પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી સુગા યોશિહિડે વચ્ચે ટેલિફોનિક મંત્રણા

Posted On: 26 APR 2021 2:13PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રએ આજે જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી સુગા યોશિહિડે સાથે ટેલિફોન પર મંત્રણા યોજી હતી.
 

બંને નેતાઓએ પોતપોતાના દેશમાં પ્રવર્તી રહેલી કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા ઉપરાંત આ મહામારીને કારણે સર્જાયેલા કેટલાક વૈશ્વિક અને પ્રાંતિય પડકારો અંગે વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું. તેમણે આ સમસ્યામાંથી બહાર આવવા માટે ભારત-જાપાન વચ્ચેના સહકારના મહત્વ અંગે પણ ચર્ચા કરી હતી જેમાં સ્થિતિસ્થાપકતા રચવા પ્રત્યે કામગીરી, પુરવઠા માટે વિવિધતા અને વિશ્વાસપાત્ર ચેઇન અને જરૂરી ચીજવસ્તુઓ અને ટેકનોલોજીનો પુરવઠો પૂરો પાડવા તથા ઉત્પાદકતા અને સ્કીલના વિકાસ માટે નવી ભાગીદારી વિકસાવવા જેવી બાબતોનો સમાવેશ થતો હતો. હાલની સ્થિતિમાં બંને નેતાઓએ નિશ્ચિત કૌશલ્ય ધરવતા કામદારો (એસએસડબ્લ્યુ)  અંગેના કરારના અમલીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો જેનાથી તેમની શક્તિનો ઉપયોગ કરી શકાય અને બંને પક્ષને પરસ્પર લાભ થાય.  તેમણે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પિડ રેલ (એમએએચએસઆર) પ્રોજેક્ટને આ

સહકારનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવીને તેના અમલ માટે થઈ રહેલી પ્રગતિને પણ આવકારી હતી.
 

કોરોનાની મહામારીની પરિસ્થિતિમાં બંને દેશમાં વસતા એકબીજાના નિવાસી નાગરિકોને મળતા સહકાર અને સવલતની પણ બંને મહાનુભાવોએ પ્રશંસા કરી હતી અને આ પ્રકારનો સહકાર જારી રાખવા માટે સહમત થયા હતા.
 

કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ભારતને જરૂરી સહાય પૂરી પાડવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાપાનના પ્રધાનમંત્રી સુગાનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી શ્રી મોદીએ એવી પણ આશા વ્યક્ત કરી હતી કે કોવીડ-19ની સ્થિતિમાં સુધારો આવે તેવા સંજોગોમાં જાપાનના પ્રધાનમંત્રી શ્રી સુગાને વહેલી તકે ભારતમાં આવકારવા તેઓ તૈયાર છે.
 

SD/GP/JD/PC

 (Release ID: 1714108) Visitor Counter : 92