સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં આજે સક્રિય કેસોનું ભારણ ઘટીને 1.7 લાખ કરતાં ઓછું થયું; હવે કુલ પોઝિટીવ કેસોમાંથી માત્ર 1.58% સક્રિય કેસો રહ્યાં


સળંગ બે દિવસથી 5,70,000થી વધારે લોકોનું રસીકરણ કરવામાં આવ્યું

35 લાખથી વધુ લાભાર્થીઓને કોવિડ-19 વિરોધી રસી આપવામાં આવી

Posted On: 30 JAN 2021 10:52AM by PIB Ahmedabad

ભારતમાં સક્રિય કેસોનું ભારણ સતત ઘટી રહ્યું હોવાથી આજે આંકડો 1.7 લાખ કરતાં પણ ઓછો (1,69,824) થઇ ગયો છે.

ભારતમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી હવે સક્રિય કેસોની સંખ્યા 1.6%થી ઓછી (માત્ર 1.58%) રહી છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001FKSH.jpg

 

 

 

 

એવા 9 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો છે જ્યાં સાપ્તાહિક પોઝિટીવિટી દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે. 12.20% સાથે કેરળમાં સૌથી વધુ સાપ્તાહિક પોઝિટીવિટી દર નોંધાયો છે. ત્યારબાદ, 7.30% સાપ્તાહિક પોઝિટીવિટી દર સાથે છત્તીસગઢનો ક્રમ આવે છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002O21D.jpg

 

 

 

 

 

27 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાપ્તાહિક પોઝિટીવિટી દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછો છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003CVN6.jpg

 

 

 

 

કુલ સાજા થતા દર્દીઓની સંખ્યામાં એકધારો વધારો નોંધાઇ રહ્યો હોવાથી ભારતમાં સાજા થવાનો દર વધીને 97%ની નજીક (96.98%) થઇ ગયો છે. ભારત સમગ્ર દુનિયામાં સૌથી વધુ સાજા થવાનો દર ધરાવતા દેશોમાંથી એક છે.

દેશમાં આજદિન સુધીમાં કુલ સાજા થયેલાની સંખ્યા 1.04 કરોડ (1,04,09,160) છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 14,808 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.

 

ભારતમાં કોવિડ-19 વિરોધી રસીકરણની કવાયતને નોંધપાત્ર પ્રમાણમાં વ્યાપક બનાવવામાં આવી છે.

સળંગ છેલ્લા 2 દિવસથી દેશમાં 5.7 લાખથી વધારે લોકોને રસી આપવામાં આવી છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0044709.jpg

 

 

30 જાન્યુઆરી 2021ના રોજ સવારે 8:00 વાગ્યા સુધીના અહેવાલો અનુસાર દેશમાં શરૂ કરવામાં આવેલા કોવિડ-19 રસીકરણ અભિયાન હેઠળ કુલ 35 લાખથી વધારે (35,00,027) લાભાર્થીઓને રસી આપવામાં આવી છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0057Y9D.jpg

 

 

 

છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 10,809 સત્રોનું આયોજન કરીને 5,71,974 લોકોને રસી આપવામાં આવી છે. આજદિન સુધીમાં કુલ 63,687 સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે.

 

અનુક્રમ નંબર

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો

 

 

 

રસી લેનારા લાભાર્થીઓની સંખ્યા

1

આંદામાન અને નિકોબારના ટાપુઓ

2,727

2

આંધ્રપ્રદેશ

1,79,038

3

અરુણાચલ પ્રદેશ

9,265

4

આસામ

36,932

5

બિહાર

1,10,396

6

ચંદીગઢ

2,977

7

છત્તીસગઢ

62,529

8

દાદરા અને નગર હવેલી

607

9

દમણ અને દીવ

333

10

દિલ્હી

48,008

11

ગોવા

3,391

12

ગુજરાત

2,21,675

13

હરિયાણા

1,23,935

14

હિમાચલ પ્રદેશ

22,918

15

જમ્મુ અને કાશ્મીર

26,634

16

ઝારખંડ

33,119

17

કર્ણાટક

3,07,891

18

કેરળ

1,35,835

19

લદાખ

989

20

લક્ષદ્વીપ

746

21

મધ્યપ્રદેશ

2,46,181

22

મહારાષ્ટ્ર

2,61,320

23

મણીપુર

3,399

24

મેઘાલય

4,200

25

મિઝોરમ

8,497

26

નાગાલેન્ડ

3,973

27

ઓડિશા

2,05,200

28

પુડુચેરી

2,299

29

પંજાબ

54,988

30

રાજસ્થાન

3,24,973

31

સિક્કિમ

2,020

32

તમિલનાડુ

97,126

33

તેલંગાણા

1,66,606

34

ત્રિપુરા

27,617

35

ઉત્તરપ્રદેશ

4,63,793

36

ઉત્તરાખંડ

25,818

37

પશ્ચિમ બંગાળ

2,21,994

38

અન્ય

50,078

કુલ

35,00,027

 

નવા સાજા થયેલા દર્દીઓમાંથી 85.10% લોકો 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી સાજા થયા છે.

કેરળમાં દૈનિક ધોરણે સૌધી વધુ નવા 6,398 દર્દીઓ સાજા થયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં વધુ 2,613 દર્દીઓ સાજા થયા છે જ્યારે કર્ણાટકમાં વધુ 607 દર્દીઓ સાજા થયા છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006LZO2.jpg

 

 

 

છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 13,083 દર્દીઓ સંક્રમિત થયા હોવાનું નોંધાયું છે.

નવા નોંધાયેલામાંથી 81.95% કેસ 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

કેરળમાં દૈનિક ધોરણે સૌથી વધુ નવા કેસ નોંધાઇ રહ્યાં છે જ્યાં એક દિવસમાં નવા 6,268 દર્દીઓ પોઝિટીવ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં નવા 2,771 કેસ જ્યારે તમિલનાડુમાં નવા 509 દર્દીઓ સંક્રમિત થયા હોવાનું નોંધાયું છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007MIAZ.jpg

 

 

 

છેલ્લા 24 કલાકમાં વધુ 137 દર્દીઓના મૃત્યુ નીપજ્યાં છે.

નવા નોંધાયેલા મૃત્યુમાંથી 83.94% દર્દીઓ સાત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ મૃત્યુ (56) નોંધાયા છે. આ ઉપરાંત, કેરળ અને પંજાબમાં દૈનિક ધોરણે નવા 22 અને 11 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0081MW4.jpg

 

 

 

****

SD/GP



(Release ID: 1693565) Visitor Counter : 201