પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ તમિલનાડુના વિરુધુનગરમાં ફટાકડા ફેક્ટરીમાં આગ લાગવા અંગે દુઃખ વ્યક્ત કર્યુ; મૃતકો માટે સહાય જાહેર કરી

પોસ્ટેડ ઓન: 12 FEB 2021 5:14PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના વિરુધુનગરમાં ફટાકડા ફેક્ટરીમાં આગ લાગવા અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે અને પીડિતો માટે સહાય જાહેર કરી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યુ કે, ‘તમિલનાડુના વિરુધુનગરમાં એક ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાથી દુઃખ થયું છે. દુઃખની આ પળે, મારી સંવેદના શોકમગ્ન પરિવારોની સાથે છે. મને આશા છે કે ઘાયલો ઝડપથી સ્વસ્થ થશે. અધિકારીઓ ઘટના સ્થળે કાર્ય કરી રહ્યા છે.

તમિલનાડુના વિરુધુનગરમાં ફટાકડાની એક ફેક્ટરીમાં આગ લાગવાથી મૃત્યુ પામેલા લોકોના પરિજનો માટે પીએમએનઆરએફમાંથી રૂ. 2 લાખની સહાય મંજૂર કરવામાં આવી છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ લોકોને રૂ. 50000ની સહાય આપવામાં આવશે.’

 

SD/GP/JD

(રીલીઝ આઈડી: 1697464) મુલાકાતી સંખ્યા : 229