સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
વૈશ્વિક સમુદાય પાસેથી પ્રાપ્ત થયેલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ, જનરેશન પ્લાન્ટ્સ અને 3 લાખ કરતાં વધારે રેમડેસિવીરની શીશી સહિતની સહાય રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ-19 સામેની જંગમાં તાકીદે પહોંચાડી
ભારતમાં કુલ રસીકરણ કવરેજ 17 કરોડના સીમાચિહ્નરૂપ આંકડા સુધી પહોંચી ગયું
ભારત સૌથી ઝડપી ગતિએ રસીના 17 કરોડ ડોઝ આપનારો દેશ બન્યો
18થી 44 વર્ષની વયજૂથના 20.31 લાખ કરતાં વધારે લાભાર્થીઓનું રસીકરણ થયું
છેલ્લા 10 દિવસ દૈનિક ધોરણે સરેરાશ સાજા થનારા દર્દીઓનો આંકડો 3.28 લાખથી વધારે નોંધાયો
Posted On:
10 MAY 2021 10:49AM by PIB Ahmedabad
મહામારી સામેની જંગમાં સહાયતા માટે અત્યાર સુધીમાં ભારતને વૈશ્વિક સમુદાય પાસેથી પ્રાપ્ત થયેલા 6,738 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ, 3,856 ઓક્સિજન સિલિન્ડર, 16 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ્સ, 4,668 વેન્ટિલેટર્સ/ Bi PAP/ C PAP અને ત્રણ લાખથી વધારે રેમડેસિવીરના વાયલ (શીશી)ની ડિલિવરી રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કરવામાં આવી છે/રવાના કરવામાં આવ્યા છે જેથી તેમની માળખાકીય સુવિધામાં વધારો થઇ શકે. વૈશ્વિક સમુદાય પાસેથી પ્રાપ્ત થયેલી સહાય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઝડપથી પહોંચડવા માટે કેન્દ્ર સરકારે તાત્કાલિક કસ્ટમ મંજૂરી અને હવાઇ તેમજ રોડ માર્ગેથી જથ્થો પહોંચાડવાની કામગીરી સુનિશ્ચિત કરી છે.
અન્ય એક નોંધનીય પ્રગતિરૂપે, ભારતમાં ચાલી રહેલા કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કાનું દેશભરમાં વિસ્તરણ કરવામાં આવ્યું હોવાથી આ કવાયત અંતર્ગત આજદિન સુધીમાં દેશમાં આપવામાં આવેલા કુલ રસીના ડોઝનો આંકડો 17 કરોડના સીમાચિહ્ન સુધી પહોંચી ગયો છે.
ભારત કોવિડની રસીના 17 કરોડ ડોઝ સૌથી ઝડપી ગતિએ આપનારો દેશ બની ગયો છે. ચીનને આ સીમાચિહ્ન સુધી પહોંચવામાં 119 દિવસ જ્યારે USAને 115 દિવસ થયા હતા.

આજે સવારે 7 વાગે પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલ અનુસાર દેશભરમાં આજદિન સુધીમાં સંયુક્ત રીતે કુલ 24,70,799 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 17,01,76,603 ડોઝ આપવામાં આવ્યા છે. આમાંથી 95,47,102 HCWs એ પ્રથમ ડોઝ અને 64,71,385 HCWs એ બીજો ડોઝ લીધો છે. આ ઉપરાંત, 1,39,72,612 FLWs એ પ્રથમ ડોઝ અને 77,55,283 FLWs એ બીજો ડોઝ લીધો છે. 18થી 45 વર્ષના વયજૂથના 20,31,854 લાભાર્થીએ પ્રથમ ડોઝ લીધો છે, 45 થી 60 વર્ષ સુધીના વયજૂથમાં 5,51,79,217 લાભાર્થીએ પ્રથમ ડોઝ અને 65,61,851 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે અને 60 વર્ષથી વધુ ઉંમરના 5,36,74,082 લાભાર્થીએ પ્રથમ ડોઝ જ્યારે 1,49,83,217 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે.
HCWs
|
પ્રથમ ડોઝ
|
95,47,102
|
બીજો ડોઝ
|
64,71,385
|
FLWs
|
પ્રથમ ડોઝ
|
1,39,72,612
|
બીજો ડોઝ
|
77,55,283
|
18-44 વર્ષના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
20,31,854
|
45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
5,51,79,217
|
બીજો ડોઝ
|
65,61,851
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
5,36,74,082
|
બીજો ડોઝ
|
1,49,83,217
|
|
કુલ
|
17,01,76,603
|
આજદિન સુધીમાં દેશભરમાં આપવામાં આવેલા રસીના કુલ ડોઝમાંથી 66.79% ડોઝ દસ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.

આજે, 18 થી 44 વર્ષની વયજૂથના 2,46,269 લાભાર્થીએ કોવિડ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો અને આ વયજૂથમાં સમગ્ર દેશમાં 30 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આપવામાં આવેલા કુલ ડોઝની સંખ્યા 20,31,854 થઇ ગઇ છે. નીચે આપેલા કોષ્ટકમાં 18 થી 44 વર્ષના વયજૂથના લાભાર્થીઓને આજદિન સુધીમાં આપવામાં આવેલા ડોઝની વિગતવાર માહિતી આપી છે.
અનુક્રમ નંબર
|
રાજ્ય
|
કુલ
|
1
|
આંદામાન અને નિકોબારના ટાપુઓ
|
904
|
2
|
આંધ્રપ્રદેશ
|
520
|
3
|
આસામ
|
80,796
|
4
|
બિહાર
|
88,743
|
5
|
ચંદીગઢ
|
2
|
6
|
છત્તીસગઢ
|
1,026
|
7
|
દિલ્હી
|
3,02,153
|
8
|
ગોવા
|
1,126
|
9
|
ગુજરાત
|
2,94,785
|
10
|
હરિયાણા
|
2,54,811
|
11
|
હિમાચલ પ્રદેશ
|
14
|
12
|
જમ્મુ અને કાશ્મીર
|
28,658
|
13
|
ઝારખંડ
|
82
|
14
|
કર્ણાટક
|
10,782
|
15
|
કેરળ
|
209
|
16
|
લદાખ
|
86
|
17
|
મધ્યપ્રદેશ
|
29,322
|
18
|
મહારાષ્ટ્ર
|
4,36,302
|
19
|
મેઘાલય
|
2
|
20
|
નાગાલેન્ડ
|
2
|
21
|
ઓડિશા
|
42,979
|
22
|
પુડુચેરી
|
1
|
23
|
પંજાબ
|
3,531
|
24
|
રાજસ્થાન
|
3,16,767
|
25
|
તમિલનાડુ
|
14,153
|
26
|
તેલંગાણા
|
500
|
27
|
ત્રિપુરા
|
2
|
28
|
ઉત્તરપ્રદેશ
|
1,18,008
|
29
|
ઉત્તરાખંડ
|
21
|
30
|
પશ્ચિમ બંગાળ
|
5,567
|
કુલ
|
20,31,854
|
દેશભરમાં છેલ્લા 24 કલાકમાં રસીના 6.8 લાખ કરતાં ડોઝ આપવામાં આવ્યા છે.
કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયતના 114મા દિવસે (9 મે 2021ના રોજ) દેશભરમાં રસીના કુલ 6,89,652 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 5,685 સત્રોનું આયોજન કરીને 4,05,325 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 2,84,327 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
તારીખ: 9 મે, 2021 (દિવસ-114)
HCWs
|
પ્રથમ ડોઝ
|
4,897
|
બીજો ડોઝ
|
7,192
|
FLWs
|
પ્રથમ ડોઝ
|
26,082
|
બીજો ડોઝ
|
21,599
|
18 થી 44 વર્ષ
|
પ્રથમ ડોઝ
|
2,46,269
|
45 થી 60 વર્ષ
|
પ્રથમ ડોઝ
|
92,769
|
બીજો ડોઝ
|
1,38,198
|
60 વર્ષથી વધુ
|
પ્રથમ ડોઝ
|
35,308
|
બીજો ડોઝ
|
1,17,338
|
કુલ આપવામાં આવેલા ડોઝ
|
પ્રથમ ડોઝ
|
4,05,325
|
બીજો ડોઝ
|
2,84,327
|
ભારતમાં આજે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,86,71,222 સુધી પહોંચી ગઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 82.39% નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,53,818 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.
નવા સાજા થનારા કુલ કેસોમાંથી 74.38% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે.

નીચે આપેલા આલેખમાં દર્શાવ્યા અનુસાર, છેલ્લા દસ દિવસમાં દૈનિક ધોરણે સાજા થયેલા દર્દીઓની સરેરાશ સંખ્યા 3.28 લાખ કરતાં વધારે નોંધાઇ છે.

દેશભરમાં છેલ્લા 24 કલાકમાં નવા 3,66,161 પોઝિટીવ કેસ નોંધાયા છે.
નવા નોંધાયેલામાંથી 73.91% કેસો દસ રાજ્યોમાં છે.
દેશમાં દૈનિક ધોરણે સૌથી વધુ નવા કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યાં વધુ 48,401 દર્દી સંક્રમિત થયા છે. ત્યારબાદ, કર્ણાટકમાં એક દિવસમાં 47,930 જ્યારે કેરળમાં નવા 35,801 કેસ નોંધાયા છે.

ભારતમાં સક્રિય કેસોના ભારણનો કુલ આંકડો આજે 37,45,237 સુધી પહોંચી ગયો છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનો આંકડો હવે 16.53% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 8,589 દર્દીનો ચોખ્ખો વધારો થયો છે.
ભારતમાં કુલ સક્રિય કેસોના ભારણમાંથી 82.89% દર્દીઓ તેર રાજ્યોમાં છે.

રાષ્ટ્રીય મૃત્યુદર એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે અને જે હાલમાં 1.09% છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,754 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે.
નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 72.86% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે. દૈનિક ધોરણે સર્વાધિક મૃત્યુઆંક (572) મહારાષ્ટ્રમાં નોંધાયો છે જ્યારે તે પછીના ક્રમે, કર્ણાટકમાં એક દિવસમાં 490 દર્દી મૃત્યુ પામ્યા છે.

ત્રણ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, અરુણાચલ પ્રદેશ અને લક્ષદ્વીપ છે.
SD/GP/JD
(Release ID: 1717397)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam