પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રી હોમેન બોરગોહેનનાં નિધન અંગે શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 12 MAY 2021 12:52PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી હોમેન બોરગોહેનના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે.

 

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "શ્રી હોમેન બોરગોહેનને આસામી સાહિત્ય અને પત્રકારત્વમાં તેમના સમૃદ્ધ યોગદાન માટે યાદ કરવામાં આવશે. તેમના કાર્યોથી આસામીના જીવન અને સંસ્કૃતિના વિવિધ પાસાઓ પ્રતિબિંબિત થાય છે. તેમના નિધનથી દુઃખ થયું છે, તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ. "


(રીલીઝ આઈડી: 1717885) મુલાકાતી સંખ્યા : 246