નાણા મંત્રાલય

યુનિયન બજેટ 2021-22ની મુખ્ય બાબતો

Posted On: 01 FEB 2021 2:07PM by PIB Ahmedabad

 

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમને સૌપ્રથમ ડિજિટલ યુનિયન બજેટ પ્રસ્તુત કરીને જણાવ્યું હતું કે, ભારતની કોવિડ-19 સામેની લડાઈ વર્ષ 2021માં જળવાઈ રહેશે અને કોવિડ પછીની દુનિયામાં રાજકીય, આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોમાં પરિવર્તન આવ્યું રહ્યું છે, ત્યારે ઇતિહાસમાં આ ક્ષણે નવા યુગનો આરંભ થયો – જેમાં ભારત ખરાં અર્થમાં આશા અને સમૃદ્ધિની ભૂમિ બનવા સારી રીતે સજ્જ છે.

 

યુનિયન બજેટ 2021-22ની મુખ્ય બાબતો નીચે મુજબ છેઃ

 

યુનિયન બજેટ 2021-21ના 6 આધારસ્તંભો:

 

  1. સ્વાસ્થ્ય અને કલ્યાણ
  2. ભૌતિક અને માનવીય મૂડી તથા માળખાગત સુવિધા
  3. આકાંક્ષી ભારત માટે સર્વસમાવેશક વિકાસ
  4. માનવીય મૂડીમાં નવચેતનનો સંચાર
  5. નવીનતા તથા સંશોધન અને વિકાસ
  6. સરકારનો ઓછામાં ઓછો  હસ્તક્ષેપ અને શ્રેષ્ઠ શાસન

 

  1. સ્વાસ્થ્ય અને કલ્યાણ
  • અનુમાનિત બજેટ 2021-22માં સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે રૂ. 2,23,846 કરોડની ફાળવણી, જે અનુમાનિત બજેટ 2020-21માં રૂ. 94,452 કરોડથી 137 ટકાનો વધારો
  • ત્રણ ક્ષેત્રો – નિવારણ, સારવાર અને કલ્યાણને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું
  • આરોગ્ય અને કલ્યાણને સુધારવા માટે લેવામાં આવેલા વિવિધ પગલાં

 

  1. રસી

ü અનુમાનિત બજેટ 2021-22માં કોવિડ-19 રસી માટે રૂ. 35,000 કરોડની ફાળવણી

ü ભારતમાં બનેલી ન્યૂમોકોક્કલ રસી દેશભરમાં આપવામાં આવશે, જે અત્યારે 5 રાજ્યોમાં આપવામાં આવશે, જેનો ઉદ્દેશ દર વર્ષે 50,000 બાળકોનાં મૃત્યુને નિવારવાનો છે

 

  1. આરોગ્ય વ્યવસ્થા

ü પ્રધાનંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના માટે 6 વર્ષ માટે રૂ. 64,180 કરોડનો ખર્ચ કરવામાં આવશે – એનએચએમ ઉપરાંત આ કેન્દ્ર સરકારની નવી યોજના છે, જેને શરૂ કરવામાં આવશે

ü પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના અંતર્ગત મુખ્ય પહેલો નીચે મુજબ છેઃ

  • નેશનલ ઇન્સ્ટિટ્યૂશન ફોર વન હેલ્થ
  • 17,788 ગ્રામીણ અને 11,024 શહેરી આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રો
  • 4 પ્રાદેશિક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ફોર વાયરોલોજી
  • 15 હેલ્થ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અને 2 મોબાઇલ હોસ્પિટલો
  • 11 રાજ્યોમાં તમામ જિલ્લાઓમાં સંપૂર્ણ સરકારી આરોગ્ય પ્રયોગશાળાઓ અને 3382 તાલુકાઓમાં સરકારી આરોગ્ય એકમો
  • 602 જિલ્લાઓમાં ક્રિટિકલ કેર હોસ્પિટલ બ્લોક્સ અને કેન્દ્ર સરકારની 12 સંસ્થાઓ
  • રાષ્ટ્રીય રોગ નિયંત્રણ માટે કેન્દ્ર (એનસીડીસી), એની 5 પ્રાદેશિક શાખાઓ અને 20 મેટ્રોપોલિટન હેલ્થ સર્વેલન્સ એકમોને મજબૂત કરવા
  • તમામ સરકારી આરોગ્ય પ્રયોગશાળાઓને જોડવા તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પોર્ટલનું વિસ્તરણ
  • 16 નવા સરકારી આરોગ્ય એકમો અને વર્તમાન 33 સરકારી આરોગ્ય એકમોને મજબૂત કરવા
  • WHO દક્ષિણ-પૂર્વ એશિયાના વિસ્તાર માટે રિજનલ રિસર્ચ પ્લેટફોર્મ
  • 9 જૈવસલામત સ્તર III પ્રયોગશાળાઓ

 

  1. પોષણ

ü મિશન પોષણ 2.0 શરૂ કરવામાં આવશે:

  • પોષક દ્રવ્યોની સામગ્રી, પ્રદાન, પહોંચ અને પરિણામ વધારવા
  • પૂરક પોષણ કાર્યક્રમ અને પોષણ અભિયાનનો વિલય કરવામાં આવશે
  • તમામ 112 આકાંક્ષી જિલ્લાઓમાં પોષણલક્ષી પરિણામોમાં સુધારો કરવા માટે એક સઘન વ્યૂહરચના અપનાવવામાં આવશે

 

  1. પાણીનો પુરવઠો દરેક સુધી પહોંચાડવો

ü જલજીવન અભિયાન (શહેરી) માટે 5 વર્ષ દરમિયાન રૂ. 2,87,000 કરોડ – આ યોજના નીચેના ઉદ્દેશો સાથે શરૂ કરવામાં આવી હતી:

  • 2.86 કરોડ ઘરોને નળનું જોડાણ
  • તમામ 4,378 શહેરી સ્થાનિક સંસ્થાઓમાં દરેક ઘરને પાણીનો પુરવઠો પહોંચાડવો
  • 500 અમૃત શહેરોમાં પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન

 

  1. સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત

ü શહેરી સ્વચ્છ ભારત અભિયાન 2.0 માટે 5 વર્ષ દરમિયાન રૂ. 1,41,678 કરોડ

ü સ્વચ્છ ભારત અભિયાન (શહેરી) 2.0 અંતર્ગત મુખ્ય પહેલોઃ

  • સંપૂર્ણ મળ-મૂત્ર વ્યવસ્થાપન અને નકામા પાણી પર પ્રક્રિયા કરવી
  • કચરાના સ્ત્રોતમાંથી જ એનું અલગીકરણ કે વર્ગીકરણ
  • સિંગલ-યુઝ પ્લાસ્ટિકમાં ઘટાડો કરવો
  • નિર્માણ અને તોડફોડની કામગીરીઓમાંથી પેદા થતા કચરાનું અસરકારક રીતે વ્યવસ્થાપન કરીને હવાના પ્રદૂષણમાં ઘટાડો કરવો
  • તમામ જૂની ડમ્પ સાઇટોનું બાયો-રીમેડિયેશન

 

 

 

  1. સ્વચ્છ હવા

ü મિલિયન (દસ લાખ)ની વસ્તી ધરાવતા 42 શહેરી કેન્દ્રો માટે હવાના પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે રૂ. 2,217 કરોડ

 

  1. સ્ક્રેપિંગ નીતિ

ü જૂના અને અનફિટ વાહનોનો તબક્કાવાર રીતે નિકાલ કરવા સ્વૈચ્છિક રીતે વાહનના નિકાલની નીતિ

ü ઓટોમેટેડ ફિટનેસ સેન્ટરોમાં ફિટનેસ પરીક્ષણો:

  • પર્સનલ વાહનોના કેસમાં 20 વર્ષ પછી
  • કમર્શિયલ વાહનોના કેસમાં 15 વર્ષ પછી

 

  1. ભૌતિક અને નાણાકીય મૂડી તથા માળખાગત ક્ષેત્ર સાથે સંબંધિત સુવિધાઓ

 

  1. ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન યોજના (પીએલઆઈ)

 

ü 13 ક્ષેત્રોમાં પીએલઆઈ યોજનાઓ માટે આગામી 5 વર્ષ માટે રૂ. 1.97 કરોડ

ü આત્મનિર્ભર ભારત માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્પાદનનું કેન્દ્ર બનાવવા અને આ માટે પ્રોત્સાહન આપવા

ü કંપનીઓ ઉત્પાદનમાં મદદ કરવા, જેથી તેઓ આંતરરાષ્ટ્રીય પુરવઠાની સાંકળનું અભિન્ન અંગ બને, મુખ્ય ક્ષમતાઓ હાંસલ કરે અને અત્યાધુનિક ટેકનોલોજીનો સ્વીકાર અને ઉપયોગ કરે

ü મુખ્ય ક્ષેત્રોમાં ઉત્પાદન વધારવું અને ઉત્પાદનને દુનિયામાં મહત્તમ દેશોમાં પહોંચાડવા

ü યુવાનોને રોજગારી પ્રદાન કરવી

 

  1. ટેક્સટાઇલ્સ

 

ü પીએલઆઈ ઉપરાંત મેગા ઇન્વેસ્ટમેન્ટ ટેક્સટાઇલ્સ પાર્ક્સ (એમઆઇટીઆરએ) યોજનાઃ

  • 3 વર્ષમાં 7 ટેક્સટાઇલ પાર્ક્સ સ્થાપિત થશે

ü ટેક્સટાઇલ ઉદ્યોગ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક બનશે, મોટું રોકાણ આકર્ષશે અને રોજગારીની તકોમાં વધારો થશે અને નિકાસને વેગ મળશે

 

  1. માળખાગત સુવિધા

 

ü નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન (એનઆઇપી) વધારીને 7,400 પ્રોજેક્ટ્સ:

  • રૂ. 1.10 લાખ કરોડના આશરે 217 પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા છે

ü એનઆઇપી માટે ફંડ વધધારવા મુખ્યત્વે ત્રણ ક્ષેત્રો પર ભાર મૂકવામાં આવ્યોઃ

  1. સંસ્થાકીય માળખાનું સર્જન
  2. અસ્કયામતોનું મુદ્રીકરણ કરવા પર ભાર
  3. મૂડીગત ખર્ચનો હિસ્સો વધારવો

 

  1. સંસ્થાકીય માળખાનું સર્જનઃ સંસ્થાગત ધિરાણ
  • સંસ્થાગત ધિરાણ માટે પ્રેરક, પ્રદાતા અને માધ્યમ તરીકે કામ કરવા ડેવલપમેન્ટ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટશન (ડીએફઆઇ) સ્થાપિત કરવા અને એનો ઉપયોગ કરવા રૂ. 20,000 કરોડ
  • 3 વર્ષમાં સૂચિત ડીએફઆઈ અંતર્ગગત રૂ. 5 લાખ કરોડના ધિરાણનો પોર્ટફોલિયો ઊભો કરવામાં આવશે
  • સંશોધિત InvITs and REITs કાયદાઓ દ્વારા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા ડેટ ધિરાણ ઊભું થઈ શકશે

 

  1. અસ્કયામતોનું મુદ્રીકરણ કરવા ભાર
  • નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન શરૂ થશે
  • અસ્કયામતોનું મુદ્રીકરણ કરવા માટે મહત્ત્વપૂર્ણ પગલાં:
  1. રૂ. 5,000 કરોડના 5 કાર્યરત ટોલ રોડ NHAIInvITને હસ્તાંતરિત કરવામાં આવ્યાં
  2. રૂ. 7,000 કરોડના મૂલ્યની ટ્રાન્સમિશન અસ્કયામતો PGCILInvITને હસ્તાંતરિત કરવામાં આવશે
  3. રેલવે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર અસ્કયામતો કાર્યરત થયા પછી કામગીરી અને જાળવણી માટે એનું મુદ્રીકરણ કરશે
  4. કામગીરી અને વ્યવસ્થામાં છૂટછાટ માટે એરપોર્ટના આગામી લોટનું મુદ્રીકરણ કરશે
  5. અસ્કયામત મુદ્રીકરણ કાર્યક્રમ અંતર્ગત અન્ય મુખ્ય માળખાગત અસ્કયામતોનું મુદ્રીકરણ હાથ ધરવામાં આવશેઃ
    •  
    • GAIL, IOCL અને HPCLની ઓઇલ અને ગેસ પાઇપલાઇન
    • ટિઅર 2 અને ટિઅર 3 શહેરોમાં એએઆઈના એરપોર્ટ
    • રેલવેની અન્ય માળખાગત અસ્કયામતો
    • સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન અને નાફેડ જેવી સીપીએસઈની વેરહાઉસ અસ્કયામતો
    • સ્પોર્ટ્સ સ્ટેડિયમો

 

  1. મૂડીગત બજેટમાં તીવ્ર વધારો
  • વર્ષ 2021-22માં રૂ. 5.54 લાખ કરોડનો મૂડીગત ખર્ચ – જેમાં વર્ષ 2020-21માં ફાળવવામાં આવેલા રૂ. 4.12 લાખ કરોડથી 34.5 ટકાની ઊંચી વૃદ્ધિ
  • રાજ્યો અને સ્વાયત્ત સંસ્થાઓને તેમના મૂડીગત ખર્ચ માટે રૂ. 2 લાખ કરોડથી વધારે
  • આર્થિક બાબતોના વિભાગને વિવિધ પ્રોજેક્ટ/કાર્યક્રમો/સારી કામગીરી માટે વિભાગીય પ્રદર્શન માટે મૂડીગત ખર્ચ કરવા રૂ. 44,000 કરોડથી વધારે
  1. માર્ગો અને રાજમાર્ગોની માળખાગત સુવિધા

 

ü માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય માટે અત્યાર સુધીની સૌથી વધુ રૂ. 1,18,101 લાખ કરોડની ફાળવણ – જેમાંથી મૂડી માટે રૂ. 1,08,230 કરોડ

ü 5.35 લાખ કરોડની ભારતમાલા પરિયોજના અંતર્ગત, 13,000 કિલોમીટરથી વધારે લાંબાઈના માર્ગોનું નિર્માણ કરવા માટે રૂ. 3.3 લાખ કરોડના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યાં હતાં:

  • 3,800 કિલોમીટરની લંબાઈ ધરાવતા માર્ગો અને રાજમાર્ગોનું નિર્માણ થઈ ગયું છે
  • અન્ય 8,500 કિલોમીટરની લંબાઈ ધરાવતા માર્ગોનું નિર્માણ કરવામ ટે માર્ચ, 2022 સુધી કોન્ટ્રાક્ટ આપવામાં આવશે
  • વધુ 11,000 કિલોમીટરની લંબાઈ ધરાવતા રાષ્ટ્રીય રાજમાર્ગ કોરિડોરનું નિર્માણ માર્ચ, 2022 સુધીમાં પૂર્ણ થશે

ü આર્થિક કોરિડોરનું આયોજન થયું છે:

  • તમિલનાડુમાં 3,500 કિલોમીટરની લંબાઈના રાજમાર્ગોનું નિર્માણ કરવા માટે રૂ. 1.03 લાખ કરોડની ફાળવણી
  • કેરળમાં 1,100 કિલોમીટરની લંબાઈ ધરાવતા રાષ્ટ્રીય રાજમાર્ગોનું નિર્માણ કરવા રૂ. 65,000 કરોડનું રોકાણ
  • પશ્ચિમ બંગાળમાં 675 કિલોમીટરના રાષ્ટ્રીય રાજમાર્ગો માટે રૂ. 25,000 કરોડ
  • અસમમાં આગામી 3 વર્ષમાં 1300 કિલોમીટરના રાષ્ટ્રીય રાજમાર્ગોનું કામ હાથ ધરવા માટે રૂ. 34,000 કરોડ ફાળવવામાં આવશે, જે રાજ્યમાં હાલ ચાલુ રૂ. 19,000 કરોડના રાષ્ટ્રીય રાજમાર્ગોના નિર્માણ ઉપરાંતનું હશે

ü મુખ્ય કોરિડોર / એક્સપ્રેસવે:

  • દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે – બાકીના 260 કિલોમીટરના એક્સપ્રેસવેનું નિર્માણ કરવાનો કોન્ટ્રાક્ટ 31.3.2021 અગગાઉ આપવામાં આવશે
  • બેંગાલુરુ-ચેન્નાઈ એક્સપ્રેસવે – 278 કિલોમીટરના એક્સપ્રેસવેનું નિર્માણ ચાલુ નાણાકીય વર્ષમાં શરૂ થઈ જશે, વર્ષ 2021-22માં નિર્માણકાર્ય શરૂ થશે
  • કાનપુર-લખનૌ એક્સપ્રેસવે – 63 કિલોમીટરનો એક્સપ્રેસવે રાષ્ટ્રીય રાજમાર્ગ 27ને વૈકલ્પિક રુટ પ્રદાન કરે છે, જેની શરૂઆત 2021-22માં થશે
  • દિલ્હી-દેહરાદૂન આર્થિક કોરિડોર – 210 કિલોમીટરની લંબાઈ ધરાવતો આ કોરિડોર ચાલુ નાણાકીય વર્ષમાં શરૂ થશે; નિર્માણકાર્ય 2021-22માં શરૂ થશે
  • રાયપુર-વિશાખાપટન – 464 કિલોમીટરનો કોરિડોર, જે છત્તિસગઢ, ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશમાંથી પસાર થશે, જેનો કોન્ટ્રાક્ટ ચાલુ વર્ષમાં આવશે, વર્ષ 2021-22માં નિર્માણકાર્ય શરૂ થશે
  • ચેન્નાઈ-સાલેમ કોરિડોર – 277 કિલોમીટરના એક્સપ્રેસવેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે અને 2021-22માં નિર્માણકાર્ય શરૂ થશે
  • અમૃતસર-જામનગગર - 2021-22માં નિર્માણકાર્ય શરૂ થશે
  • દિલ્હી-કટારા - 2021-22માં નિર્માણકાર્ય શરૂ થશે

ü તમામ નવા 4 અને 6 લેન રાજમાર્ગોમાં અદ્યતન ટ્રાફિક વ્યવસ્થાપન વ્યવસ્થાઃ

  • સ્પીડ રડાર
  • વેરિએબલ મેસેજ સાઇનબોર્ડ
  • જીપીએસ સક્ષમ રિકવરી વાન સ્થાપિત થશે

 

  1. રેલવે સાથે સંબંધિત માળખાગત સુવિધાઓ

 

ü રેલવે માટે રૂ. 1,10,055 કરોડની ફાળવણી, જેમાંથી રૂ. 1,07,100 કરોડ મૂડીગગત ખર્ચ માટે

ü નેશનલ રેલ પ્લાન ફોર ઇન્ડિયા (2030): વર્ષ 2030 સુધીમાં ભવિષ્ય માટે સજ્જ રેલવે વ્યવસ્થા ઊભી કરવા

ü બ્રોડ-ગેજ રુટોનું 100 ટકા વીજળીકરણ ડિસેમ્બર, 2023 સુધીમાં પૂર્ણ થશે

ü વર્ષ 2021ના અંત સુધીમાં બ્રોડ ગેજ રુટ કિલોમીટર (આરકેએમ)નું વીજળીકરણ 46,000 આરકેએમ થશે એટલે કે 72 ટકા થઈ જશે

ü વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (ડીએફસી) અને ઇસ્ટર્ન ડીએફસી જૂન, 2022 સુધીમાં કાર્યરત થઈ જશે, જેથી લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો થશે – જે મેક ઇન ઇન્ડિયાની વ્યૂહરચનાને સક્ષમ બનાવશે

ü અન્ય સૂચિત પહેલો:

  • ઇસ્ટર્ન ડીએફસીના સોનનગર-ગોમોહ વિભાગ (263.7 કિલોમીટર)ને 2021-22માં પીપીપી મોડમાં હાથ ધરવામાં આવશે
  • ભવિષ્યના ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પ્રોજેક્ટ્સ
  • ખડગપુરથી વિજયવાડા સુધી ઇસ્ટ કોસ્ટ કોરિડોર
  • ભુવાસલથી ખડગપુરથી દાનકુની સુધી ઇસ્ટ-વેસ્ટ કોરિડોર
  • ઇટારસીથી વિજયવાડા સુધી નોર્થ-સાઉથ કોરિડોર

ü પેસેન્જરની સુવિધા અને સલામતી માટે લેવામાં આવેલા પગલાં:

  • શ્રેષ્ઠ પ્રવાસ માટે ટૂરિસ્ટ રુટ પર સુંદર ડિઝાઇન ધરાવતા વિસ્ટા ડોમ એલએચબી કોચ
  • અતિ ગીચ નેટવર્ક અને અતિ ઉપયોગ થતાં નેટવર્ક રુટ સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ ધરાવશે, જેનાથી માનવીય ચૂકને કારણએ ટ્રેનનો અકસ્માત થવાની શક્યતા દૂર થશે

 

  1. શહેરી માળખાગત સુવિધાઓ

ü શહેરી વિસ્તારોમાં મેટ્રો રેલ નેટવર્ક વધારીને અને સિટી બસ સેવાનું વિસ્તરણ કરીને સરકારી પરિવહનનો હિસ્સો વધારવામાં આવશે

ü સરકારી બસ પરિવહનનું વિસ્તરણ કરવા એક નવી યોજના માટે રૂ. 18,000 કરોડ

  • 20,000થી વધારે બસો દોડાવવા માટે નવીન પીપીપી મોડલ
  • ઓટોમોબાઇલ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા, આર્થિક વૃદ્ધિને વેગ આપવા, આપણા યુવાનો માટે રોજગારીની તકોનું સર્જન કરવા
  •  

ü કુલ 702 કિલોમીટરની પરંપરાગત મેટ્રો કાર્યરત છે અને વધુ 1,016 કિલોમીટરની મેટ્રો અને આરઆરટીએસનું નિર્માણ 27 શહેરોમાં ચાલુ છે

ü ટિઅર-2 શહેરો અને ટિઅર-1 શહેરોની આસપાસના વિસ્તારોમાં મેટ્રો જેવો અનુભવ આપવા મેટ અતિ ઓછા ખર્ચે મેટ્રો રેલ સિસ્ટમ પ્રદાન કરવા મેટ્રોલાઇટ અને મેટ્રોનીયો ટેકનોલોજીસ

ü કેન્દ્ર સરકારે જે યોજનાઓ માટે ફંડ આપશેઃ

  1. રૂ. 1957.05 કરોડના ખર્ચે 11.5 કિલોમીટરની લંબાઈ ધરાવતા કોચી મેટ્રો રેલવેના બીજા તબક્કા માટે
  2. રૂ. 63,246 કરોડના ખર્ચે 118.9 કિલોમીટરની લંબાઈ ધરાવતા ચેન્નાઈ મેટ્રો રેલવેના બીજા તબક્કા માટે
  3. રૂ. 14,788 કરોડના ખર્ચે 58.19 કિલોમીટરના બેંગાલુરુ મેટ્રો રેલવે પ્રોજેક્ટના તબક્કા 2એ અને 2બી માટે
  4. અનુક્રમે રૂ. 5,976 કરોડ અને રૂ. 2,092 કરોડના ખર્ચે નાગપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કા અને નાશિક મેટ્રો માટે

 

  1. વીજળીની માળખાગત સુવિધા

ü 139 ગિગાવોટની સ્થાપિત ક્ષમતા અને 1.41 લાખ સર્કિટ કિલોમીટરની ટ્રાન્સમિશન લાઇન ઉમેરવામાં આવી હતી અને વધુ 2.8 કરોડ કુટુંબોને છેલ્લાં 6 વર્ષમાં જોડવામાં આવ્યાં હતાં

ü સ્પર્ધાત્મકતા વધારવા માટે ઉપભોક્તાઓને વિતરણ કંપની પસંદગી કરવાનો વિકલ્પ પ્રદાન કરવામાં આવશે

ü નવરચિત, સુધારા આધારિત અને પરિણામ સાથે સંબંધિત નવી વીજ વિતરણ ક્ષેત્ર યોજના માટે 5 વર્ષ માટે રૂ. 3,05,984 કરોડ

ü વિસ્તૃત નેશનલ હાઇડ્રોજન એનર્જી મિશન 2021-22 શરૂ થશે

 

  1. બંદર, જહાજ, જળમાર્ગો

ü નાણાકીય વર્ષ 2021-22માં મુખ્ય બંદરોની કામગીરી માટે પીપીપી-મોડમાં રૂ. 2,000 કરોડના 7 પ્રોજેક્ટ ઓફર કરવામાં આવશે

ü ભારતીય શિપિંગગ કંપનીઓને મંત્રાલયો અને કેન્દ્ર સરકારની કંપનીઓના આંતરરાષ્ટ્રીય ટેન્ડરમાં આગામી 5 વર્ષ દરમિયાન સબસિડી સ્વરૂપે રૂ. 1624 કરોડનો ટેકો મળશે

ü વર્ષ 2024 સુધીમાં રિસાઇકલિંગ ક્ષમતા બમણી વધીને આશરે 4.5 મિલિયન લાઇટ ડિસપ્લેસમેન્ટ ટન (એલડીટી) થવાની અપેક્ષા, જેના પરિણામે વધુ 1.5 લાખ રોજગારીનું સર્જન થશે

 

  1. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ

ü 1 કરોડથી વધારે લાભાર્થીઓને ઉજ્જવલા યોજનાનો લાભ આપવામાં આવ્યો

ü આગામી 3 વર્ષમાં શહેરી ગેસ વિતરણ નેટવર્કમાં વધુ 100 જિલ્લાઓ ઉમેરાશે

ü જમ્મુ અને કાશ્મીરમાં ગેસ પાઇપલાઇનનો નવો પ્રોજેક્ટ

ü સંપૂર્ણપણે તટસ્થ રીતે ખુલ્લી પહોંચના આધારે તમામ કુદરતી ગેસ પાઇપલાઇનની સામાન્ય વહન ક્ષમતાના બુકિંગની સુવિધા અને સંકલન માટે સ્વતંત્ર ધોરણે ગેસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઓપરેટરની સ્થાપના થશે

 

  1. નાણાકીય મૂડી

ü એક તર્કસંગત સીક્યોરિટીઝ માર્કેટ્સ આચારસંહિતા તૈયાર કરવામાં આવશે

ü સરકાર જીઆઇએફટી – આઇએફએસસીમાં એક આંતરરાષ્ટ્રીય સ્તરનું ફિનટેક કેન્દ્ર વિકસાવવા માટે સાથસહકાર આપશે

ü દબાણના સમયે અને સામાન્ય સમયગાળામાં કોર્પોરેટ બોંડ માર્કેટમાં ભાગીદારો વચ્ચે વિશ્વાસ પેદા કરવા માટે તથા સેકન્ડરી માર્કેટ લિક્વિડિટીને વધારવા એક સ્થાયી સંસ્થાગત માળખું તૈયાર કરવામાં આવશે

ü રેગ્યુલેટેડ ગોલ્ડ એક્સચેન્જીસની સ્થાપના કરવામાં આવશેઃ આ માટે સેબીને એક નિયમનકાર સંસ્થા સ્વરૂપે અધિસૂચિત કરવામાં આવશે તથા વેર હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટીને મજબૂત કરશે

ü તમામ નાણાકીય રોકાણકારોના અધિકાર સ્વરૂપે ઇન્વેસ્ટર ચાર્ટર વિકસાવવામાં આવશે

ü બિનપરંપરાગત ઊર્જા ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ભારતીય સૌર ઊર્જા નિગમમાં રૂ. 1,000 કરોડ અને ભારતીય પુનઃપ્રાપ્ય ઊર્જા વિકાસ સંસ્થામાં રૂ. 1,500 કરોડની મૂડી ઉમેરવામાં આવશે.

 

  1. વીમા ક્ષેત્રમાં એફડીઆઈમાં વધારો

ü એફડીઆઇની મર્યાદા 49 ટકાથી વધારીને 74 ટકા કરવી તથા વિદેશી માલિકીને મંજૂરી આપવી તથા સલામતી સાથે નિયંત્રણ

 

  1. બોજ ધરાવતી અસ્કયામતોનું સમાધાન

ü એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ અને એસેટ મેનેજમેન્ટ કંપનીની સ્થાપના થશે

 

  1. સરકારી બેંકોનું પુનઃમૂડીકરણ

ü વર્ષ 2021-22માં સરકારી બેંકોની નાણાકીય ક્ષમતાને મજબૂત કરવા માટે રૂ. 20,000 કરોડની જોગવાઈ

 

  1. ડિપોઝિટની સુરક્ષા

ü ડીઆઇસીજીસી ધારા, 1961માં સંશોધન કરવાની દરખાસ્ત છે, જેથી આ જોગવાઈઓને સ્ટ્રીમ લાઇન કરી શકાય અને બેંકમાં નાણાકીય જમા કરતાં લોકો સરળતાપૂર્વક સમયસર પોતાની જમા રકમને વીમાકવચની મર્યાદા સુધી મેળવી શકે.

ü નાના ઋણધારકોના હિતોને જાળવવા અને ધિરાણ વ્યવસ્થામાં સુધારો કરવા માટે એ એનબીએફસી માટે જેની લઘુતમ અસ્કયામત રૂ. 100 કરોડ સુધી હોય શકે છે, સીક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સીક્યોરિટી (સરફેસી) કાયદા, 2002 અંતર્ગત ઋણની વસૂલાત માટે લઘુતમ ઋણની મર્યાદા હાલની રૂ. 50 લાખથી ઘટાડીને રૂ. 20 લાખ કરવામાં આવશે.

 

  1. કંપની સંબંધિત બાબતો

ü લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપ (એલએલપી) કાયદા 2008ને અપરાધમુક્ત બનાવવામાં આવશે.

ü કંપની ધારા, 2013 અંતર્ગત લઘુ કંપનીઓની પરિભાષામાં સંશોધન કરવામાં આવશે, જે અંતર્ગત ચુકવવામાં આવેલી મૂડી રૂ. 50 લાખથી વધારે ન હોવાને સ્થાન મહત્તમ રૂ. 2 કરોડ તથા વેપારની લઘુતમ મર્યાદા 2 કરોડથી વધારે ન હોવાને સ્થાને રૂ. 20 કરોડથી વધુ નહીં હોય એ નક્કી થશે.

ü વન પર્સન કંપનીઝ (ઓપીસી)ની રચનાને પ્રોત્સાહન આપીને સ્ટાર્ટ-અપ્સ અને ઇનોવેટર્સને પ્રોત્સાહનઃ

  • પેઇડ અપ મૂડી અને ટર્નઓવર પર કોઈ પણ પ્રકારના નિયંત્રણો વિના તેમની વૃદ્ધિને મંજૂરી આપવી
  • કોઈ પણ સમયે કંપનીને અન્ય પ્રકારમાં પરિવર્તન કરવાની મંજૂરી
  • કોઈ પણ ભારતીય નાગરિક માટે ઓપીસી સ્થાપિત કરવા રોકાણનો ગાળો 182 દિવસથી ઘટાડીને 120 દિવસ કરવો
  • બિનનિવાસી ભારતીયો (એનઆરઆઈ)ને ભારતમાં ઓપીસીની રચના કરવાની સુવિધા આપવામાં આવી

ü કેસોની પતાવટ ઝડપથી નીચે મુજબ કરવામાં આવશે:

  • એનસીએલટી માળખાને મજબૂત કરવું
  • ઇ-કોર્ટ સિસ્ટમનું અમલીકરણ
  • ઋણ સમાધાનની વૈકલ્પિક પદ્ધતિઓ પ્રસ્તુત કરવી તથા એમએસએમઈ માટે વિશેષ માળખું

ü વર્ષ 2021-22માં ડેટા એનાલીટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગગગ સંચાલિત એમસીએ21 વર્ઝન 3.0ની શરૂઆત કરવી

 

  1. ડિસઇન્વેસ્ટમેન્ટ અને વ્યૂહાત્મક વેચાણ

ü બજેટ અનુમાન 2020-21માં ડિસઇન્વેસ્ટમેન્ટમાંથી રૂ. 1,75,000 કરોડ રૂપિયા મળવાનો અંદાજ

ü બીપીસીએલ, એર ઇન્ડિયા, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, કન્ટેઇનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, આઇડીબીઆઈ બેંક, બીઇએમએલ, પવન હંસ, નીલાંચલ ઇસ્પાત નિગમ લિમિટેડ વગેરેનું વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ 20200-21માં પૂર્ણ કરવામાં આવશે

ü આઇડીબીઆઈ બેંક ઉપરાંત બે સરકારી બેંક અને એક જનરલ વીમાકંપનીનું ખાનગીકરણ કરવામાં આવશે

ü વર્ષ 2021-22માં એલઆઇસીનો આઇપીઓ

ü વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ માટે નવી નીતિને મંજૂરી

ü કેન્દ્ર સરકારની કંપનીઓનું 4 વ્યૂહાત્મક ક્ષેત્રોમાં ખાનગીકરણ સ્વીકાર કરવામાં આવ્યું

ü નીતિ આયોગ વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ માટે સીપીએસઇની નવી યાદ પર કામ કરશે

ü કેન્દ્ર સરકારના ભંડોળનો ઉપયોગ કરતી સરકારી કંપનીઓનાં ડિસઇન્વેસ્ટમેન્ટ માટે રાજ્યોને પ્રોત્સાહન આપવામાં આવશે

ü બિનઉપયોગી જમીનનું મુદ્રીકરણ માટે સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ

ü નબળી કે નુકસાન કરતી સીપીએસઈને સમયસર બંધ કરવા માટે સંશોધિત વ્યવસ્થા સુનિશ્ચિત કરવી

 

  1. સરકારી નાણાકીય સુધારા

ü તમામ સ્તરે લાગુ કરવા માટે સ્વાયત્ત સંસ્થાઓ માટે ટ્રેઝરી સિંગલ એકાઉન્ટ (ટીએસએ) સિસ્ટમ

ü સહકારી મંડળીઓ માટે વેપારવાણિજ્ય સરળ કરવા માટે અલગ વહીવટી માળખું

 

  1. આકાંક્ષી ભારત માટે સર્વસમાવેશક વિકાસ
  1. કૃષિ

ü તમામ કોમોડિટીઓમાં ઉત્પાદન ખર્ચથી લઘુતમ 1.5 ગણી એમએસપી સુનિશ્ચિત  કરી હતી.

ü ખરીદીમાં સતત વધારા સાથે ખેડૂતોની ચુકવણીમાં નીચે મુજબ વધારો થયો હતો:

     (રૂ. કરોડમાં)

 

2013-14

2019-20

2020-21

ઘઉં

Rs. 33,874

Rs. 62,802

Rs. 75,060

ચોખા

Rs. 63,928

Rs. 1,41,930

Rs. 172,752

કઠોળ-દાળ

Rs. 236

Rs. 8,285

Rs. 10,530

 

ü સ્વામિત્વ યોજનાનો તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં અમલ કરવામાં આવશે. 1241 ગામડાઓમાં 1.80 લાખ મિલકતના માલિકોને કાર્ડ અગાઉથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે

ü નાણાકીય વર્ષ 2021-22માં કૃષિ ક્રેડિટનો લક્ષ્યાંક 16.5 લાખ કરોડ કરવામાં આવ્યો છે. પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન પર મુખ્યત્વે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે

ü ગ્રામીણ માળખાગત વિકાસ ભંડોળ રૂ. 30,000 કરોડથી વધારીને રૂ. 40,000 કરોડ કરવામાં આવશે

ü સૂક્ષ્મ સિંચાઈ ભંડોળ બમણું કરીને રૂ. 10,000 કરોડ કરવામાં આવી

ü ઓપરેશન ગ્રીન સ્કીમ ઝડપથી ખરાબ થનાર 22 ઉત્પાદનો સુધી લાગુ કરવામાં આવી, જેથી કૃષિ અને સંબંધિત ઉત્પાદનોમાં મૂલ્ય સંવર્ધનને પ્રોત્સાહન મળે

ü ઈ-નામના માધ્યમથી લગભગ 1.68 કરોડ ખેડૂતોની નોંધણી કરવામાં આવી અને રૂ. 1.14 લાખ કરોડના મૂલ્યનો વેપાર કરવામાં આવ્યો. 1000 વધુ મંડીઓને પારદર્શક અને સ્પર્ધાત્મક બનાવવા માટે ઈ-નામ સાથે સંકલિત કરવામાં આવશે

ü એપીએમસીમાં મૂળભૂત માળખાગત સુવિધાઓ વધારવા માટે કૃષિ માળખાગત ભંડોળની સુવિધાનો લાભ મળશે.

 

  1. મત્સ્યપાલન

ü દરિયાઈ અને આંતરિક એમ બંને રીતે દેશમાં આધુનિક ફિશિંગ બંદરો અને ફિશ લેન્ડિંગ કેન્દ્રો વિકસાવવા રોકાણ કરવામાં આવશે

ü 5 મુખ્ય ફિશિંગ બંદરો – કોચી, ચેન્નાઈ, વિશાખાપટનમ, પારાદીપ અને પેતવાઘાટને આર્થિક કામગીરીના કેન્દ્ર સ્વરૂપે વિકસાવવામાં આવશે

ü તમિલનાડુમાં સીવીડના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા બહુઉદ્દેશીય સીવીડ પાર્ક સ્થાપિત કરવામાં આવશે

 

  1. પરપ્રાંતીય કામદારો અને શ્રમિકો

ü દેશમાં કોઈ પણ જગ્યાએ અનાજ મેળવવા માટે લાભાર્થીઓ માટે એક દેશ, એક રેશન કાર્ડ યોજના – એનો સૌથી વધુ લાભ પરપ્રાંતીય કામદારોને મળશે

  • અત્યાર સુધી યોજનાના અમલીકરણમાં 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 86 ટકા લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યાં છે
  • બાકીના 4 રાજ્યોને આગામી થોડા મહિનાઓમાં જોડવામાં આવશે

ü અસંગઠિત શ્રમિકો, પરપ્રાંતીય કામદારો, ખાસ કરીને તેમના માટે યોજનાઓ બનાવવામાં મદદરૂપ થવા સરકાર માહિતી એકત્ર કરવા એક પોર્ટલ

ü 4 શ્રમ સંહિતાઓને લાગુ કરવાની પ્રક્રિયા ચાલુ છે

  • ગિગ અને પ્લેટફોર્મ કામદારોને પણ સામાજિક સુરક્ષાના ફાયદા મળશે
  • તમામ કેટેગરીઓના કામદારો માટે ઇમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન અંતર્ગત લઘુતમ વેતન અને કવચ
  • તમામ કેટેગરીઓમાં મહિલા કામદારોને કામ કરવાની મંજૂરી, જેમાં પર્યાપ્ત સુરક્ષા સાથે રાતપાળીમાં કામ કરવાની સુવિધા સામેલ છે
  • એક નોંધણી અને લાઇસન્સિંગગ તથા ઓનલાઇન રિટર્ન સાથે કંપનીઓ પર નીતિનિયમોના ભારણમાં ઘટાડો થયો

 

  1. નાણાકીય સર્વસમાવેશકતા

ü અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને મહિલાઓ માટે સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના અંતર્ગત

  • માર્જિન મનીની જરૂરિયાતમાં 15 ટકા સુધીનો ઘટાડો થયો
  • આનુષંગિક કૃષિલક્ષી પ્રવૃત્તિઓ માટે લોન પણ સામેલ

ü એમએસએમઈ ક્ષેત્ર માટે રૂ. 15,700 કરોડની બજેટ ફાળવણી, જે ચાલુ વર્ષના અંદાજિત બજેટથી બમણાથી વધારે છે

 

  1. માનવીય મૂડીમાં નવચેતનનો સંચાર કરવા
  1. શાળા શિક્ષણ

ü એનઇપીના તમામ ઘટકોનો અમલ કરીને 15,000 શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવામાં આવશે, જેથી આ શાળાઓ અન્ય શાળાઓ તેમના વિસ્તારોમાં ઉદાહરણરૂપ બની શકે

ü સેવાભાવી સંસ્થાઓ/ખાનગી શાળાઓ/રાજ્યો સાથે ભાગીદારીમાં 100 નવી સૈનિક સ્કૂલોની સ્થાપના થશે

 

  1. ઉચ્ચ શિક્ષણ

ü ભારતીય ઉચ્ચ શિક્ષણ પંચ સ્થાપિત કરવા આ વર્ષે કાયદો રજૂ કરવામાં આવશે. આ એક મુખ્ય સંસ્થા હશે, જેમાં ધારાધોરણો સ્થાપિત કરવા, માન્યતા આપવા, નિયમન કરવા અને ભંડોળ  આપવા માટે 4 અલગ માધ્યમો હશે

ü તમામ સરકારી કોલેજો, યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓ દ્વારા ઘણા શહેરોમાં મુખ્ય માળખાની સ્થાપના કરવામાં આવશે, જેથી શ્રેષ્ઠ સમન્વય સ્થાપિત થઈ શકે

ü આ ઉદ્દેશ પાર પાડવા એક ગ્લૂ ગ્રાન્ટ ઊભી કરવામાં આવશે

ü લડાખમાં ઉચ્ચ શિક્ષણની સુવિધા પ્રદાન કરવા માટે લેહમાં સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે

 

  1. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓનું કલ્યાણ

ü આદિવાસી વિસ્તારોમાં 750 એકલવ્ય મોડલની રહેવાસી શાળાઓ સ્થાપિત કરવામાં આવશેઃ

  • દરેક શાળાનો યુનિટ ખર્ચ વધારીને રૂ. 38 કરોડ કરવામાં આવશે
  • પર્વતીય અને દુર્ગમ વિસ્તારો માટે રૂ. 48 કરોડ
  • આદિવાસી વિસ્તારો માટે મજબૂત માળખાગત સુવિધાઓના સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરવું

 

ü અનુસૂચિત જાતિઓના કલ્યાણ માટે મેટ્રિક પછી શિષ્યાવૃત્તિ યોજનાઓને સુધારવામાં આવી

  • વર્ષ 2025-26 સુધી 6 વર્ષ માટે કેન્દ્ર સરકારની સહાય વધારીને રૂ. 35,219 કરોડ
  • અનુસૂચિત જાતિઓના 4 કરોડ વિદ્યાર્થીઓને લાભ થશે

 

  1. કૌશલ્ય

ü યુવાનો માટે તકો વદારવા તાલીમ ધારામાં સુધારાની દરખાસ્ત રજૂ કરવામાં આવી

ü હાલની રાષ્ટ્રીય એપ્રેન્ટિસશિપ તાલીમ યોજના (એનએટીએસ)ને સુંસગત કરવા રૂ. 3,000 કરોડ, જેનો ઉદ્દેશ શિક્ષણ પૂર્ણ થયા પછી સ્નાતકો અને તથા એન્જિનીયરિંગમાં ડિપ્લોમાધારકોને એપ્રેન્ટિસશિપ અને તાલીમ

ü કૌશલ્ય સંવર્ધનને પ્રોત્સાહન આપવા માટે અન્ય દેશો સાથે ભાગીદારી માટેની પહેલો, જેને આગળ વધારવામાં આવશેઃ

  • સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) સાથે કૌશલ્ય યોગ્યતા, મૂલ્યાંકન, પ્રમાણીકરણ અને પ્રમાણિત કામદારોને કામગીરી માટે ગોઠવવા
  • જાપાન સાથે કૌશલ્ય, ટેકનિક અને માહિતીના હસ્તાંતરણ માટે સાથસહકારમાં આંતર-તાલીમ કાર્યક્રમ (ટીઆઇટીપી)

 

  1. નવીનતા તથા સંશોધન અને વિકાસ
  • જુલાઈમાં જાહેર થયેલા નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની કાર્યવ્યવસ્થા તૈયાર કરવામાં આવી હતી

o 5 વર્ષ માટે રૂ. 50,000 કરોડની જોગવાઈ

o રાષ્ટ્રીય સ્તરે મહત્ત્વપૂર્ણ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે સંપૂર્ણ સંશોધન વ્યવસ્થાને મજબૂત કરવા

  • ડિજિટલ માધ્યમો થકી નાણાકીય વ્યવહારોને પ્રોત્સાહન આપવા સૂચિત યોજના માટે રૂ. 1,500 કરોડ
  • નેશનલ લેંગ્વેજ ટ્રાન્સલેશન મિશન (એનટીએલએમ) મુખ્ય ભારતીય ભાષાઓમાં વહીવટ અને નીતિગત જાણકારી ઉપલબ્ધ કરાવશે
  • ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ (એનએસઆઇએલ) દ્વારા PSLV-CS51 લોંચ થશે, જેમાં બ્રાઝિલના એમાઝોનિયા ઉપગ્રહ અને ભારતના કેટલાંક ઉપગ્રહો તરતાં મૂકવામાં આવશે
  • ગગનયાન અભિયાનના ભાગરૂપે વિવિધ પ્રવૃત્તિઓ:
    • રશિયામાં 4 ભારતીય એસ્ટ્રોનટને જેનેરિક સ્પેસ ફ્લાઇટ પર તાલીમ આપવામાં આવે છે
    • ડિસેમ્બર, 2021માં પ્રથમ માનવરહિત અભિયાન લોંચ થશે
  • ડીપ ઓશન મિશન સર્વે સંશોધન અને ઊંડા દરિયામાં જૈવવિવિધતાનું સંરક્ષણ કરવા માટે પાંચ વર્ષ માટે રૂ. 4,000 કરોડ

 

  1. સરકારનો ઓછામાં ઓછો હસ્તક્ષેપ, શ્રેષ્ઠ વહીવટ
  • ઝડપથી ન્યાય સુનિશ્ચિત કરવા માટે ન્યાયપંચોમાં સુધારા લાવવા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યાં છે
  • રાષ્ટ્રીય સંલગ્ન હેલ્થકેર વ્યાવસાયિકો માટે પંચની રચના કરવા માટેની દરખાસ્ત રજૂ થઈ ગઈ છે, જેથી 56 સંલગ્ન હેલ્થકેર વ્યવસાયોમાં કામગીરીની પારદર્શકતા અને અસરકારકતા સુનિશ્ચિત કરી શકાય
  • નર્સિંગ વ્યવસાયમાં પણ પારર્શકતા અને અસરકારકતા લાવવા માટે નેશનલ નર્સિંગગ એન્ડ મિડવાઇફરી કમિશન બિલ રજૂ કરવામાં આવ્યું છે
  • કેન્દ્ર સરકારની કંપનીઓ સાથે કરાર સાથે સંબંધિત વિવાદોનું ઝડપથી નિરાકરણ લાવવા માટે સમાધાનની વ્યવસ્થાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે
  • ભારતના ઇતિહાસમાં વસ્તીગણતરીની પ્રક્રિયા સૌપ્રથમ ડિજિટલ રીતે હાથ ધરવા રૂ. 3,768 કરોડની ફાળવણી
  • પોર્ટુગલના આધિપત્યમાંથી મુક્તિ મેળવવાની હિરક જયંતિની ઉજવણી કરવા માટે ગોવા સરકારને રૂ. 300 કરોડની ગ્રાન્ટ
  • અસમ અને પશ્ચિમ બંગાળમાં ખાસ યોજના દ્વારા ચાના બગીચાઓમાં કામ કરતા કામદારો, ખાસ કરીને મહિલાઓ અને તેમના બાળકોના કલ્યાણ માટે રૂ. 1,000 કરોડ

 

રાજકોષીય સ્થિતિ

વિગત

મૂળ બજેટ અંદાજ 2020-21

વાસ્તવિક અંદાજ 2020-21

બજેટ અંદાજ 2021-22

ખર્ચ

`30.42 લાખ કરોડ

 

`34.50 લાખ કરોડ

`34.83 લાખ કરોડ

મૂડીગત ખર્ચ

`4.12 લાખ કરોડ

`4.39 લાખ કરોડ

` 5.5 લાખ કરોડ

રાજકોષીય ખાધ (GDPની ટકાવારી સ્વરૂપે)

-

9.5%

6.8%

 

  • ખર્ચ માટે વાસ્તવિક બજેટ અંદાજ રૂ. 30.42 લાખ કરોડની અપેક્ષાએ મૂળ અંદાજ રૂ. 34.50 લાખ કરોડ છે
    • ખર્ચની ગુણવત્તા જાળવવામાં આવી છે, કારણ કે 2020-21માં રૂ. 4.12 લાખ કરોડના બજેટ અંદાજની સામે 2020-21માં વાસ્તવિક અંદાજ રૂ. 4.39 લાખ કરોડ છે.
  • 2021-22ના અંદાજિત બજેટમાં અંદાજિત ખર્ચ રૂ. 34.83 લાખ કરોડ, જેમાં 5.5 લાખ કરોડ મૂડીગત ખર્ચ તરીકે સામેલ છે, જેમાં અર્થતંત્રને જરૂરી વેગ આપવા માટે 34.5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે
  • અંદાજિત બજેટ 2021-22માં રાજકોષીય ખાધ જીડીપીની 6.8 ટકા રહેવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2020-21 માટેનાં વાસ્તવિક અંદાજમાં રાજકોષીય ખાધ જીડીપીની 9.5 ટકા થઈ ગઈ છે – જે માટે સરકારી ઉધારી, વિવિધ પક્ષો પાસેથી ઋણ, નાની બચત કરતાં ફંડો અને ટૂંકા ગાળાના ઋણ જવાબદાર છે

o આગામી વર્ષ માટે બજારમાંથી કુલ ઋણ આશરે રૂ. 12 લાખ કરોડ લેવામાં આવશે

o રાજકોષીય ખાધને ઘટાડવાના માર્ગે અગ્રેસર થવાની યોજના જાળવી રાખવામાં આવશે, વર્ષ 2025-26 સુધી રાજકોષીય ખાધ ઘટાડીને જીડીપીની 4.5 ટકા કરવાનો પ્રયાસ થશે, જે માટે સમયની સાથે તબક્કાવાર રીતે ઘટાડો કરવાનો અભિગમ અપનાવવામાં આવશે

o આ લક્ષ્યાંક ઉચિત સમાધાન દ્વારા કરવેરાની આવક વધારીને તથા સરકારી કંપનીઓ અને જમીન સહિત અસ્કયામતોનું મુદ્રીકરણ કરીને હાંસલ કરવામાં આવશે

o ચાલુ વર્ષે અનપેક્ષિત અને અભૂતપૂર્વ સ્થિતિસંજોગોને ધ્યાનમાં રાખીને એફઆરબીએમ ધારાના ખંડ 4(5) અને 7(3) (બી) અંતર્ગત વિચલન વિવરણ રજૂ કરવામાં આવ્યું

o લક્ષિત રાજકોષીય ખાધનું સ્તર હાંસલ કરવા એફઆરબીએમ કાયદામાં સુધારાની દરખાસ્ત રજૂ કરવામાં આવી

  • નાણાં બિલ (બજેટ) દ્વારા ભારતનું આકસ્મિક ભંડોળ રૂ. 500 કરોડથી વધારીને રૂ. 30,000 કરોડ કરવામાં આવશે.

 

રાજ્યોનું કુલ ઋણ:

  • 15મા નાણાં પંચની ભલામણ મુજબ, વર્ષ 2021-22 માટે રાજ્યો માટે કુલ ઋણ જીએસટીપીના 4 ટકા  કરવાની મંજૂરી આપવામાં આવી છે
    • આ હિસ્સા અંતર્ગત મૂડીગત ખર્ચમાં વધારો
    • વધારાના ઋણની ટોચમર્યાદા જીએસડીપીના 0.5 ટકા કરવાની છૂટ આપવામાં આવશે, જે કેટલીક શરતોને આધિન છે
  • 15મા નાણાં પંચની ભલામણ મુજબ, રાજ્યોનો વર્ષ 2023-24 સુધીની રાજકોષીય ખાધ જીએસડીપીના 3 ટકા થશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી

 

15મું નાણાં પંચ:

  • વર્ષ 2021થી વર્ષ 2026 માટે અંતિમ અહેવાલ રાષ્ટ્રપતિને સુપરત કરવામાં આવ્યો હતો, જેમાં રાજ્યોનો હિસ્સો 41 ટકા જાળવવામાં આવ્યો છે
  • જમ્મુ અને કાશ્મીર અને લડાખના કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્ર સરકાર ફંડ પ્રદાન કરશે
  • પંચની ભલામણ પર વર્ષ 2021-22માં 17 રાજ્યોને આવકમાં ખાધ પૂરી કરવા ગ્રાન્ટ પેટે રૂ. 1,18,452 કરોડ પ્રદાન કરવામાં આવ્યાં છે, જ્યારે વર્ષ 2020-21માં 14 રાજ્યોને રૂ. 74,340 કરોડ પ્રદાન કરવામાં આવ્યાં હતાં

 

કરવેરાની દરખાસ્તો

રોકાણ મેળવવા અને રોજગારીનું સર્જન કરવાની સાથે સાથે કરદાતાઓનું ભારણ ઘટાડવાના ઉદ્દેશ સાથે પારદર્શક અને અસરકારક કરવેરા વ્યવસ્થાનો દ્રષ્ટિકોણ.

 

  1. પ્રત્યક્ષ કરવેરા

 

ઉપલબ્ધિઓ:

  • કોર્પોરેટ વેરાના દર ઘટાડીને વિશ્વમાં સૌથી ઓછા કોર્પોરેટ દર કરવામાં આવ્યાં
  • નાનાં કરદાતાઓ પર કરવેરાનું ભારણ ઘટાડવા માટે રિબેટ કે છૂટ વધારવામાં આવી
  • વર્ષ 2014માં આવકવેરાનું રિટર્ન ભરનાર લોકોની સંખ્યા 3.31 કરોડથી વધીને વર્ષ 2020માં લગભગ બમણી એટલે 6.48 કરોડ થઈ ગઈ
  • ફેસલેસ આકારણી અને ફેસલેસ અપીલની વ્યવસ્થા શરૂ કરવામાં આવી

 

વરિષ્ઠ નાગરિકોને રાહત:

 

  • બજેટમાં 75 વર્ષ અને એનાથી વધારે વય ધરાવતા વરિષ્ઠ નાગરિકોને આવકવેરા માટેનું રિટર્ન ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. હવે પેન્શન ચુકવણી કરનાર બેંકો એમની આવકમાંથી જરૂરી કરવેરો કાપી લેશે

વિવાદોમાં ઘટાડો, પતાવટની પ્રક્રિયા સરળઃ

  • કેસને ફરી ખોલવાની સમયમર્યાદા 6 વર્ષથી ઘટાડીને 3 વર્ષ કરવામાં આવી
  • કરચોરીનાં ગંભીર કેસોમાં, જેમાં એક વર્ષમાં રૂ. 50 લાખ કે એનાથી વધારે આવક છુપાવવાનો પુરાવો મળે છે. આ પ્રકારના કેસોમાં સંબંધિત આકારણી કરવા 10 વર્ષ સુધી ફરી ખોલી શકાશે, જે માટે પ્રિન્સિપલ ચીફ કમિશનરની મંજૂરી જરૂરી છે.
  • રૂ. 50 લાખ સુધીની કરવેરાને પાત્ર આવક અને રૂ. 10 લાખ સુધીની વિવાદિત આવક ધરાવતા કરદાતાઓ માટે વિવાદ સમાધાન સમિતિની રચના કરવામાં આવશે.
  • નેશનલ ફેસલેસ ઇન્કમ ટેક્ષ અપીલેટ ટ્રિબ્યુનલ સેન્ટરની સ્થાપના કરવાની જાહેરાત
  • 30 જાન્યુઆરી, 2021 સુધી 1 લાખથી વધારે કરદાતાઓએ રૂ. 85,000 કરોડથી વધારેના કરવેરા વિવાદોની પતાવટ કરવા વિવાદ સે વિશ્વાસ યોજનાનો વિકલ્પ પસંદ કર્યો

બિનનિવાસી ભારતીયો (એનઆરઆઈ)ને છૂટછાટ:

  • એનઆરઆઈ માટે વિદેશમાં તેમની સેવાનિવૃત્તિ પછી ભારત પરત ફરતા આવક સાથે સંબંધિત સમસ્યાઓનું સરળતાપૂર્વક સમાધાન કરવા માટે નિયમોને વધારે સરળ બનાવવામાં આવ્યાં

ડિજિટલ અર્થતંત્રને પ્રોત્સાહન:

  • 95 ટકા નાણાકીય વ્યવહારો ડિજિટલ માધ્યમો થકી કરતી કંપનીઓ માટે ટેક્ષ ઓડિટ માટે ટર્નઓવરની મર્યાદા રૂ. 5 કરોડથી વધારીને રૂ. 10 કરોડ કરવામાં આવી

ડિવિડન્ડ માટે રાહત:

  • REIT/ InvITને ડિવિડન્ડની ચુકવણી ટીડીસીએસથી મુક્ત કરવાની દરખાસ્ત
  • ડિવિડન્ડની જાહેરાત/ચુકવણી પછી જ ડિવિડન્ડ પર એડવાન્સ ટેક્ષની જવાબદારી
  • વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો માટે ઓછા સમજૂતી દર પર ડિવિડન્ડની આવક પર કરવેરામાં ઘટાડો કરવાની દરખાસ્ત

માળખાગત સુવિધા માટે વિદેશી રોકાણ આકર્ષિક કરવું:

  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેટ ફંડોને ઝીરો કૂપન બોન્ડ્સ ઇશ્યૂ કરીને મૂડીભંડોળ ઊભું કરવાની મંજૂરી આપવામાં આવી
  • પ્રાઇવેટ ફંડિંગ પર પ્રતિબંધ, વાણિજ્યિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ અને સીધા રોકાણ સાથે સંબંધિત કેટલીક શરતોમાં છૂટછાટ આપવામાં આવી

 તમામ માટે મકાનને ટેકો આપવો:

  • વાજબી કિંમત ધરાવતું મકાન ખરીદવા પ્રાપ્ત થતી લોનના વ્યાજમાં 1.5 લાખ રૂપિયા સુધીની છૂટછાટની જોગવાઈ માર્ચ, 2020 સુધી લંબાવવામાં આવી
  • વાજબી કિંમત ધરાવતા હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે ટેક્ષ હોલિડે માર્ચ, 2022 સુધી લંબાવવામાં આવ્યો
  • અધિસૂચિત વાજબી કિંમત ધરાવતા રેન્ટલ હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે કરમુક્તિની સુવિધા આપવામાં આવી

ગિફ્ટ સિટીમાં આઇએફએસસીને કરવેરામાં છૂટછાટ:

  • વિમાન ભાડાપટ્ટે આપતી કંપનીઓની આવકમાંથી પ્રાપ્ત મૂડીગત લાભ માટે ટેક્ષ હોલિડે
  • વિદેશી વ્યાવસાયિકોને ભાડાપટ્ટે આપવામાં આવતા વિમાનોના ભાડામાં કરમુક્તિ
  • આઇએફએસસીમાં વિદેશી ભંડોળને ખસેડવા માટે કરવેરામાં છૂટછાટ
  • આઇએફએસસીમાં સ્થિત વિદેશી બેંકોના ઇન્વેસ્ટમેન્ટ ડિવિઝનને કરમુક્તિ

આવકવેરો ફાઇલ કરવાની પ્રક્રિયાને સરળ બનાવી:

  • લિસ્ટેડ સીક્યોરિટીઝ, ડિવિડન્ડની આવક, બેંકોમાંથી વ્યાજ વગેરેમાંથી પ્રાપ્ત મૂડીગત લાભની વિગતો રિટર્ન્સમાં અગાઉથી આપવી પડશે

નાનાં ટ્રસ્ટોને રાહત:

  • શાળાઓ અને હોસ્પિટલોનું સંચાલન કરતા નાનાં ચેરિટેબલ ટ્રસ્ટો માટે વાર્ષિક આવકની છૂટછાટની મર્યાદા રૂ. 1 કરોડથી વધારીને રૂ. 5 કરોડ કરવામાં આવી

શ્રમ કલ્યાણ:

  • કર્મચારીનું પ્રદાન મોડેથી જમા કરતા એને કંપનીનું યોગદાન ગણવામાં નહીં આવે અને એટલે કંપનીને કરમુક્તિનો લાભ નહીં મળે
  • સ્ટાર્ટ-અપ્સ માટે ટેક્ષ હોલિડેનો દાવો કરવા માટેની  સમયમર્યાદા વધુ એક વર્ષ વધારવામાં આવી
  • સ્ટાર્ટ-અપ્સમાં રોકાણ કરવા માટે મૂડીગત લાભમાંથી મુક્તિ 31 માર્ચ, 2022 સુધી લંબાવવામાં આવી

 

  1. પરોક્ષ કરવેરાઓ

જીએસટી:

  • અત્યાર સુધી સરકારે લીધેલા પગલાં:
  • એસએસએમ દ્વારા નીલ રિટર્ન ભરવાની સુવિધા
  • નાનાં કરદાતાઓ માટે ત્રિમાસિક ધોરણે રિટર્ન ભરવાની અને માસિક ધોરણે ચુકવણી કરવાની સુવિધા
  • ઇલેક્ટ્રોનિક ઇનવોઇસ સિસ્ટમ
  • ઇનપુટ ટેક્ષનું માન્ય વિવરણ
  • અગાઉથી ભરેલું સુધારાવધારા કરી શકાય એવું જીએસટી રિટર્ન
  • રિટર્ન ફાઇલની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો
  • જીએસટીએન વ્યવસ્થાની ક્ષમતા વધારી
  • કરચોરોની ઓળખ કરવા માટે ડીપ એનાલિટિક્સ અને એઆઈનો ઉપયોગ શરૂ થયો

કસ્ટમ ડ્યુટીની તર્કબદ્ધતા:

  • બે ઉદ્દેશોઃ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન તથા આંતરરાષ્ટ્રીય પુરવઠાની સાંકળમાં ભારતનો હિસ્સો વધારવા અને નિકાસને વેગ આપવા મદદ કરવી
  • 80 જૂની છૂટછાટો રદ કરવામાં આવી
  • 400થી વધારે જૂની છૂટછાટોની સમીક્ષા કરીને 1 ઓક્ટોબર, 2021થી સંશોધિત, સરળ, તર્કબદ્ધ કસ્ટમ વેરાનું માળખું સ્થાપિત કરવામાં આવશે
  • કસ્ટમ્સ ડ્યુટી સાથે સંબંધિત નવી છૂટછાટો જાહેર થયાની તારીખથી પછી બે વર્ષ 31 માર્ચ સુધી માન્ય રહેશે

ઇલેક્ટ્રોનિક અને મોબાઇલ ફોન ઉદ્યોગ:

  • ચાર્જર્સના પાર્ટ્સ અને મોબાઇલના પેટાભાગો પર કેટલીક છૂટછાટો પાછી ખેંચવામાં આવી
  • મોબાઇલના કેટલાંક પાર્ટ્સ પરનો વેરો શૂન્યથી વધારીને 2.5 ટકા કરવામાં આવ્યો

લોખંડ અને સ્ટીલ:

  • બિન-મિશ્ર, મિશ્ર અને સ્ટેઇનલેસ સ્ટીલના સેમી, ફ્લેટ અને લાંબા ઉત્પાદનો પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને એકસમાન 7.5 ટકા
  • સ્ટીલ સ્ક્રેપ પર કરવેરામાં 31 માર્ચ, 2022 સુધી મુક્તિ
  • સ્ટીલના ચોક્કસ ઉત્પાદનો પર એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી (એડીડી) અને કાઉન્ટર-વેઇલિંગ ડ્યુટી (સીવીડી) રદ કરવામાં આવી
  • કોપર સ્ક્રેપ પર વેરો 5 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરવામાં આવ્યો

ટેક્સટાઇલ્સ:

  • કેપ્રોલેક્ટમ, નાયલોન ચિપ્સ અને નાયલોન ફાઇબર તથા યાર્ન પર મૂળભૂત જકાત વેરો (બીસીડી) 5 ટકા સુધી ઘટાડવામાં આવ્યો

રસાયણો:

  • સ્થાનિક મૂલ્ય સંવર્ધનને પ્રોત્સાહન આપવા અને વિસંગતતાઓને દૂર કરવા રાસાયણિક પદાર્થો પર જકાત દરોને સુસંગત બનાવવામાં આવ્યાં
  • નેપ્થા પર વેરો 2.5 ટકા ઘટાડવામાં આવ્યો

સોનું અને ચાંદી:

  • સોના અને ચાંદી પર જકાત વેરો તર્કસંગત કરવામાં આવશે

પુનઃપ્રાપ્ય ઊર્જા:

  • સૌર સેલ અને સૌર પેનલ્સ માટે તબક્કાવાર ઉત્પાદન યોજનાને અધિસૂચિત કરવામાં આવશે
  • સૌર ઇન્વર્ટર્સ પર વેરો 5 ટકાથી વધારીને 20 ટકા અને સૌર લેન્ટર્ન્સ પર વેરો 5 ટકાથી વધારીને 15 ટકા, જેના પગલે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળશે

મૂડીગત ઉપકરણ:

  • હવે ટનલ બોરિંગ મશીન પર 7.5 ટકાની કસ્ટમ ડ્યુટી લાગશે અને એના પાર્ટ્સ પર 2.5 ટકા ડ્યુટી
  • ચોક્કસ ઓટો પાર્ટ્સ પરનો વેરો વધારીને 15 ટકાના સામાન્ય દર જેટલો કરવામાં આવશે

એમએસએમઈ સાથે સંબંધિત ઉત્પાદનો:

  • સ્ટીલ સ્ક્રૂ અને પ્લાસ્ટિક બિલ્ડર વેર પર વેરો વધારીને 15 ટકા કરવામાં આવ્યો
  • પ્રૉન ફીડ પર કસ્ટમ ડ્યુટી 15 ટકા, જેનો અગાઉનો દર 5 ટકા હતો
  • ગાર્મેન્ટ્સ, લેધર અને હેન્ડિક્રાફ્ટ ચીજવસ્તુઓની નિકાસને પ્રોત્સાહન આપવા માટે એના માટે જરૂરી ચીજવસ્તુઓને કરમુક્ત આયાતી ચીજવસ્તુઓની યાદીમાં સમાવીને એને તર્કબદ્ધ બનાવી એને આયાતવેરામાંથી મુક્તિ આપવામાં આવી
  • ચોક્કસ પ્રકારના ચામડાની આયાત પર કરમુક્તિ પાછી ખેંચવામાં આવી
  • સ્થાનિક સ્તરે કૃત્રિમ રત્નો પર પ્રોસેસિંગને પ્રોત્સાહન આપવા તૈયાર કૃત્રિમ રત્નો પર કસ્ટમ ડ્યુટી વધારવામાં આવી

કૃષિ ઉત્પાદનો:

  • કપાસ પર કસ્ટમ ડ્યુટી શૂન્યથી વધારીને 10 ટકા તથા કાચા રેશન અને સિલ્ક યાર્ન પર 10 ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવી
  • સંશોધિત ઇથાઇલ આલ્કોહોલનાં અંતિમ વપરાશ પર આધારિત છૂટછાટ પાછી ખેંચવામાં આવી
  • થોડી ચીજવસ્તુઓ પર કૃષિ માળખાગત અને વિકાસ સેશ (એઆઇડીસી)

પ્રક્રિયાઓને તર્કબદ્ધ કરી અને નિયમોના પાલનની સરળતા:

  • તુરંત કસ્ટમ્સ પહેલ, જે ફેસલેસ, પેપરલેસ અને કોન્ટેક્ટલેસ કસ્મ્ટ્સ ક્લીઅરન્સ પ્રક્રિયા છે
  • ઓરિજિન કે સ્ત્રોતના નિયમોના અમલ માટે નવી પ્રક્રિયા

 

કોવિડ-19 રોગચાળા દરમિયાન ઉપલબ્ધિઓ અને સફળતાઓ

  • પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (પીએમજીકેવાય):
    • મૂલ્યઃ રૂ. 2.76 લાખ કરોડ
    • નિઃશુલ્ક અનાજ મેળવનાર લાભાર્થીઓઃ 80 કરોડ લોકો
    • નિઃશુલ્ક રાંધધણ ગેસ મેળવનાર લાભાર્થીઓઃ 8 કરોડ પરિવારો
    • 40 કરોડથી વધારે ખેડૂતો, મહિલાઓ, વયોવૃદ્ધો, ગરીબો અને જરૂરિયાતમંદોને રોકડ સહાય સીધી એમના બેંક ખાતાઓમાં જમા કરવામાં આવી
  • આત્મનિર્ભર ભારત પેકેજ (એએનબી 1.0):
    • અંદાજે રૂ. 23 લાખ કરોડ – જીડીપીના 10 ટકાથી વધારે
  • પીએમજીકેવાય, ત્રણ એએનબી પેકેજો (એએનબી 1.0, 2.0 અને 3.0) તથા પાછળથી થયેલી જાહેરાતો 5 મિની-બજેટો જેવી હતી
  • આરબીઆઈના પગલાં સહિત તમામ ત્રણ એએનબી પેકેજોની રૂ. 27.1 લાખ કરોડના મૂલ્યની નાણાકીય અસર – જે જીડીપીના 13 ટકાથી વધારે છે
  • માળખાગત સુધારાઓ:
    • એક દેશ, એક રેશનકાર્ડ
    • કૃષિ અને શ્રમ ક્ષેત્રમાં સુધારા
    • એમએસએમઈની પરિભાષા નવેસરથી બનાવવામાં આવી
    • ખનીજ ક્ષેત્રનું વાણિજ્યિકરણ
    • સરકારી ક્ષેત્રનાં સાહસોનું ખાનગીકરણ
    • ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન યોજનાઓ
  • કોવિડ-19 રોગચાળા સામે ભારતની લડાઈની સ્થિતિઃ
    • ભારતમાં બનેલી 2 રસીઓ – ભારતના નાગરિકોનું તબીબી રીતે રક્ષણ કરે છે અને કોવિડ-19 સામે 100થી વધારે દેશોનાં નાગરિકો માટે ઉપયોગી બની છે
    • ટૂંક સમયમાં 2 કે વધારે નવી રસીઓ આવે એવી અપેક્ષા
    • મિલિયનદીઠ સૌથી ઓછો મૃત્યુદર અને સૌથી ઓછા સક્રિય કેસો

2021 – ભારતીય ઇતિહાસ માટે નીચેના સીમાચિહ્નો માટેનું વર્ષ

  • ભારતની આઝાદીનું 75મું વર્ષ
  • ગોવાનાં ભારતમાં વિલયનું 60મું વર્ષ
  • ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1971માં થયેલા યુદ્ધનું 50મું વર્ષ
  • સ્વતંત્ર ભારતની 8મી વસ્તીગણતરીનું વર્ષ
  • બ્રિક્સ સંગઠનના પ્રમુખપદે ભારત
  • ચંદ્રાયાન-3 અભિયાન માટેનું વર્ષ
  • હરિદ્વાર મહાકુંભનું વર્ષ

 

આત્મનિર્ભર ભારત માટેનું વિઝન
 

  • આત્મનિર્ભર કોઈ નવો વિચાર નથી – પ્રાચીન ભારત આત્મનિર્ભર હતું અને દુનિયામાં વેપારવાણિજ્યનું કેન્દ્ર હતું
  • આત્મનિર્ભર ભારત – 130 કરોડ ભારતીયોની અપેક્ષાઓની અભિવ્યક્તિ છે, જેમને તેમની ક્ષમતાઓ અને કુશળતાઓમાં સંપૂર્ણ વિશ્વાસ છે
  • નીચેની બાબતોને મજબૂત કરવાનો સંકલ્પ લઈએઃ
    • રાષ્ટ્ર સર્વોપરી
    • ખેડૂતોની આવક બમણી કરવી
    • શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ
    • સ્વસ્થ ભારત
    • સુશાસન
    • યુવાનો માટે મહત્તમ તકોનું સર્જન કરવું
    • તમામ માટે શિક્ષણ સરળતાપૂર્વક ઉપલબ્ધ કરવું
    • મહિલાઓનો ઉત્થાન
    • સર્વસમાવેશક વિકાસ
  • યુનિયન બજેટ 2015-16માં 13 વચન આપવામાં આવ્યાં હતાં, જે દેશની આઝાદીના 75માં વર્ષ પર 2022ના અમૃત મહોત્સવ દરમિયાન આત્મનિર્ભરતાના વિઝનને સુસંગત છે.

 

વિશ્વાસ એ પક્ષી છે, જે પ્રકાશની અનુભૂતિ કરે છે અને જ્યારે પરોઢિયે અંધકાર હોય છે ત્યારે પણ ચહેકે છે.”

રવિન્દ્રનાથ ટાગોર

 

 


(Release ID: 1694257) Visitor Counter : 2513