પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 16 ફેબ્રુઆરીના રોજ માળખાગત સુવિધા ક્ષેત્રમાં અંદાજપત્રના અસરકારક અમલીકરણ અંગે ભાવિ રૂપરેખા પર આધારિત વિચારવિમર્શ વેબિનારમાં સંબોધન આપશે

Posted On: 15 FEB 2021 8:24PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ફેબ્રુઆરી 2021ના રોજ સાંજે 4 કલાકે માળખાગત સુવિધા ક્ષેત્રમાં અંદાજપત્ર 2021-22ના અસરકારક અમલીકરણ માટે ભાવિ રૂપરેખા અંગે વિચારવિમર્શ માટેના વેબિનારમાં સંબોધન આપશે.

વેબિનાર વિશે

આ વેબિનારમાં 200થી વધારે પેનલિસ્ટ ભાગ લેશે જેમાં મુખ્ય નાણાંકીય સંસ્થાઓ અને ફંડ્સના પ્રતિનિધિઓ, ઇજારેદારો અને કોન્ટ્રાક્ટરો, સલાહકારો અને વિષય નિષ્ણાંતો પણ સામેલ રહેશે. આ પેનલિસ્ટ્સ માળખાગત સુવિધાઓના વિકાસના ઝડપી ગતિએ અમલીકરણ અને ગુણવત્તા વિશે તેમના વિચારોનું આદાનપ્રદાન કરશે જેમાં મુખ્યત્વે અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ અને આ ક્ષેત્રમાં વધુને વધુ રોકાણને આકર્ષવા જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

આ પછી, બે સમાંતર બ્રેકઆઉટ સત્રોનું આયોજન કરવામાં આવશે જેમાં અંદાજપત્રની દૂરંદેશીના ઝડપી અમલીકરણ માટે લાગુ થવા પાત્ર પરિયોજનાઓની યાદી સંકલિત કરવા માટે અને અમલીકરણની ભાવિ રૂપરેખાનો મુસદ્દો તૈયાર કરવા માટે મંત્રીઓના સમૂહના વરિષ્ઠ અધિકારીઓ અને આંતર-વિભાગીય નિષ્ણાતો દ્વારા ચર્ચા પણ સામેલ છે. અંતિમ તૈયાર કરવામાં આવેલી વ્યૂહનીતિ અમલીકરણ વિશે હિતધારકો સાથે ચાલુ પરામર્શનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

SD/GP/JD

****



(Release ID: 1698273) Visitor Counter : 188