સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં સક્રિય કેસોનું ભારણ 1.50 લાખથી નીચે; આજે સક્રિય કેસોની સંખ્યા 1.47 લાખ નોંધાઇ
ભારતમાં રસી પ્રાપ્ત કરનારા કુલ લાભાર્થીનો આંકડો 1.17 કરોડથી વધુ થઇ ગયો દૈનિક ધોરણે મૃત્યુઆંક 100થી નીચે; 21 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મૃત્યુ નહીં
Posted On:
23 FEB 2021 11:38AM by PIB Ahmedabad
ભારતમાં સક્રિય કેસોની સંખ્યા ઘટીને 1.50 લાખના મહત્વપૂર્ણ આંકડાથી પણ ઓછી થઇ ગઇ છે. આજે કુલ સક્રિય કેસોનું ભારણ 1,47,306 નોંધ્યું છે. દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી આ આંકડો માત્ર 1.34% જ રહ્યો છે.
દૈનિક ધોરણે છેલ્લા 24 કલાકમાં નવા 10,584 કેસ પોઝિટીવ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 13,255 છે. આ કારણે, કુલ સક્રિય કેસોની સંખ્યામાં 2,749 કેસનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.
ભારતમાં દૈનિક પોઝિટીવિટી દર 3%થી ઓછો થઇ ગયો છે.
ભારતમાં દૈનિક ધોરને નવા નોંધાતા મૃત્યુઆંકમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 78 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.
આ ઉપરાંત, એકવીર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં મધ્યપ્રદેશ, આસામ, રાજસ્થાન, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, આંધ્રપ્રદેશ, ગોવા, હિમાચલ પ્રદેશ, પુડુચેરી, લક્ષદ્વીપ, મણીપુર, સિક્કિમ, ત્રિપુરા, લદાખ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, આંદામાન અને નિકોબારના ટાપુઓ, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી.
આજે સવારે 8 વાગ્યા સુધીના હંગામી આંકડાઓ અનુસાર, 22 ફેબ્રુઆરી 2021 (રસીકરણ કવાયતનો 38મો દિવસ) સુધીમાં દેશમાં કુલ 2,44,877 સત્રોનું આયોજન કરીને 1,17,45,552 લાભાર્થીઓને કોવિડ-19 વિરોધી રસી આપવામાં આવી છે. આમાં 64,51,251 HCW (1લો ડોઝ), 12,58,177 HCW (2જો ડોઝ) અને 40,36,124 FLWs (1લો ડોઝ) છે.
રસીકરણ કવાયતના પ્રથમ 28 દિવસમાં જે લાભાર્થીઓને કોવિડ-19 વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હોય તેમના માટે 13 ફેબ્રુઆરી 2021ના રોજથી બીજો ડોઝ આપવાની કવાયત શરૂ કરવામાં આવી છે. તેમજ, 2 ફેબ્રુઆરી 2021ના રોજથી FLWનું રસીકરણ પણ શરૂ કરવામાં આવ્યું છે.
અનુક્ર નંબર
|
રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ
|
રસી લેનારા લાભાર્થી
|
1લો ડોઝ
|
2જો ડોઝ
|
કુલ ડોઝ
|
1
|
આંદામાન અને નિકોબારના ટાપુઓ
|
5,442
|
1,870
|
7,312
|
2
|
આંધ્રપ્રદેશ
|
4,27,444
|
1,02,376
|
5,29,820
|
3
|
અરુણાચલ પ્રદેશ
|
21,318
|
5,332
|
26,650
|
4
|
આસામ
|
1,65,110
|
13,992
|
1,79,102
|
5
|
બિહાર
|
5,26,159
|
56,791
|
5,82,950
|
6
|
ચંદીગઢ
|
14,198
|
1,089
|
15,287
|
7
|
છત્તીસગઢ
|
3,50,716
|
28,186
|
3,78,902
|
8
|
દાદરા અને નગર હવેલી
|
5,019
|
252
|
5,271
|
9
|
દમણ અને દીવ
|
1,767
|
254
|
2,021
|
10
|
દિલ્હી
|
3,15,841
|
22,788
|
3,38,629
|
11
|
ગોવા
|
15,542
|
1,269
|
16,811
|
12
|
ગુજરાત
|
8,24,119
|
73,547
|
8,97,666
|
13
|
હરિયાણા
|
2,13,802
|
41,811
|
2,55,613
|
14
|
હિમાચલ પ્રદેશ
|
96,278
|
12,412
|
1,08,690
|
15
|
જમ્મુ અને કાશ્મીર
|
2,10,544
|
9,315
|
2,19,859
|
16
|
ઝારખંડ
|
2,61,339
|
13,394
|
2,74,733
|
17
|
કર્ણાટક
|
5,53,888
|
1,40,076
|
6,93,964
|
18
|
કેરળ
|
4,05,697
|
56,232
|
4,61,929
|
19
|
લદાખ
|
6,610
|
610
|
7,220
|
20
|
લક્ષદ્વીપ
|
2,333
|
591
|
2,924
|
21
|
મધ્યપ્રદેશ
|
6,43,277
|
32,124
|
6,75,401
|
22
|
મહારાષ્ટ્ર
|
9,16,977
|
68,978
|
9,85,955
|
23
|
મણીપુર
|
41,799
|
1,798
|
43,597
|
24
|
મેઘાલય
|
25,998
|
960
|
26,958
|
25
|
મિઝોરમ
|
15,749
|
3,052
|
18,801
|
26
|
નાગાલેન્ડ
|
23,391
|
4,418
|
27,809
|
27
|
ઓડિશા
|
4,43,401
|
1,22,741
|
5,66,142
|
28
|
પુડુચેરી
|
9,356
|
981
|
10,337
|
29
|
પંજાબ
|
1,27,528
|
20,538
|
1,48,066
|
30
|
રાજસ્થાન
|
7,82,710
|
62,183
|
8,44,893
|
31
|
સિક્કિમ
|
13,384
|
775
|
14,159
|
32
|
તમિલનાડુ
|
3,49,527
|
36,073
|
3,85,600
|
33
|
તેલંગાણા
|
2,81,365
|
1,05,936
|
3,87,301
|
34
|
ત્રિપુરા
|
84,254
|
15,066
|
99,320
|
35
|
ઉત્તરપ્રદેશ
|
11,40,754
|
86,021
|
12,26,775
|
36
|
ઉત્તરાખંડ
|
1,33,636
|
9,682
|
1,43,318
|
37
|
પશ્ચિમ બંગાળ
|
6,73,939
|
69,651
|
7,43,590
|
38
|
અન્ય
|
3,57,164
|
35,013
|
3,92,177
|
|
કુલ
|
1,04,87,375
|
12,58,177
|
1,17,45,552
|
રસીકરણ કવાયતના 38મા દિવસે (22 ફેબ્રુઆરી 2021) કુલ 6,28,696 લાભાર્થીઓને રસી આપવામાં આવી છે. આમાંથી 12,560 સત્રોનું આયોજન કરીને 3,38,373 લાભાર્થીઓને 1લો ડોઝ (HCW અને FLW) 2,90,323 HCWને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
દેશમાં કોવિડ-19 વિરોધી રસી લેનારા કુલ 1,17,45,552 લાભાર્થીઓમાંથી 1,04,87,375 (HCW અને FLW)એ પ્રથમ ડોઝ લીધો છે જ્યારે 12,58,177 લાભાર્થીઓને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
કુલ રસી લેનારા લાભાર્થીઓમાંથી 51.66% લોકો માત્ર 7 રાજ્યોમાં છે. માત્ર ઉત્તરપ્રદેશમાં જ 10.4% (12,26,775 ડોઝ) આપવામાં આવ્યા છે.
બીજો ડોઝ લેનારા 61.15% લાભાર્થીઓ 8 રાજ્યોમાંથી છે. બીજા ડોઝ તરીકે કર્ણાટકમાં સૌથી વધારે 11.13% (1,40,076 ડોઝ) લાભાર્થીઓને રસી આપવામાં આવી છે.
ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે વધીને 1.07 કરોડ (1,07,12,665) થઇ ગઇ છે. સાજા થવાનો દર આજે 97.22% નોંધાયો હતો. સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસોની સંખ્યા વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે જે આજે 10,565,359 નોંધાયો હતો.
નવા સાજા થયેલામાંથી 86.56% દર્દીઓ 6 રાજ્યોમાંથી હોવાનું નોંધાયું છે.
મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ 5035 દર્દી સાજા થયા છે. ત્યારપછીના ક્રમે, કર્ણાટકમાં સૌથી વધુ 2,212 દર્દી છેલ્લા 24 કલાકમાં સજા થયા છે જ્યારે તમિલનાડુમાં વધુ 449 દર્દી સાજા થયા છે.
નવા નોંધાયા 84% પોઝિટીવ કેસ 6 રાજ્યોમાંથી છે.
મહારાષ્ટ્રમાં સતત સૌથી વધુ સંખ્યામાં દૈનિક ધોરણે નવા કેસો નોંધાઇ રહ્યાં છે. અહીં વધુ 5,210 દર્દીઓ એક દિવસમાં સંક્રમિત થયા છે. તે પછીના ક્રમે કેરળમાં નવા 2,212 દર્દી જ્યારે તમિલનાડુમાં નવા 449 દર્દી પોઝિટીવ નોંધાયા છે.
દેશમાં એક દિવસમાં નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 84.62% દર્દીઓ માત્ર 6 રાજ્યોમાંથી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ (18) દર્દી મૃત્યુ પામ્યા છે. કેરળમાં વધુ 16 ને પંજાબમાં 15 દર્દીના મૃત્યુ નોંધાયા છે.
SD/GP/JD
****
(Release ID: 1700130)
|