નાણા મંત્રાલય
વિદેશથી દાન કરાયેલી કોવિડ-19ને લગતી ચોક્કસ રાહત સામગ્રીની આયાત પર આઇજીએસટીમાંથી હેતુસરની મુક્તિ
કસ્ટમ્સ ડ્યુટી પહેલેથી માફ કરી દેવાઇ છે એટલે આ આયાત પર હવે કોઇ કસ્ટમ્સ ડ્યુટી કે આઇજીએસટી લાગશે નહીં
Posted On:
03 MAY 2021 3:02PM by PIB Ahmedabad
કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સંખ્યાબંધ કોવિડ-19 સંબંધી રાહત સામગ્રીની આયાત પર બેઝિક કસ્ટમ્સ ડ્યુટી અને/અથવા હેલ્થ સેસ મુક્ત કરવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આમાં સમાવિષ્ટ છે-
ક્રમ
|
જાહેરનામું
|
હેતુ
|
-
|
27/2021-કસ્ટમ્સ તા. 20.04.21 (કસ્ટમ્સ તા. 30.04.21 ના જાહેરનામાં ક્ર્માંક 29/2021 દ્વારા સુધારા મુજબ)
|
રેમડેસિવિર ઈન્જેક્શન/એપીઆઇ અને બિટા સાઇક્લોડેક્સ્ટ્રિન (એસબીઈબીસીડી), ઇન્ફ્લેમેટરી ડાયગ્નોસ્ટિક (માર્કર્સ કિટ્સ, 31 ઑક્ટોબર, 2021 સુધી
|
-
|
28/2021-કસ્ટમ્સ તારીખ 24.04.21
|
મેડિકલ ગ્રેડ ઑક્સિજન, ઑક્સિજન થેરાપી સંબંધી ઉપકરણો જેવા કે ઑક્સિજન કોન્સન્ટ્રેટર્સ, ક્રાયોજેનિક ટ્રાન્સપોર્ટ ટેન્ક્સ ઇત્યાદિ અને કોવિડ-19 રસીઓ- 31મી જુલાઇ 2021 સુધી
|
ભારતની બહારથી દાન/મેળવાયેલી કોવિડ-19 રાહત સામગ્રી (કસ્ટમ્સ ડ્યુટીમાંથી પહેલેથી મુક્તિ છે)ની આયાત પર મફત વિતરણ માટે આઇજીએસટીમાંથી મુક્તિ આપવા માટે કેન્દ્ર સરકારને ભારતની બહાર ચેરિટેબલ સંસ્થાઓ, કૉર્પોરેટ સંસ્થાઓ અને અન્ય એસોસિયેશનો/સંસ્થાઓ તરફથી સંખ્યાબંધ રજૂઆતો મળી હતી. એ પ્રમાણે કેન્દ્ર સરકારે તારીખ 3 મે, 2021ના હેતુપૂર્વકના આદેશ સંખ્યા 4/2021 અનુસાર કોવિડ રાહત માટે નિ:શુલ્ક મેળવાયેલા અને મફત વિતરણ માટેના આવા સામાનની આયાત પર આઇજીએસટીમાંથી મુક્તિ મંજૂર કરી છે.
આ મુક્તિ 30મી જૂન, 2021 સુધી લાગુ રહેશે. પહેલેથી આયાત થઇ હોય પણ મુક્તિના આદેશની તારીખ એટલે કે આજરોજ અનક્લિયર્ડ હોય એવા સામાનને પણ આ મુક્તિ આવરી લેશે.
આ મુક્તિ નીચે મુજબની શરતોને આધીન આપવામાં આવી છે:
- આ મુક્તિના હેતુ માટે રાજ્ય સરકાર રાજ્યમાં એક નોડલ સત્તાધીશની નિમણૂક કરશે. સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સએક્ટ, 2017ની કલમ 2 (103) મુજબ રાજ્યમાં ધારાગૃહની સાથેના કેન્દ્ર શાસિત પ્રદેશનો સમાવેશ થાય છે.
- આ રીતે નિમાયેલ નોડલ ઑથોરિટી આવી કોવિડ- રાહત સામગ્રીના મફત વિતરણ માટે કોઇ પણ સંસ્થા, રાહત એજન્સી કે કાયદાથી અધિકૃત સંસ્થાને અધિકૃત કરશે.
- રાજ્ય સરકાર દ્વારા કે આ બાબતે ભારતમાં ગમે ત્યાં મફત વિતરણ માટે અધિકૃત કોઇ પણ સંસ્થા/ રાહત એજન્સી/ કાયદાથી અધિકૃત સંસ્થા દ્વારા આ સામાનની નિ:શુલ્ક આયાત થઈ શક્શે.
- આયાતકારે કસ્ટમ્સથી સામાનની મંજૂરી પહેલાં આ નોડલ સતાધીશો પાસેથી એક એવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે કે આ સામાનનો હેતુ કોવિડ રાહત માટે મફત વિતરણનો છે.
- આયાત થયા બાદ, આયાતકારે આયાતની તારીખથી છ મહિનાની અંદર અથવા આવો લંબાવાયેલ સમયગાળો 9 મહિનાથી વધે નહીં એ રીતે બંદરના કસ્ટમ્સના ડેપ્યુટી કે આસિસ્ટન્ટ કમિશનરને આયાત કરેલા સામાનની વિગતોઅને મફત વિતરણ થયેલાની વિગતો દર્શાવતું સરળ સ્ટેટમેન્ટ રજૂ કરવાનું રહેશે. આ સ્ટેટમેન્ટને રાજ્ય સરકારના ઉક્ત નોડલ ઑથોરિટી પ્રમાણિત કરશે.
આ મુક્તિ આ રીતે મફત વિતરણ માટે મફત આયાત થયેલ કોવિડ રાહત પુરવઠાની આઇજીએસટી ચૂકવ્યા વિના આયાતને સમર્થ બનાવશે (30મી જૂન, 2021 સુધી)
કસ્ટમ્સ ડ્યુટી પહેલેથી માફ કરવામાં આવી છે એટલે આ આયાત પર હવે કોઇ કસ્ટમ્સ ડ્યુટી કે આઇજીએસટી લાગશે નહીં.
***
(Release ID: 1715688)
Visitor Counter : 303
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam