સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં આજે સક્રિય કેસોનું ભારણ 1.46 લાખ નોંધાયું; છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસો કરતાં નવા સાજા થનારાની સંખ્યા વધારે
ભારતમાં રસીકરણ કવાયત હેઠળ આવરી લેવામાં આવેલા કુલ લાભાર્થીનો આંકડો 1.21 કરોડથી વધુ થયો
Posted On:
24 FEB 2021 11:13AM by PIB Ahmedabad
ભારતમાં સક્રિય કેસોનું ભારણ ઘટીને 1.50 લાખથી ઓછું થઇ ગયું છે. આજે કુલ સક્રિય કેસોની સંખ્યા 1,46,907 નોંધાઇ છે. દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી હાલમાં સક્રિય કેસોની સંખ્યા માત્ર 1.33% રહી છે.
છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણને નવા 13,742 કેસ પોઝિટીવ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 14,037 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. આ પ્રકારે, કુલ સક્રિય કેસોની સંખ્યામાં 399 કેસોનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.
નીચે આપેલું કોષ્ટક છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં થયેલો ફેરફાર દર્શાવે છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ 298 કેસોના ઉમેરા સાથે મહત્તમ પોઝિટીવ ફેરફાર નોંધાયો છે જ્યારે કેરળમાં સૌથી વધુ 803 કેસના ઘટાડા સાથે મહત્તમ નેગેટિવ ફેરફાર નોંધાયો છે.

ગત અઠવાડિયામાં, 12 રાજ્યોમાં દૈનિક ધોરણે સરેરાશ 100થી વધારે નવા કેસોની સંખ્યા નોંધાઇ છે. આમાં, મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, પંજાબ, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, દિલ્હી અને હરિયાણા છે. કેરળ અને મહારાષ્ટ્ર આ બંને રાજ્યોમાં ગત એક અઠવાડિયામાં દૈનિક ધોરણે સરેરાશ 4,000થી વધારે નવા કેસ નોંધાયા છે.

આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશવ્યાપી રસીકરણ કવાયત અંતર્ગત 24 ફેબ્રુઆરી 2021સુધીમાં કુલ 2,54,356 સત્રોનું આયોજન કરીને કુલ 1,21,65,598 લાભાર્થીઓને રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આમાં 64,98,300 HCW (1લો ડોઝ), 13,98,400 HCW (2જો ડોઝ) અને 42,68,898 FLW (1લો ડોઝ)નો સમાવેશ થાય છે.
રસીકરણ કવાયતના પ્રથમ 28 દિવસમાં જે લાભાર્થીઓને કોવિડ-19 વિરોધી રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હોય તેમને 13 ફેબ્રુઆરી 2021થી બીજો ડોઝ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. તેમજ, 2 ફેબ્રુઆરી 2021ના રોજથી FLWનું રસીકરણ પણ શરૂ કરવામાં આવ્યું છે.
અનુક્રમ નંબર
|
રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ
|
રસી લેનારા લાભાર્થીની સંખ્યા
|
1લો ડોઝ
|
2જો ડોઝ
|
કુલ ડોઝ
|
1
|
આંદામાન અને નિકોબારના ટાપુઓ
|
5,565
|
2,018
|
7,583
|
2
|
આંધ્રપ્રદેશ
|
4,45,327
|
1,11,483
|
5,56,810
|
3
|
અરુણાચલ પ્રદેશ
|
22,419
|
5,497
|
27,916
|
4
|
આસામ
|
1,75,185
|
15,189
|
1,90,374
|
5
|
બિહાર
|
5,32,936
|
59,521
|
5,92,457
|
6
|
ચંદીગઢ
|
15,766
|
1,237
|
17,003
|
7
|
છત્તીસગઢ
|
3,58,080
|
30,946
|
3,89,026
|
8
|
દાદરા અને નગર હવેલી
|
5,028
|
261
|
5,289
|
9
|
દમણ અને દીવ
|
1,808
|
254
|
2,062
|
10
|
દિલ્હી
|
3,34,333
|
24,762
|
3,59,095
|
11
|
ગોવા
|
15,804
|
1,280
|
17,084
|
12
|
ગુજરાત
|
8,26,583
|
78,471
|
9,05,054
|
13
|
હરિયાણા
|
2,15,743
|
53,110
|
2,68,853
|
14
|
હિમાચલ પ્રદેશ
|
97,607
|
12,672
|
1,10,279
|
15
|
જમ્મુ અને કાશ્મીર
|
2,17,910
|
10,285
|
2,28,195
|
16
|
ઝારખંડ
|
2,67,556
|
14,578
|
2,82,134
|
17
|
કર્ણાટક
|
5,69,416
|
1,57,944
|
7,27,360
|
18
|
કેરળ
|
4,14,509
|
62,299
|
4,76,808
|
19
|
લદાખ
|
7,368
|
611
|
7,979
|
20
|
લક્ષદ્વીપ
|
2,343
|
621
|
2,964
|
21
|
મધ્યપ્રદેશ
|
6,44,431
|
32,529
|
6,76,960
|
22
|
મહારાષ્ટ્ર
|
9,48,539
|
80,824
|
10,29,363
|
23
|
મણીપુર
|
43,507
|
1,894
|
45,401
|
24
|
મેઘાલય
|
28,190
|
1,200
|
29,390
|
25
|
મિઝોરમ
|
17,315
|
3,490
|
20,805
|
26
|
નાગાલેન્ડ
|
24,985
|
4,819
|
29,804
|
27
|
ઓડિશા
|
4,47,176
|
1,30,470
|
5,77,646
|
28
|
પુડુચેરી
|
9,431
|
1,019
|
10,450
|
29
|
પંજાબ
|
1,33,718
|
23,867
|
1,57,585
|
30
|
રાજસ્થાન
|
7,83,205
|
94,838
|
8,78,043
|
31
|
સિક્કિમ
|
14,721
|
973
|
15,694
|
32
|
તમિલનાડુ
|
3,59,063
|
41,337
|
4,00,400
|
33
|
તેલંગાણા
|
2,81,382
|
1,06,167
|
3,87,549
|
34
|
ત્રિપુરા
|
85,789
|
16,349
|
1,02,138
|
35
|
ઉત્તરપ્રદેશ
|
11,40,754
|
86,021
|
12,26,775
|
36
|
ઉત્તરાખંડ
|
1,36,058
|
11,242
|
1,47,300
|
37
|
પશ્ચિમ બંગાળ
|
7,20,569
|
81,108
|
8,01,677
|
38
|
અન્ય
|
4,17,079
|
37,214
|
4,54,293
|
|
કુલ
|
1,07,67,198
|
13,98,400
|
1,21,65,598
|
રસીકરણ કવાયતના 39મા દિવસે (23 ફેબ્રુઆરી 2021) કુલ 4,20,046 લાભાર્થીઓને રસી આપવામાં આવી છે. આમાં, 9,479 સત્રોનું આયોજન કરીને 2,79,823 લાભાર્થીઓને 1લો ડોઝ (HCW અને FLW) તેમજ 1,40,223 HCWને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
દેશભરમાં કોવિડ-19 વિરોધી રસીના આપવામાં આવેલા કુલ 1,21,65,598 ડોઝમાંથી 1,07,67,198 (HCW અને FLW)ને પ્રથમ ડોઝ જ્યારે કુલ 13,98,400 HCWને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં રસીકરણ માટે નોંધણી કરાવનારા 75%થી વધારે HCWને રસી આપી દેવામાં આવી છે. આમાં બિહાર, ત્રિપુરા, ઓડિશા, ગુજરાત, છત્તીસગઢ, લક્ષદ્વીપ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન છે.

10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ કુલ નોંધણી કરવામાં આવેલા FLWમાંથી 60%થી વધારે લાભાર્થીને રસી આપી દીધી છે. આમાં દાદરા અને નગર હવેલી, રાજસ્થાન, લક્ષદ્વીપ, ગુજરાત, મધ્યપ્રદેશ, ત્રિપુરા, ઓડિશા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને છત્તીસગઢનો સમાવેશ થાય છે.

ભારતમાં આજે કુલ સાજા થયેલા દર્દીની સંખ્યા વધીને 1,07,26,702 નોંધાઇ છે. સાજા થવાનો દર આજે 97.25% નોંધાયો છે. સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસોની વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે જે આજે 10,579,795 નોંધાયો છે.
નવા સાજા થયેલા 86.26% દર્દીઓ છ રાજ્યોમાંથી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
દેશભરમાં મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધારે 5,869 નવા દર્દી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં, 4,823 નવા દર્દીઓ સાજા થવા સાથે કેરળ બીજા ક્રમે છે જ્યારે 453નવા દર્દી સાજા થવા સાથે તમિલનાડુ ત્રીજા ક્રમે છે.

86.15% નવા નોંધાયેલા કેસ 6 રાજ્યોમાંથી છે.
મહારાષ્ટ્રમાં સતત દૈનિક ધોરણે સર્વાધિક નવા કેસો નોંધાઇ રહ્યા છે જ્યાં નવા 6,218 પોઝિટીવ કેસ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે. તે પછીના ક્રમે, કેરળમાં નવા 4,034 જ્યારે તમિલનાડુમાં નવા 442 કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 104 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે.
નવા મૃત્યુઆંકમાં 81.73% દર્દીઓ પાંચ રાજ્યોમાંથી હતા. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ મૃત્યુઆંક (51) નોંધાયો છે. ત્યારપછીના ક્રમે, કેરળમાં વધુ 14 જ્યારે પંજાબમાં વધુ 10 દર્દીના મૃત્યુ થયા છે.

19 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન, ઓડિશા, ઝારખંડ, ચંદીગઢ, આસામ, લક્ષદ્વીપ, હિમાચલ પ્રદેશ, લદાખ, મણીપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય, આંદામાન અને નિકોબારના ટાપુઓ, સિક્કિમ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી છે.
દેશમાં તેર રાજ્યોમાં 1થી 5 વચ્ચે, 2 રાજ્યોમાં 6થી 10 વચ્ચે, 1 રાજ્યમાં 10થી 20 વચ્ચે અને 1 રાજ્યમાં 20થી વધારે દર્દીનું મૃત્યુ થયું હોવાનું નોંધાયું છે.

SD/GP/JD
****
(Release ID: 1700400)
|