સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

દેશમાં રસીકરણ કવાયત અંતર્ગત છેલ્લા 24 કલાકમાં 36 લાખથી વધારે ડોઝ આપવાથી કુલ રસીકરણ કવરેજનો આંકડો 9.43 કરોડથી વધારે થઇ ગયો


10 રાજ્યોમાં દૈનિક ધોરણે સતત વૃદ્ધિનું વલણ જોવા મળી રહ્યું છે

કુલ સક્રિય કેસોના ભારણમાંથી 73% દર્દીઓ માત્ર 5 રાજ્યોમાં જ છે

Posted On: 09 APR 2021 12:07PM by PIB Ahmedabad

દેશમાં ચાલી રહેલી કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયત અંતર્ગત આપવામાં આવેલા કુલ ડોઝની સંખ્યા આજે 9.43 કરોડનો આંકડો ઓળંગી ગઇ છે.

આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 14,28,500 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 9,43,34,262 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 89,74,511 HCWsએ પ્રથમ ડોઝ લીધો છે, 54,49,151 HCWsએ બીજો ડોઝ લીધો છે, 98,10,164 FLWs (પથમ ડોઝ) અને 45,43,954 FLWs (બીજો ડોઝ) છે, તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓમાં 3,75,68,033 એ પ્રથમ ડોઝ, 13,61,367 એ બીજો ડોઝ અને 45 વર્ષથી 60 વર્ષની વચ્ચેના લાભાર્થીઓમાં 2,61,03,814 પ્રથમ ડોઝ અને 5,23,268 બીજો ડોઝ લેનારા લાભાર્થીઓ સામેલ છે.

 

HCWs

FLWs

45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના લાભાર્થી

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

 

કુલ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

89,74,511

54,49,151

98,10,164

45,43,954

2,61,03,814

5,23,268

3,75,68,033

13,61,367

9,43,34,262

 

દેશમાં આપવામાં આવેલા રસીના કુલ ડોઝમાંથી 60% ડોઝ આઠ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0015V6K.jpg

દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન રસીના 36 લાખથી વધારે ડોઝ આપવામાં આવ્યા છે.

દેશમાં કોવિડ વિરોધી રસીકરણ કવાયતના 83મા દિવસે (8 એપ્રિલ 2021ના રોજ) રસીના કુલ 36,91,511 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 49,416 સત્રોનું આયોજન કરીને 32,85,004 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 4,06,507 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

 

તારીખ: 8 એપ્રિલ, 2021

HCWs

FLWs

45 થી <60 વર્ષ

60 વર્ષથી વધુ

કુલ આપવામાં આવેલા ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

5,792

28,897

41,462

1,26,651

21,67,078

51,231

10,70,672

1,99,728

32,85,004

4,06,507

 

દૈનિક ધોરણે આપવામાં આવતા ડોઝના સંદર્ભમાં સમગ્ર દુનિયામાં ભારત દૈનિક ધોરણે રસીના સરેરાશ 37,94,328 આપીને સૌથી ટોચના સ્થાને છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00286CR.jpg

 

ભારતમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં સતત વૃદ્ધિનું વલણ જોવા મળી રહ્યું છે અને છેલ્લા 24 કલાકમાં નવા સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 1,31,968 નોંધાઇ છે.

મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાન આ દસ રાજ્યોમાં દૈનિક ધોરણે કોવિડના નવા કેસોમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. એક દિવસમાં નવા નોંધાયેલા કુલ કેસોમાંથી 83.29% દર્દીઓ આ દસ રાજ્યોમાંથી હોવાનું સામે આવ્યું છે.

દેશમાં એક દિવસમાં સૌથી વધુ 56,286 નવા દર્દીઓ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. તે પછીના ક્રમે, છત્તીસગઢમાં એક દિવસમાં નવા 10,652 જ્યારે ઉત્તરપ્રદેશમાં નવા 8,474 કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003QEJB.jpg

 

નીચેના આલેખમાં દર્શાવ્યા અનુસાર, બાર રાજ્યોમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં સતત વૃદ્ધિ થઇ રહી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004F9H4.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005EJ5E.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006V2SD.jpg

 

નીચે આપેલો આપેલ ભારતમાં પોઝિટીવિટીનો દર અને દૈનિક ધોરણે હાથ ધરવામાં આવતા પરીક્ષોનો ચિતાર આપે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0078JD5.jpg

 

ભારતમાં હાલમાં કુલ સક્રિય કેસોનું ભારણ 9,79,608 સુધી પહોંચી ગયું છે. કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનો આંકડો હવે 7.50% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 69,289 દર્દીનો ચોખ્ખો વધારો થયો છે.

પાંચ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ અને કેરળમાં કુલ સક્રિય કેસોમાંથી 73.24% દર્દીઓ છે. માત્ર મહારાષ્ટ્રમાં જ દેના 53.84% સક્રિય કેસોનું ભારણ છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008WTNH.jpg


ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો આજે વધીને 1,19,13,292 સુધી પહોંચી ગઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 91.22% નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 61,899 દર્દીઓ સાજા થયા છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 780 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે.

નવા નોંધાયેલા દૈનિક મૃત્યુઆંકમાંથી 92.82% દર્દીઓ દસ રાજ્યોમાં છે. મહારાષ્ટ્રમાં મહત્તમ મૃત્યુઆંક (376) નોંધાયો છે. છત્તીસગઢમાં એક દિવસમાં વધુ 94 દર્દીના મૃત્યુ થયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image009ZVL4.jpg

 

બાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં રાજસ્થાન, ઓડિશા, પુડુચેરી, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કિમ, મિઝોરમ, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબારના ટાપુઓ તેમજ અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.

 


(Release ID: 1710617) Visitor Counter : 286