધારસ્તંભ સમાન છે જેમાં અન્ય મુદ્દા તરીકે ટેસ્ટ, ટ્રેસ, ટ્રેક અને કોવિડ માટે યોગ્ય આચરણનું પાલનનો સમાવેશ થાય છે.

કોવિડ-19 રસીકરણની ઉદારીકૃત અને પ્રવેગિત તબક્કા-3ની વ્યૂહનીતિનો અમલ 1 મે 2021ના રોજથી શરૂ કરવામાં આવ્યો છે. આ નીતિ અંતર્ગત, દર મહિને કોઇપણ ઉત્પાદક માટે કેન્દ્રીય દવા લેબોરેટરી (CDL) દ્વારા મંજૂર કરવામાં આવેલા કુલ ડોઝમાંથી 50% ડોઝ ભારત સરકાર દ્વારા લેવામાં આવશે. ભારત સરકાર આ તમામ ડોઝ રાજ્ય સરકારોને અગાઉની જેમજ સંપૂર્ણ વિનામૂલ્યે આપવાનું ચાલુ રાખશે.

ભારત સરકારે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આજદિન સુધીમાં રસીના 20 કરોડ કરતાં વધારે (20,76,10,230) ડોઝ વિનામૂલ્યે પૂરા પાડ્યા છે. આમાંથી 16 મે સુધી સરેરાશના આધારે કરવામાં આવેલી ગણતરી અનુસાર બગાડ સહિત 18,71,13,705 ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે (આજે સવારે 8 વાગ્યા સુધીમાં પ્રાપ્ત થયેલા ડેટા અનુસાર).

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે રસીકરણની કામગીરી આગળ વધારવા માટે હજુ પણ કોવિડની રસીના 2 કરોડ કરતાં વધારે (2,04,96,525) ડોઝ ઉપલબ્ધ છે.

આ ઉપરાંત, આગામી 3 દિવસમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના વધુ લગભગ 3 લાખ (2,94,660) ડોઝ પ્રાપ્ત થઇ જશે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001SW8N.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002G56K.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003R5OT.jpg

SD/GP/JD


(Release ID: 1719279) Visitor Counter : 260