પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 9 એપ્રિલ, 2021ના રોજ ડો. હરેકૃષ્ણ મહતાબ દ્વારા લિખિત ઓડિશા ઈતિહાસના હિન્દી સંસ્કરણનું વિમોચન કરશે

Posted On: 07 APR 2021 1:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9 એપ્રિલ, 2021ના રોજ મધ્યાહ્ન 12 વાગ્યે નવી દિલ્હીમાં જનપથ ખાતેના આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરમાં ઉત્કલ કેસરીડો. હરેકૃષ્ણ મહતાબ દ્વારા લિખિત ઓડિશા ઈતિહાસપુસ્તકના હિન્દી અનુવાદનું વિમોચન કરશે. આ પુસ્તક ઓડિયા અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે, જેનો અનુવાદ શ્રી શંકરલાલ પુરોહિત દ્વારા કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ભર્તૃહરી મહતાબ, સાંસદ (એલએસ), કટક પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. હિન્દી સંસ્કરણના વિમોચનના આ કાર્યક્રમનું આયોજન હરેકૃષ્ણ મહતાબ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે.

લેખક વિશે

ડો. હરેકૃષ્ણ મહતાબ ભારતની આઝાદીની ચળવળનું નોંધપાત્ર વ્યક્તિત્વ રહ્યા હતા. તેમણે 1946થી 1950 સુધી અને 1956થી 1961 સુધી ઓડિશાના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. તેમણે 194-1945 દરમિયાન જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી જેલવાસ ભોગવ્યો એ અહમદનગર ફોર્ટ જેલમાં ઓડિશા ઈતિહાસપુસ્તક લખ્યું હતું.

 SD/GP/JD


(Release ID: 1710057) Visitor Counter : 209