સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં છેલ્લા 24 કલાકમાં લગભગ 30 લાખ રસીના ડોઝ સાથે કુલ રસીકરણનો આંકડો 9 કરોડથી વધુ થઇ ગયો


વૈશ્વિક સ્તરે, રસીકરણ કવરેજ મામલે ભારત દૈનિક સરેરાશ 34 લાખ કરતાં વધારે ડોઝ સાથે મોખરે

10 રાજ્યમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં સતત વૃદ્ધિના કારણે રાષ્ટ્રીય પોઝિટીવિટી દર 2.19%થી વધીને 8.40% સુધી પહોંચી ગયો

Posted On: 08 APR 2021 11:29AM by PIB Ahmedabad

વૈશ્વિક મહામારી સામેની જંગમાં સૌના સહિયારા અને સહયોગપૂર્ણ પ્રયાસોના પરિણામરૂપે ભારત 16 જાન્યુઆરી 2021ના રોજ શરૂ કરવામાં આવેલી દુનિયાની સૌથી મોટી રસીકરણ કવાયતમાં એક સીમાચિહ્નરૂપ મુકામ સુધી પહોંચી ગયું છે. દેશમાં કોવિડ-19 વિરોધી રસીના કુલ આપવામાં આવેલા ડોઝની સંખ્યા આજે 9 કરોડના મહત્વપૂર્ણ આંકડાને ઓળંગી ગઇ છે.

આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 13,77,304 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 9,01,98,673 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 89,68,151 HCWsએ પ્રથમ ડોઝ લીધો છે, 54,18,084 HCWsએ બીજો ડોઝ લીધો છે, 97,67,538 FLWs (પથમ ડોઝ) અને 44,11,609 FLWs (બીજો ડોઝ) છે, તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓમાં 3,63,32,851 એ પ્રથમ ડોઝ, 11,39,291 એ બીજો ડોઝ અને 45 વર્ષથી 60 વર્ષની વચ્ચેના લાભાર્થીઓમાં 2,36,94,487 પ્રથમ ડોઝ અને 4,66,662 બીજો ડોઝ લેનારા લાભાર્થીઓ સામેલ છે.

 

HCWs

FLWs

45 વર્ષથી વધુ

60 વર્ષથી વધુ

 

કુલ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

89,68,151

54,18,084

97,67,538

44,11,609

2,36,94,487

4,66,662

3,63,32,851

11,39,291

9,01,98,673

 

દેશમાં આજદિન સુધીમાં આપવામાં આવેલા રસીના કુલ ડોઝમાંથી 60% ડોઝ આઠ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001TDQH.jpg

 

છેલ્લા 24 કલાક દરમિયાન રસીના અંદાજે 30 લાખ ડોઝ આપવામાં આવ્યા છે.

દેશમાં કોવિડ વિરોધી રસીકરણ કવાયતના 82મા દિવસે (7 એપ્રિલ 2021ના રોજ) રસીના કુલ 29,79,292 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 38,760 સત્રોનું આયોજન કરીને 26,90,031 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 2,89,261 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

 

તારીખ: 7 એપ્રિલ, 2021 (દિવસ 82)

HCWs

FLWs

45 થી <60 વર્ષ

60 વર્ષથી વધુ

કુલ આપવામાં આવેલા ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

3,956

22,341

30,319

97,509

17,62,503

33,816

8,93,253

1,35,595

26,90,031

2,89,261

 

દૈનિક ધોરણે આપવામાં આવતા ડોઝના સંદર્ભમાં સમગ્ર દુનિયામાં ભારત દૈનિક ધોરણે રસીના સરેરાશ 34,30,502 આપીને સૌથી ટોચના સ્થાને છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002BU3B.jpg

 

ભારતમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં એકધારો વધારો નોંધાઇ રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં નવા સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 1,26,789 નોંધાઇ છે.

મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, દિલ્હી, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત, કેરળ અને પંજાબ આ 10 રાજ્યોમાં દૈનિક ધોરણે કોવિડ-19ના નવા કેસોમાં તીવ્ર વધારો નોંધાઇ રહ્યો છે. એક દિવસમાં નવા નોંધાયેલા કેસોમાંથી 84.21% દર્દીઓ આ 10 રાજ્યોમાંથી છે.

મહારાષ્ટ્રમાં સતત સૌથી વધુ નવા કેસો દરરોજ નોંધાઇ રહ્યાં છે જ્યાં એક દિવસમાં વધુ 59,907 દર્દી પોઝિટીવ નોંધાયા છે. ત્યારપછીના ક્રમે છત્તીસગઢમાં નવા 10,310 દર્દી જ્યારે કર્ણાટકમાં નવા 6,976 દર્દી પોઝિટીવ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003DNAF.jpg

 

નીચેના આલેખમાં દર્શાવ્યા અનુસાર, બાર રાજ્યોમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં સતત વૃદ્ધિ થઇ રહી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0046NJX.jpg

 

 

 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006QL74.jpg

 

નીચે આપેલા આલેખમાં માર્ચ અને એપ્રિલ 2021ના પ્રથમ સાત દિવસમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાપ્તાહિત પોઝિટીવિટી દરની સરખામણી દર્શાવવામાં આવી છે. રાષ્ટ્રીય પોઝિટીવિટી દર આ સમાન સમયગાળામાં 2.19% હતો તે 6.21% વધીને કુલ 8.40% સુધી પહોંચી ગયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0078TDO.jpg

 

ભારતમાં હાલમાં કુલ સક્રિય કેસોનું ભારણ 9,10,319 સુધી પહોંચી ગયું છે. કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોની સંખ્યા 7.04% છે. છેલ્લા 24 કલાકમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 66,846 દર્દીનો ચોખ્ખો વધારો થયો છે.

મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ અને કેરળમાં ભારતના કુલ સક્રિય કેસોમાંથી 74.13% દર્દીઓ છે. દેશમાં કુલ સક્રિય કેસોના ભારણમાંથી 55.26% દર્દીઓ માત્ર મહારાષ્ટ્રમાં જ છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008QPKJ.jpg


ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે 1,18,51,393 સુધી પહોંચી ગઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 91.67% નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 59,258 દર્દીઓ સાજા થયા છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 685 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે.

નવા નોંધાયેલા દૈનિક મૃત્યુઆંકમાંથી 87.59% દર્દીઓ દસ રાજ્યોમાં છે. મહારાષ્ટ્રમાં મહત્તમ મૃત્યુઆંક (322) નોંધાયો છે. પંજાબમાં એક દિવસમાં વધુ 62 દર્દીના મૃત્યુ થયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image009KB44.jpg

 

બાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં આસામ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, નાગાલેન્ડ, ત્રિપુરા, મેઘાલય, સિક્કિમ, મણીપુર, લક્ષદ્વીપ, મિઝોરમ, આંદામાન અને નિકોબારના ટાપુઓ તેમજ અરુણાચલ પ્રદેશ છે.

SD/GP/JD

 

 

 


(Release ID: 1710371) Visitor Counter : 323