નાણા મંત્રાલય

આર્થિક સરવે 2020-21ના મુખ્ય અંશો

Posted On: 29 JAN 2021 3:47PM by PIB Ahmedabad

કેન્દ્રીય નાણાં અને આર્થિક બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સિતારમણે આજે સંસદમાં આર્થિક સરવે 2020-21 રજૂ કર્યો હતો. કોવિડ યોદ્ધાઓને સમર્પિત આર્થિક સરવે 2020-21ના મુખ્ય અંશોનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સદીમાં એકાદ વખત આવતી કટોકટી દરમિયાન જીવન અને આજીવિકા બંને બચાવવા

- ભારતે કોવિડ-19 મહામારી દરમિયાન ટૂંકાગાળાની પીડા અને લાંબાગાળાના લાભ માટે પોતાની ઇચ્છા દ્વારા લોકોના જીવન અને આજીવિકા બંનેને બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

* આ સ્થિતિ સામે આપેલો પ્રતિભાવ માનવીય સિદ્ધાંતના આધારસ્તંભ પર હતો જેમાં કહ્યું છે કે:

  • ગુમાવેલું માણસનું જીવન ક્યારેય પાછું મેળવી શકાતું નથી

o મહામારીના કારણે ક્ષણિક આંચકાનો ભોગ બનેલી GDP વૃદ્ધિ ફરી પાછી પ્રાપ્ત થઇ જશે.

વહેલી તકે, સઘન લૉકડાઉનના કારણે લોકોના જીવન બચાવવામાં અને મધ્યમ તેમજ લાંબાગાળામાં આર્થિક પુન:રુત્થાન દ્વારા આજીવિકા બચાવવામાં બંને પક્ષે લાભની વ્યૂહનીતિ પૂરી પાડી છે.

આ વ્યૂહનીતિ હેન્સેન એન્ડ સાર્જન્ટ (2001)ના નોબેલ પુરસ્કાર વિજેતા સંશોધન પરથી પણ પ્રેરિત હતી: આ નીતિ જ્યારે અનિશ્ચિતતા તેના સર્વોપરી સ્તરે હોય તેવા સૌથી ખરાબ પરિદ્રશ્યમાં જાનહાનિને લઘુતમ સ્તરે લાવવા પર કેન્દ્રિત હતી.

ભારતની વ્યૂહનીતિએ કર્વને સપાટ કરી દીધો છે અને સપ્ટેમબર 2020માં આવેલી ટોચની સ્થિતિને તે પછીના સમયમાં ઘટાડી દીધી છે.

સપ્ટેમ્બરમાં ટોચની સ્થિતિ પછી, ભારતમાં લોકોના આવનજાવનમાં વધારો થવા છતાં દૈનિક કેસોમાં ઘટાડાનો અનન્ય અનુભવ જોવા મળ્યો છે

• Q2માં GDPમાં 7.5%નો ઘટાડો નોંધાયો હોવાથી V-આકારની રિકવરી જોવા મળે અને તમામ મુખ્ય આર્થિક સૂચકાંકોમાં રિકવરી નોંધાઇ છે જ્યારે Q1માં GDPમાં 23.9%નો ઘટાડો નોંધાયો હતો.

કોવિડ મહામારીએ માંગ અને પૂરવઠા બંને પર વિપરિત અસર પાડી છે:

  • ભારત એકમાત્ર એવો દેશ હતો જેણે ઉત્પાદન ક્ષમતાઓમાં મધ્યમ ગાળા અને લાંબાગાળાના નુકસાનને ટાળવા માટે પુરવઠામાં વિસ્તરણ કરવા માટે માળખાકીય સુધારાની જાહેરાત કરી હતી
  • જ્યારે આર્થિક પ્રવૃત્તિઓના અવરોધકોને દૂર કરવામાં આવે ફક્ત ત્યારે જ પ્રવેગક ધીમે ધીમે નીચે જાય છે તે સુનિશ્ચિત કરવા માટે સુધારેલી માંગ બાજુની નીતિ

o માંગના વેગને આગળ વધારવા માટે અને વધુ રિકવરી માટે રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇનની આસપાસમાં કેન્દ્રકૃત જાહેર રોકાણ કાર્યક્રમ

અર્થતંત્રમાં ઉર્ધ્વ વળાંક, ચેપનો બીજો તબક્કો ટાળવો - સદીમાં એકાદ વખત આવતી આવી મહામારી વચ્ચે વ્યૂહાત્મક નીતિ નિર્માણમાં આ અદ્વિતિય કિસ્સો છે.

 

2020-21મા અર્થતંત્રની સ્થિતિ: સુક્ષ્મ દ્રષ્ટિ

કોવિડ-19 મહામારીના કારણે વૈશ્વિક આર્થિક પડતી આવી છે જે વૈશ્વિક આર્થિક કટોકટીથી અત્યાર સુધીમાં સૌથી તીવ્ર મંદી પૈકી એક છે.

લૉકડાઉન અને સામાજિક અંતરના માપદંડોએ પહેલાંથી વૈશ્વિક અર્થતંત્રને થંભાવી દીધું છે.

વૈશ્વિક આર્થિક આઉટપુટ 2020માં 3.5%ના ઘટાડા સાથે રહેવાનું અનુમાન છે (IMF જાન્યુઆરી 2021 અનુમાન)

સમગ્ર દુનિયાની સરકારો અને કેન્દ્રીય બેંકોએ તેમના અર્થતંત્રને સહકાર આપવા માટે વિવિધ નીતિગત સાધનો અમલમાં મૂક્યા છે જેમ કે, પોલિસી દરોમાં ઘટાડો કરવો, વિવિધ માપદંડો નોંધપાત્ર પ્રમાણમાં હળવા કરવા વગેરે.

ભારતે કન્ટેઇન્મેન્ટ, રાજકોષીય, નાણાકીય અને લાંબાગાળાના માળખાકીય સુધારા એમ ચાર સ્તંભની વ્યૂહનીતિ અપનાવી છે:

o લૉકડાઉન દરમિયાન મુશ્કેલીમાં હોય તેમને આધાર આપવા માટે અને અનલૉકિંગ દરમિયાન વપરાશ અને રોકાણને વેગ આપવા માટે સુધારેલો રાજકોષીય અને આર્થિક સહકાર આપવામાં આવ્યો હતો.

o નાણાકીય નીતિ ટ્રાન્સમિશન અવરોધો દૂર કરતી વખતે અનુકૂળ નાણાકીય નીતિના કારણે પૂરતા પ્રમાણમાં પ્રવાહિતા સુનિશ્ચિત થઇ છે અને ઋણધારકોને તાકીદની રાહત મળી છે

• NSOના આગોતરા અનુમાનો અનુસાર, ભારતનો GDP FY 21માં (-) 7.7%ના દરે વધશે તેવું અનુમાન કરવામાં આવે છે - H1: FY21 સામે H2: FY21 માં 23.9%ની મજબૂત પરિણામરૂપી વૃદ્ધિ છે

ભારતનો વાસ્તવિક GDP FY 2021-22માં વિક્રમી 11.0% અને નજીવો GDP 15.4%ના દરે વધશે -  જે સ્વતંત્રતા પછી અત્યાર સુધીમાં સર્વાધિક છે:

  • નીચા આધાર અને આર્થિક પ્રવૃત્તિઓ સતત સામાન્ય સ્થિતિ તરફ જવાથી અર્થતંત્ર ફરી બેઠું થઇ રહ્યું છે, કારણ કે COVID-19 રસીઓનો પણ સાથે સાથે અમલ થઇ રહ્યો છે.

સરકારી વપરાશ અને ચોખ્ખી નિકાસના કારણે વૃદ્ધિને વધુ નીચે તરફ જવા સામે આધાર મળ્યો છે જ્યારે રોકાણ અને વપરાશના કારણે તેને ઉર્ધ્વ દિશામાં પાછી ઉપર લાવી શકાઇ છે

• FY 2020-21ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં સરકારી વપરાશના પીઠબળના કારણે રિકવરી વાર્ષિક તુલનાએ 17%ના દરે આવશે તેવું અનુમાન છે

• FY 21ના બીજા અર્ધવાર્ષિક સમયમાં નિકાસમાં 5.8%નો ઘટાડો થવાનું જ્યારે આયાતમાં 11.3%નો ઘટાડો થવાનું અનુમાન છે

ભારત FY 21માં GDPના 2% ચાલુ ખાતાની સિલક પ્રાપ્ત કરશે તેવું અનુમાન છે, જે 17 વર્ષથી ઐતિહાસિક ઉંચો આંકડો છે

પૂરવઠા બાજુએ, સકલ મૂલ્ય વર્ધિત (GVA) વૃદ્ધિ FY 21માં -7.2% નિર્ધારિત કરવામાં અાવી છે જ્યારે FY 20માં તે 3.9% હતી:

o ભારતના અર્થતંત્ર પર FY21માં મહામારીના કારણે આવેલા આંચકામાં કૃષિ ક્ષેત્ર 3.4%ની વૃદ્ધિ સાથે આધાર આપશે

o ઉદ્યોગો અને સેવાઓ FY 21 દરમિયાન અનુક્રમે 9.6% અને 8.8% સંકુચિત થશે તેવું અનુમાન છે

કૃષિએ હજુ પણ રાહત માટે આશાનું કિરણ બતાવ્યું છે જ્યારે સંપર્ક આધારિત સેવાઓ, વિનિર્માણ, બાંધકામને સૌથી વધુ અસર થઇ હતી અને એકધારી રિકવરી નોંધાઇ હતી

વૈશ્વિક અસ્કયામતોના ઇક્વિટીમાં સ્થળાંતરણ અને ઉભરતા અર્થતંત્રોમાં ઝડપી રિકવરીની સંભાવનાઓ વચ્ચે FDIના સતત વધતા પ્રવાહ સાથે FY 2020-21મા ભારત પસંદગીનું રોકાણનું મુકામ બની રહ્યું છે:

o ચોખ્ખી FPI આવક નવેમ્બર 2020માં US$ 9.8 બિલિયનના સર્વાધિક માસિક આંકડાએ નોંધાઇ છે કારણ કે, રોકાણકારોમાં જોખમ લેવાની ભૂખ ફરી જાગી છે

o 2020મા ઉભરતા બજારોમાં ઇક્વિટી FII આવક મેળવનારો ભારત એકમાત્ર દેશ હતો

સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજીના કારણે ઓક્ટોબર 2010 પછી પહેલી વખત GDP રેશિયોમાં ભારતની બજાર મૂડી 100%નો આંકડો વટાવી ગઇ છે.

CPI ફુગાવાને નરમ પાડતા તાજેતરમાં પૂરવઠા બાજુએ આવતા અવરોધમાં સરળતા પ્રતિબિંબિત થાય છે જેનાથી ખાદ્ય ફુગાવાને અસર થઇ છે

રોકાણમાં FY 21ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 29%ના ઘટાડા સામે FY 21ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં 0.8%નું નજીવું સંકુચન (સકલ અચલ મૂડી ફોર્મેશન દ્વારા માપવામાં આવેલ)

ફરી શરૂ કરવામાં આવેલી આંતર અને અંતર રાજ્ય હેરફેર અને વિક્રમી ઊંચાઇએ માસિક GST એકત્રીકરણે ઔદ્યોગિક અને વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં અનલૉકિંગ થતું હોવાનું અંકિત કર્યું છે

બાહ્ય ક્ષેત્રએ અસરકારક આધાર પૂરો પાડ્યો છે જેના કારણે ભારતમાં FY 21ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં GDPના 3.1% ની ચાલુ ખાતાની સિલક નોંધાઇ છે:

o મજબૂત સેવા નિકાસ અને નબળી માંગના કારણે નિકાસની (મર્કેન્ડાઇઝ નિકાસમાં 21.2%નું સંકુચન થયું છે) સરખામણીએ આયાતમાં (મર્કેન્ડાઇઝ આયાતમાં 39.7%નું સંકુચન થયું છે) તીવ્ર સંકુચન થયું છે

o વિદેશી હુંડિયામણ એવા સ્તરે વધ્યું છે કે જેથી ડિસેમ્બર 2020મા 18 મહિનાનું મૂલ્ય આવરી શકાયું છે

o બાહ્ય દેવું સપ્ટેમ્બર 2020ના અંતે GDPના ગુણોત્તર તરીકે 21.6% એ વધ્યું છે જ્યારે માર્ચ 2020ના અંતે 20.6% હતુ.

o નોંધનીય પ્રમાણમાં હુંડિયામણના એકત્રીકરણના કારણે કુલ અને ટુંકાગાળાના દેવાએ વિદેશી હુંડિયામણનો ગુણોત્તર સુધર્યો છે

V-આકારની રિકવરી આવી રહી છે, કારણ કે વીજળીની માંગ, -વે બિલો, GST એકત્રીકરણ, સ્ટીલ વપરાશ વગેરે ઉચ્ચ આવર્તનના સૂચકાંકો દ્વારા સતત પુન:રુત્થાન બતાવવામાં આવી રહ્યું છે.

ભારત 6 દિવસમાં 10 લાખ લોકોને રસી આપનારો સૌથી ઝડપી દેશ બની ગયો છે અને પડોશી રાજ્યો તેમજ બ્રાઝિલ માટે અગ્રણી રસી પૂરવઠાકાર તરીકે પણ ઉભરી આવ્યો છે

મહા રસીકરણ કવાયતનો અમલ શરૂ કરવામાં આવ્યો હોવાથી અર્થતંત્ર ફરી સામાન્ય સ્થિતિમાં વધુ નજીક આવી રહ્યું છે:

o સેવા ક્ષેત્ર, વપરાશ અને રોકાણમાં મજબૂત રિકવરીની આશા ફરી જાગૃત થઇ છે

o ભારતને પોતાની સંભવિત વૃદ્ધિ માટે સક્ષમ કરવા અને મહામારીની વિપરિત અસરોને દૂર કરવા માટે સુધારાઓ અવશ્યપણે ચાલુ રહેવા જોઇએ

સદીમાં એકાદ વખત આવતી કટોકટી સામે ભારતનો પરિપકવ નીતિ પ્રતિભાવ લોકશાહીઓને ટૂંકી દૃશ્ટિના નીતિ નિર્માણ ટાળવાનો બોધપાઠ આપે છે અને લાંબાગાળાના લાભો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો ફાયદો બતાવે છે

 

શું વિકાસના કારણે દેવું વધુ ટકે છે? હા, પરંતુ તેનાથી ઉલટું નહીં!

ભારતના સંદર્ભમાં વિકાસના કારણે દેવું વધુ ટકી શકે છે પરંતુ જરૂરી નથી કે તેનાથી ઉલટી પરિસ્થિતિ હોય:

  • દેવાની ટકાઉક્ષમતામાં 'વ્યાજ દર વઋદ્ધિ તફાવત' (IRGD) પર નિર્ભર છે એટલે કે, વ્યાજદર અને વૃદ્ધિદરના તફાવત પર તે નિર્ભર છે

o ભારતમાં, દેવા પર વ્યાજ દર વૃદ્ધિ દર કરતાં ઓછો છે - માપદંડો અનુસાર, અપવાદ અનુસાર નહીં

ભારતમાં નકારાત્મક IRGD ઓછા વ્યાજ દરના કારણે નહીં પરંતુ વધુ મોટા વૃદ્ધિદરના કારણે - જેનાથી રાજકોષીય નીતિ પર ચર્ચા જાગી છે, જેમાં ખાસ કરીને વૃદ્ધિના ઘટાડા અને આર્થિક કટોકટીના સમયમાં આમ બન્યું છે

ઊંચો વૃદ્ધિદર ધરાવતા દેશોમાં વૃદ્ધિના કારણે દેવુ ટકાઉક્ષમ બને છે; ઓછો વૃદ્ધિ દર ધરાવતા દેશોમાં પ્રાસંગિક દિશાસૂચન અંગે આવી સ્પષ્ટતા જોવા મળી નથી

રાજકોષીય બહુગુણકો આર્થિક તેજીના સમયની સરખામણીએ આર્થિક કટોકટી દરમિયાન અસામાન્ય પ્રામણમાં વધુ છે

સક્રિય રાજકોષીય નીતિ દ્વારા સુનિશ્ચિત થાય છે કે, ઉત્પાદન ક્ષમતાની હાનિને મર્યાદિત કરીને સુધારાઓનો સંપૂર્ણ લાભ લેવામાં આવી રહ્યો છે

રાજકોષીય નીતિ કે જે વિકાસને વેગ આપે છે તેનાથી GDP સામે ડેબ્ટનો ગણોત્તર વધે છે

ભારતની વૃદ્ધિની સંભાવનાઓને ધ્યાનમાં લેતા, સૌથી ખરાબ પરિદૃશ્યમાં પણ દેવાની ટકાઉક્ષમતાથી સમસ્યાની શક્યતા જણાતી નથી

આર્થિક પડતી દરમિયાન વિકાસને સક્ષમ કરવા માટે પ્રતિ-ચક્રીય આર્થિક નીતિનો ઉપયોગ કરવા માટે ઇચ્છિત છે

સક્રિય, પ્રતિ-ચક્રીય રાજકોષીય નીતિ - રાજકોષીય ગેરજવાબદારીનું આહ્વાન નથી, પરંતુ જેણે રાજકોષીય નીતિ સામે અસપ્રમાણ પૂર્વગ્રહ ઉભો કર્યો છે તેવા બૌદ્ધિક એન્કરિંગને તોડવા માટે છે

 

શું ભારતનું સાર્વભૌમ ક્રેડિટ રેટિંગ તેની મૂળભૂતતાને પ્રતિબિંબિત કરે છે? ના!

વિશ્વના પાંચમા સૌથી મોટા અર્થતંત્રને ક્યારેય સાર્વભૌમ ક્રેડિટ રેટિંગ્સમાં રોકાણ ગ્રેડ (BBB-/Baa3)ના નબળા પગથિયાં તરીકે રેટિંગ આપવામાં આવ્યું નથી:

  • આર્થિક કદને પ્રતિબિંબિત કરતું હોવાથી અને તેના કારણે દેવું ચૂકવવાની ક્ષમતા દર્શાવતું હોવાથી, પાંચમા સૌથી મોટા અર્થવ્યવસ્થાને મુખ્યત્વે AAA રેટિંગ આપવામાં આવ્યું છે

o આ નિયમમાં માત્ર ચીન અને ભારત જ અપવાદ છે - ચીનને 2005મા A-/A2 રેટિંગ આપવામાં આવ્યું હતું અને હવે ભારતને BBB-/Baa3 રેટિંગ આપવામાં આવ્યું છે

ભારતનું સાર્વભૌમ ક્રેડિટ રેટિંગ તેની મૂળભૂતતાઓ પ્રતિબિંબિત કરતું નથી:

  • સંખ્યાબંધ માપદંડો પર S&P/ Moody માટે A+/A1 અને BBB-/Baa3 વચ્ચે રેટિંગ પામેલા દેશોમાં એક સ્પષ્ટ આઉટલેયર (ભિન્ન) છે

o પરિમાણના સાર્વભૌમ રેટિંગ પર પ્રભાવ દ્વારા આદેશ કરતાં નોંધપાત્ર રીતે ઓછું રેટ કર્યું છે

ક્રેડિટ રેટિંગ નાદારીની સંભાવ્યતાનું આલેખન કરે છે અને તેથી પોતાની જવાબદારીઓ સંતોષવા માટેની ઋણદારની ઇચ્છા અને સામર્થ્ય પ્રતિબિંબિત કરે છે:

  • ભારતના શૂન્ય સાર્વભૌમ નાદારી ઇતિહાસ પરથી ભારતની ચુકવણી કરવાની ઇચ્છાશક્તિ બેશકપણે પ્રદર્શિત થાય છે

o ભારતનું ચુકવણી કરવાનું સામર્થ્ય ઓછા વિદેશી ચલણ પ્રભાવિત દેવા અને વિદેશી હુંડિયામણ પરથી આંકી શકાય છે

ભારતના બદલાતા સાર્વભૌમ ક્રેડિટ રેટિંગને સુક્ષ્મ આર્થિક સૂચકાંકો સાથે કોઇ સહસંબંધ નથી અથવા અત્યંત ઓછો છે

ભારતની રાજકોષીય નીતિ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની લાગણી 'ડરથી મુક્ત મન'ને પ્રતિબિંબિત કરતી હોવી જોઇએ

સાર્વભૌમ ક્રેડિટ રેટિંગ પદ્ધતિ વધુ પારદર્શક, ઓછી વિષય લક્ષી હોવી જોઇએ અને બહેતર સંવાદી હોવી જોઇએ જેથી અર્થતંત્રની મૂળભૂતતાને પ્રતિબિંબિત કરી શકાય

 

અસમાનતા અને વિકાસ: સંઘર્ષ કે સંપાત?

અસમાનતા અને સોશિયો-ઇકોમોનિક પરિણામોની સામ સામે આર્થિક વિકાસ અને સોશિયો-ઇકોનોમિક પરિણામો વચ્ચેનો સંબંધ, આધુનિક અર્થતંત્રોની સરખામણીએ ભારતમાં અલગ છે.

અન્ય આધુનિક અર્થતંત્રોથી વિપરિત, ભારતમાં અસમાનતા અને માથા દીઠ આવક (વિકાસ) બંનેને સોશિયો-ઇકોમોમિક સૂચકાંકો સાથેનો સંબંધ એકસમાન છે

આર્થિક વિકાસના કારણે અસમાનતાની તુલનાએ ગરીબી નિવારણ પર વધુ મોટી અસર પડે છે

ભારતે ગરીબોને ગરીબીમાંથી બહાર કાઢવા માટે આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું અવશ્યપણે ચાલુ રાખવું જોઇએ

એકંદરે પાઇનું વિસ્તરણ વિકાસશિલ અર્થતંત્રમાં પુનર્વિતરણ માત્ર ત્યારે જ વ્યવહારુ છે જ્યારે અર્થતંત્રનો વિકાસ પાઇ સ્વરૂપે થતો હોય

 

આખરે, આરોગ્ય સંભાળ સેવાઓ કેન્દ્ર સ્થાને આવી ગઇ!

કોવિડ-19 મહામારીએ આરોગ્ય સંભાળ ક્ષેત્ર અને અન્ય ક્ષેત્રો સાથે તેના આંતરિક જોડાણના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો છે - તેણે કેવી રીતે આરોગ્ય કટોકટી આર્થિક અને સામાજિક કટોકટીમાં રૂપાંતરિત થઇ જાય તે બતાવ્યું છે

ભારતમાં આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવશ્યપણે ચપળ હોવું જોઇએ જેથી મહામારી સામે પ્રતિભાવ આપી શકાય  - આરોગ્ય નીતિ અવશ્યપણે 'મુખ્યતા પૂર્વગ્રહ'ને આભારી ન થવી જોઇએ.

રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM)એ અસમાનતાનું શમન કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે કારણ કે, તેનાથી સૌથી ગરીબ લોકોને જન્મ પૂર્વે/ જન્મ પછીની સંભાળ પહોંચી શકી છે અને સંસ્થાકીય ડિલિવરીમાં નોંધનીય વધારો જોવા મળ્યો છે

આયુષમાન ભારતની સાથે સાથે NHM પર ભાર મૂકવાનું ચાલુ રાખવું જોઇએ

જાહેર આરોગ્ય સંભાળ પાછળ GDPના 1% ખર્ચ કરવામાં આવતો હતો તે વધીને 2.5-3% કરવામાં આવ્યો છે જેના કારણે એકંદરે આરોગ્ય સંભાળ પાછળના ખર્ચમાં ખિસ્સામાંથી થતો ખર્ચ 65%થી ઘટીને 35% થઇ ગયો છે

માહિતીની અસમપ્રમાણતાને કારણે ઉદ્ભવેલી બજારની નિષ્ફળતાને ધ્યાનમાં રાખીને આરોગ્ય સંભાળ ક્ષેત્ર માટે નિયમનકાર અવશ્યપણે ધ્યાનમાં લેવા જોઇએ

  • માહિતીની અસપ્રમાણના શમનથી ઓછા વીમા પ્રીમિયમમાં મદદ મળશે, બહેતર ઉત્પાદનો આપવાનું સક્ષમ થશે અને વીમા પ્રાપ્તિમાં વૃદ્ધિ થશે

o આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં માહિતીની અસપ્રમાણતામાં મદદરૂપ થઇ શકે તેવી માહિતીની ઉપયોગિતા એકંદરે કલ્યાણમાં વધારો કરવામાં મદદરૂપ થશે

ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરીને ટેલિ મેડિસિનનો સંપૂર્ણપણે વિકાસ કરવાની જરૂર છે

 

 

 

પ્રક્રિયાઓમાં સુધારા

ભારત અર્થતંત્રનું વધુ નિયમન કરે છે પરિણામે પ્રક્રિયાના પ્રમાણમાં સારું પાલન થતું હોવા છતાં પણ  નિયમનોમાં બિનઅસરકારક થઇ રહ્યાં છે

અતિ નિયમનનું મૂળ કારણ એવો અભિગમ છે જે દરેક સંભવિત પરિણામને ધ્યાનમાં લેવાનો પ્રયાસ કરે છે

મનસુફીમાં ઘટાડવાના હેતુથી નિયમોની જટિલતામાં વધારો, વધુ બિન-પારદર્શી મનસુફીમાં પરિણમે છે

તેનો ઉપાય એ છે કે, નિયમોના વધુ સરળીકરણ અને વધુ દેખરેખમાં ધ્યાન આપવું જે પરિભાષા પ્રમાણે, વધુ મનસુફી સૂચવે છે

જો કે, મનસુફીને પારદર્શિતા, પૂર્વ જવાબદારીની સિસ્ટમો અને ભૂતપૂર્વ નિર્ધારિચ ઉકેલ વ્યવસ્થાતંત્ર સાથે સંતુલિત કરવાની જરૂર છે

ઉપરોક્ત બૌદ્ધિક માળખામાં પહેલાંથી જ મજૂર સંહિતાથી માંડીને BPO ક્ષેત્ર પરના આકરા નિયમોને દૂર કરવાના સુધારાની માહિતી આપવામાં આવી છે

 

સંતુલન માટે નિયમન એ તાકીદની દવા છે, મુખ્ય ઉપાય નથી!

  • વૈશ્વિક નાણાકીય સંકટ દરમિયાન, નિયામક રાહત સહાયથી દેવુ લેનારાઓને હંગામી સુવિધા મળી છે
  • આર્થિક સુધારાઓ પછી રાહત સહાયતા લાંબા સમય સુધી ચાલુ રહી છે, જેનાથી અર્થતંત્ર પર અનિચ્છિત નકારાત્મક પ્રભાવો પડ્યા છે
  • બેંકોએ પોતાની ખાતાવહીઓને સુધારવા માટે આ રાહત સુવિધાઓનો ઉપયોગ કર્યો અને દેવાની ખોટી ફાળવણી કરી અર્થતંત્રમાં રોકાણની ગુણવત્તાને નુકસાન થયું
  • રાહત સહાયતા એક તાકીદની દવા છે જેને અર્થતંત્રમાં સુધારો પ્રદર્શિત કરતા પહેલાં સમયસર બંધ કરી દેવી જોઇએ, તે કાયમી ઉપાય તરીકે વર્ષો સુધી ચાલુ ના રાખી શકાય
  • અનિશ્ચિતતા વચ્ચે નિર્ણયોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી, છુપાયેલા પૂર્વગ્રહ જાણવા માટે ઘટના પગેલાં તપાસ કરવી જોઇએ અને વિપરિત પરિણામોને ખરાબ ઉપજ અથવા ખોટા ઇરાદા સાથે ના જોડવા જોઇએ
  • રાહત સહાયતા પાછી ખેંચ્યા પછી તુરંત બાદમાં એક પરિસંપત્તિ ગુણવત્તા તપાસ અવશ્ય કરવી જોઇએ
  • ઋણની વસુલાત માટે કાનૂની માળખું વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત છે

 

 

આવિષ્કાર: વધુ રહ્યું છે, પરંતુ ખાસ કરીને ખાનગી ક્ષેત્રોનું વધુ સમર્થન જરૂરી છે

  • ભારતે, વૈશ્વિક આવિષ્કાર સૂચકાંકની 2007ની શરૂઆત થયા પછી 2020મા પહેલી વખત ટોચના -50 આવિષ્કારી દેશોની ક્લબમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. મધ્ય અને દક્ષિણ એશિયાના સંદર્ભમાં ભારત પહેલા નંબર પર છે અને નિમ્ન-મધ્ય આવક વર્ગના અર્થતંત્રમાં તે ત્રીજા ક્રમ પર છે
  • સંશોધન અને વિકાસ પર ભારતનો કુલ સકલ ઘરેલુ ખર્ચ (GIRD) દર ટોચના અર્થતંત્રોની સરખામણીએ ઓછો છે.
  • ભારતની મહત્વાકાંક્ષા હોવી જોઇએ કે, તે આવિષ્કાર મામલે ટોચના 10 અર્થતંત્રો સાથે હરીફાઇ કરે
  • સંશોધન અને વિકાસ પર કુલ સકલ કરેલુ ખર્ચ (GIRD)માં સરકારી ક્ષેત્રની ભાગીદારી અસપ્રમાણ રીતે મોટો હિસ્સો ધરાવે છે અને તે દર ટોચના અર્થતંત્રોના સરેરાશ કરતાં ત્રણ ગણો વધારો છે
  • GIRD તેમજ કુલ સંશોધન અને વિકાસ અધિકારીઓ અને સંશોધનકર્તાઓમાં વ્યાવસાયિક ક્ષેત્રનું યોગદાન સૌથી ઓછુ છે જ્યારે ખરેખર તેની સરખામણીએ દસ ટોચના અર્થતંત્ર સાથે કરવી જોઇએ.
  • આવિષ્કાર મામલે જાહેર કરવામાં આવેલા ઉચ્ચ કર લાભો અને ઇક્વિટી કેપિટલ સુધીની પહોંચ છતાં પણ આ સ્થિતિ યથાવત છે.
  • ભારતના વ્યવસાય ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ ક્ષેત્રમાં રોકાણ પૂરતી માત્રામાં વધારવાની જરૂર છે.
  • દેશમાં કરવામાં આવતી કુલ પેટન્ટ અરજીઓમાં ભારતીયોની ભાગીદારીને વર્તમાન સમયમાં 36 ટકા છે ત્યાંથી વધારવી જોઇએ, જ્યારે તે ટોચના દસ અર્થતંત્રોની 62 ટકાની ભાગીદારીની સરખામણીએ ખૂબ ઓછી છે.
  • આવિષ્કારના ક્ષેત્રમાં વધારે સુધારો લાવવા માટે ભારતને સંસ્થાઓ અને વ્યવસાયને અનુકૂળ આવિષ્કારની પહેલોનાનું પ્રદર્શન બહેતર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

જય હો! PM ‘JAY’ની શરૂઆત અને સ્વાસ્થ્ય સંબંધિત પરિણામો

  • પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) – ભારત સરકાર દ્વારા 2018માં શરૂ કરવામાં આવેલી આ એક મહત્વાકાંક્ષી યોજના છે જેનો ઉદ્દેશ સૌથી નબળા વર્ગના લોકો સુધી સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. આ યોજનાએ બહુ ઓછા સમયમાં સ્વાસ્થ્ય સંભાળ ક્ષેત્રમાં મક્કમ અને સકારાત્મક અસર બતાવી છે.
  • PM-JAYનો ઉપયોગ ડાયાલિસિસ જેવા વારંવાર કરવા પડતા ઉપચાર ઓછા ખર્ચે કરવા માટે થાય છે અને તે કોવિડ મહામારી તેમજ લૉકડાઉન દરમિયાન પણ ચાલુ રહી હતી.
  • આરોગ્ય સંભાળના ક્ષેત્રમાં PM-JAYની અસરનું આકલન રાષ્ટ્રીય પરિવાર દેખભાળ સર્વેક્ષણ (NFHS)- 4 (2015-16) અને (NFHS)- 5 (2019-20)ના તફાવતના વિશ્લેષણના આધારે કરવામાં આવ્યું છે. તે આ મુજબ છે:-
    • આરોગ્ય વીમા કવરેજ વધારવું : આરોગ્ય વીમા કરાવનારા પરિવારોની સંખ્યા બિહાર, અસમ અને સિક્કિમમાં 2015-16થી 2019-20 સુધી 89 ટકા હતી જ્યારે પશ્ચિમ બંગાળમાં આ સમયગાળામાં જ 12 ટકાનો ઘટાડો આવ્યો છે.
    • શિશુ મૃત્યુદરમાં ઘટાડો: 2015-16થી 2019-20 દરમિયાન શિશુ મૃત્યુદર ઘટીને પશ્ચિમ બંગાળમાં 20 ટકા જ્યારે બાકીના ત્રણ પડોશી રાજ્યોમાં 28 ટકા પર આવી ગયો છે.
    • પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુ દરમાં ઘટાડો: પશ્ચિમ બંગાળમાં આમાં 20 ટકાનો ઘટાડો નોંધાયો છે જ્યારે પડોશી રાજ્યોમાં 27 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
    • ગર્ભનિરોધની આધુનિક રીતો, મહિલાઓમાં ગર્ભાધાન રોકવાના ઉપાયો અને ગોળીઓનો ઉપયોગ ત્રણ પડોશી રાજ્યો એટલે કે બિહાર, અસમ અને સિક્કિમમાં અનુક્રમે 36 ટકા, 22 ટકા અને 28 ટકા નોંધાયો છે જ્યારે પશ્ચિમ બંગાળમાં તે ઘણો મામૂલી રહ્યો છે.
    • એક તરફ પશ્ચિમ બંગાલમાં બે બાળકો વચ્ચે અંતર રાખવા મામલે ઘણો ઓછો ઘટાડો નોંધાયો છે જ્યારે સામે પક્ષે ત્રણ રાજ્યોમાં તે 37 ટકા નોંધાયો છે
    • ઉપરોક્ત ત્રણ રાજ્યોમાં પશ્ચિમ બંગાળની સરખામણીએ માતા અને શિશુની સંભાળ મામલે ઘણો સુધારો નોંધાયો છે.
  • જ્યારે અમે PM-JAY લાગુ કરનારા તમામ રાજ્યોની સરખામણી તેનો અમલ ના કર્યો હોય તેવા તમામ રાજ્યો સાથે કરી તો જાણવા મળ્યું કે, તે તમામ રાજ્યોમાં આરોગ્ય ઉપાય પર સમાન પ્રમાણમાં અસર પડી છે.
  • એકંદરે જોવામાં આવે તો, આ સરખામણી પરથી એવા તારણ પર આવી શકાય કે જે રાજ્યોમાં PM-JAYનો અમલ કરવામાં આવ્યો ત્યાં, વિવિધ સ્વાસ્થ્ય પરિણામોમાં મહત્વપૂર્ણ સુધારો આવ્યો છે.

પાયાની જરૂરિયાતો

  • 2012ની સરખામણીએ 2018માં દેશમાં તમામ રાજ્યોમાં પાયાની જરૂરિયાતો સુધી લોકોની પહોંચમાં પૂરતા પ્રમાણમાં સુધારો આવ્યો છે.
    • કેરળ, પંજાબ, હરિયાણા અને ગુજરાતમાં તે સર્વોચ્ચ સ્તરે જોવા મળ્યું જ્યારે ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં તે સૌથી ઓછા સ્તરે છે.
    • પાણી, ઘર, સ્વચ્છતા, સુક્ષ્મ- પર્યાવરણ અને અન્ય સુવિધાઓ જેવા પાંચ ક્ષેત્રોમાં ઘણો સુધારો જોવા મળ્યો છે.
    • દેશમાં તમામ રાજ્યોના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં અસમાનતામાં ઘટાડો આવ્યો છે કારણ કે 2012થી 2018 દરમિયાના પછાત રાજ્યોને ઘણો લાભ મળ્યો છે.
    • દેશના તમામ ગ્રામીણ અને શહેરી વિસ્તારોના ગરીબ પરિવારોની સ્થિતિમાં અમીર પરિવારોની તુલનાએ ઘણો સુધારો જોવા મળ્યો છે.
  • પાયાની જરૂરિયાતો સુધી પહોંચમાં સુધારો આવવાથી સ્વાસ્થ્ય સૂચકાંકોમાં સુધારો આવ્યો છે અને શિશુ મૃત્યુદર તેમજ પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકોના મૃત્યુદરમાં પણ ઘટાડો આવ્યો છે અને તેના કારણે ભવિષ્યમાં શિક્ષણ સંબંધિત સૂચકાંકોમાં સુધારો આવશે તેવી આશા છે.
  • દેશમાં તમામ રાજ્યોના ગ્રામીણ અને શહેરી વિસ્તારો તેમજ અલગ અલગ આવક ધરાવતા વર્ગોની પાયની આવશ્યકતાઓ પર પહોંચમાં તફાવત ઓછો કરવા પર ધ્યાન આપવું જરૂરી છે.
  • જળ જીવન મિશન, SBM-G, PMAY-G વગેરે યોજનાઓ દ્વારા આ અંતર ઓછુ કરવા માટે યોગ્ય વ્યૂહનીતિ તૈયાર કરી શકાય છે.
  • યોગ્ય સૂચકાંકો અને આચરણોનો ઉપયોગ કરીને જિલ્લા સ્તરે અને તમામ લક્ષિત જિલ્લાઓના પાયાની આવશ્યકતા સૂચકાકં (BNI) આધારિત એક વ્યાપક પરિવાર સર્વેક્ષણ આંકડો તૈયાર કરી શકાય જેમાં પાયાની આવશ્યકતાઓ સુધી લોકોની પહોંચનું આકલન કરવામાં આવ્યું હોય.

નાણાંકીય ઘટનાક્રમ :

  • ભારતે કોવિડ-19 મહામારીના કારણે થયેલી અસરમાંથી પોતાના અર્થતંત્રને બહાર લાવવા માટે એક વિશિષ્ટ અને યોગ્ય દ્રષ્ટિકોણ અપનાવ્યો જ્યારે ઘણા દેશોએ આના માટે મોટા મોટા પ્રોત્સાહક પેકેજો આપ્યા હતા.
  • 2020-21માં અમારી વ્યય નીતિનું પ્રારંભિક લક્ષ્ય નબળા વર્ગને સહયોગ અને સમર્થન ઉપલબ્ધ કરાવવાનું હતું પરંતુ લૉકડાઉન પૂરું થયા પછી તેમાં ફેરફાર કરીને સકલ માંગને વધારવા અને મૂડીગત ખર્ચને અનુરૂપ બનાવવામાં આવ્યું છે.
  • GSTના પ્રારંભ પછી અત્યાર સુધીમાં, છેલ્લા ત્રણ મહિનામાં માસિક GST એકત્રીકરણ, એક લાખ કરોડના આંકડાને ઓળંગી ગયું છે અને ડિસેમ્બર 2020માં તે સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું હતું.
  • કર પ્રશાસનમાં સુધારમાં પારદર્શકતા અને જવાબદારીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને કર ચુકવવા પર લાભોના પ્રસ્તવથી ઇમાનદાર કરદાતાઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.
  • કેન્દ્ર સરકારે રાજ્યોને મહામારીના સમયમાં ઉભા થયેલા પડકારોનો સામનો કરવા માટે સમર્થન આપવા માટે પૂરતા પગલાં ભર્યાં છે.

 

 

બાહ્ય ક્ષેત્ર

કોવિડ-19 રોગચાળાને પગલે વૈશ્વિક વેપારમાં તીવ્ર ઘટાડો થયો હતો, ઉપભોક્તા ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો થયો અને બાહ્ય નાણાકીય સ્થિતિસંજોગોમાં સંકોચન થવાથી ચાલુ ખાતાની ખાધ અને વિવિધ દેશોના ચલણો પર અસર થઈ

ભારતનું વિદેશી હૂંડિયામણ 08 જાન્યુઆરી, 2021ના રોજ અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તર 586.1 અબજ અમેરિકન ડોલરની સપાટીને આંબી ગયું હતું. એમાં લગભગ 18 મહિનાની આયાત પણ સામેલ છે.

ભારતીય ચાલુ ખાતાની પુરાંતની સાથે મોટા પાયે મૂડીપ્રવાહને પગલે નાણાકીય વર્ષ 2019-20ના ચોથા ત્રિમાસિક ગાળામાં બીઓપી (બેલેન્સ ઓફ પેમેન્ટ) પુરાંત  થઈ છે.

ઊંચા એફડીઆઇ અને એફપીઆઈ પ્રવાહને પગલે મૂડી ખાતામાં સંતુલન ઊભું થયું છે:

o એપ્રિલથી ઓક્ટોબર, 2020 દરમિયાન એફડીઆઇનો પ્રવાહ 27.5 અબજ ડોલર: નાણાકીય વર્ષ 2019-20ના પ્રથમ સાત મહિનાની સરખામણીમાં 14.8 ટકા વધારે

o એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન એફપીઆઇનો ચોખ્ખો પ્રવાહ 28.5 અબજ ડોલર, જે ગયા વર્ષના સમાન ગાળામાં 12.3 અબજ ડોલર હતો

પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં: નાણાકીય વર્ષ 2020-21માં વસ્તુઓની આયાતમાં તીવ્ર ઘટાડો થયો હતો અને પ્રવાસ સેવાઓ માટે ઘટાડો થવાને કારણે:

o ચાલુ આવક (15.1 ટકા)ની સરખામણીમાં ચાલુ ચુકવણીમાં તીવ્ર ઘટાડો (30.8 ટકા સુધી)

o ચાલુ ખાતાની પુરાંત 34.7 અબજ ડોલર (જીડીપીની 3.1% o)

17 વર્ષના ગાળા પછી ભારતનું વાર્ષિક ચાલુ ખાતું પુરાંત સાથે બંધ થયું

એપ્રિલથી ડિસેમ્બર, 2020માં ભારતની ચીજવસ્તુઓના વેપારની ખાધ 57.5 અબજ ડોલર જેટલી નીચી, જે ગયા વર્ષના સમાન ગાળામાં 125.9 અબજ ડોલર હતી

એપ્રિલથી ડિસેમ્બર, 2020માં ભારતની ચીજવસ્તુઓની નિકાસ 15.7 ટકા ઘટીને 200.8 અબજ ડોલર થઈ, જે એપ્રિલથી ડિસેમ્બર, 2019માં 238.3 અબજ ડોલર હતી

o સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન નિકાસમાં પેટ્રોલિયમ, ઓઇલ અને લ્યુબ્રિકન્ટ્સ (પીઓએલ)ની નિકાસમાં નકારાત્મક પ્રદાન કર્યું છે

o બિન-પીઓએલ નિકાસ સકારાત્મક થઈ છે અને 2020-21ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં નિકાસની કામગીરીમાં સુધારો કરવામાં મદદ મળી છે

o બિન-પીઓએલ નિકાસની અંદર કૃષિ અને આનુષંગિક ઉત્પાદનો, દવાઓ અને ફાર્માસ્યુટિકલ તથા ઓર અને ખનીજોમાં રેકોર્ડ વધારો થયો

એપ્રિલથી ડિસેમ્બર, 2020 દરમિયાન ચીજવસ્તુઓની કુલ આયાત (-) 29.1 ટકા ઘટીને 258.3 અબજ ડોલર થઈ, જે ગયા વર્ષના સમાન ગાળામાં 364.2 અબજ ડોલર હતીઃ

o પીઓએલ આયાતમાં હિસ્સો ઘટવાથી સંપૂર્ણ આયાતની વૃદ્ધિમાં ઘટાડો થયો

o નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આયાતમાં તીવ્ર ઘટાડો; ઘટાડાની ગતિ પછીના ત્રિમાસિક ગાળામાં ઓછી થઈ, જે માટે સોના અને ચાંદીની આયાતમાં સકારાત્મક વૃદ્ધિ તથા બિન-પીઓએલ, બિનસોનું અને બિનચાંદીની આયાતમાં ઘટાડો જવાબદાર હતો

o બિન-પીઓએલ, બિનસોનું અને બિનચાંદીની આયાતની વૃદ્ધિમાં ખાતરો, વનસ્પતિ તેલ, દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સ તથા કમ્પ્યુટર હાર્ડવેર અને સંલગ્ન ચીજવસ્તુઓએ સકારાત્મક પ્રદાન કર્યું છે

આયાતમાં ઘટાડો થવાથી ચીન અને અમેરિકા સાથે વેપારી સંતુલનમાં સુધારો થયો

એપ્રિલથી સપ્ટેમ્બર, 2020માં સેવાઓની ચોખ્ખી આવક 41.7 અબજ ડોલર જેટલી સ્થિર જળવાઈ રહી હતી, જે ગયા વર્ષના સમાન ગાળામાં 40.5 અબજ ડોલર હતી.

સેવા ક્ષેત્રની સતત મજબૂતી માટે મુખ્યત્વે સોફ્ટવેર સેવાઓ જવાબદાર હતી, જે સેવા ક્ષેત્રની નિકાસમાં 49 ટકા જેટલો સિંહફાળો ધરાવે છે

ખાનગી હસ્તાંતરણની ચોખ્ખી આવક, જે મુખ્યત્વે વિદેશમાં કામ કરતાં ભારતીયો દ્વારા રેમિટન્સનું પ્રતિનિધિત્વ કરે છે. આ આવક નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં 6.7 ટકા ઘટીને કુલ 35.8 અબજ ડોલર થઈ હતી.

સપ્ટેમ્બર, 2020ના અંતે ભારતનું બાહ્ય ઋણ 556.2 અબજ હતું – જેમાં માર્ચ, 2020માં પૂર્ણ થયેલા ગાળાની સરખામણીમાં 2.0 અબજ ડોલર (0.4 ટકા)નો ઘટાડો થયો હતો.

ઋણનું જોખમ દર્શાવતા સંકેતોમાં સુધારોઃ

o કુલ અને ટૂંકા ગાળાના ઋણ (મૂળ અને વ્યાજ સહિત)માં વિદેશી હૂંડિયામણનો રેશિયો

o બાહ્ય ઋણના કુલ સ્ટોકમાં ટૂંકા ગાળાના ઋણ (મૂળ પાકે ત્યારે)નો રેશિયો

o સપ્ટેમ્બર, 2020ના અંતે ઋણ અદા કરવાનો રેશિયો (વ્યાજની ચુકવણી સાથે મુદ્દલની પુનઃચુકવણી) વધીને 9.7 ટકા થયો, જે માર્ચ, 2020ના અંતે 6.5 ટકા હતો

રૂપિયાનાં મૂલ્યમાં વધારો /અવમૂલ્યન:

o 6-ચલણ સાધારણ અસરકારક વિનિમય દર (એનઇઇઆર) (વેપાર-આધારિત પ્રમાણ)ની દ્રષ્ટિએ માર્ચ, 2020ની સરખામણીમાં ડિસેમ્બર, 2020માં રૂપિયાનું મૂલ્ય 4.1 ટકા ઘટ્યું હતું, જો વાસ્તવિક અસરકારક વિનિમય દર (આરઇઇઆર)ની દ્રષ્ટિએ એના મૂલ્યમાં 2.9 ટકાનો વધારો થયો હતો

o 36-ચલણ એનઇઇઆર (વેપાર-આધારિત પ્રમાણ)ની દ્રષ્ટિએ માર્ચ, 2020ની સરખામણીમાં ડિસેમ્બર, 2020માં રૂપિયાનું મૂલ્ય 2.9 ટકા ઘટ્યું હતું, જોકે આરઇઇઆરની દ્રષ્ટિએ એમાં 2.2 ટકાનો સુધારો થયો હતો

વિદેશી ચલણના બજારોમાં આરબીઆઈનાં વિવિધ પગલાંથી નાણાકીય સ્થિરતા અને સામાન્ય સ્થિતિ સુનિશ્ચિત થઈ હતી, ચલણમાં વધઘટ નિયંત્રણમાં રહી હતી અને સાથે સાથે રૂપિયામાં એકતરફી વધારો નિયંત્રણમાં રહ્યો હતો

નિકાસને વેગ આપવા હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલો:

o ઉત્પાદન સાથે જોડાયેલી પ્રોત્સાહક (પીએલઆઇ) યોજના

o નિકાસ થયેલા ઉત્પાદનો પર વેરા અને કરવેરાની છૂટ (આરઓડીટીઇપી)

o લોજિસ્ટિક્સ માળખા અને ડિજિટલ પહેલોમાં સુધારો

નાણાનું વ્યવસ્થાપન અને નાણાકીય હસ્તક્ષેપ

વર્ષ 2020 દરમિયાન સાનુકૂળ નાણાકીય નીતિઃ માર્ચ, 2020થી અત્યાર સુધી રેપો રેટમાં 115 બીપીએસનો ઘટાડો

નાણાકીય વર્ષ 2020-21માં વ્યવસ્થિત નાણાકીય પ્રવાહ અત્યાર સુધી પુરાંત જળવાઈ રહ્યો છે. આરબીઆઈએ વિવિધ પરંપરાગત અને બિનપરંપરાગત પગલાં લીધા હતાં, જેમ કેઃ

o બજારનાં ઉદારીકરણની કામગીરીઓ

o લાંબા ગાળાની રેપો કામગીરી

o લાંબા ગાળાની લક્ષિત રેપો કામગીરીઓ

શીડ્યુલ્ડ વાણિજ્યિક બેંકોનો કુલ બિનકાર્યક્ષમ અસ્કયામતોનો રેશિયો માર્ચ, 2020ના અંતે 8.21 ટકાથી ઘટીને સપ્ટેમ્બર, 2020ના અંતે 7.49 ટકા થયો

નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન ડિપોઝિટ અને ધિરાણના નીચા નીચા નીતિગત દરે નાણાકીય પ્રવાહમાં સુધારો થયો

20 જાન્યુઆરી, 2021ના રોજ નિફ્ટી-50 અને બીએસઈ સેન્સેક્સ અનુક્રમે 14,644.7 અને 49,792.12ની વિક્રમ સપાટીને આંબી ગયા

આઇબીસી (એની રચના થયા પછી અત્યાર સુધી) શીડ્યુલ્ડ વાણિજ્યિક બેંકો માટે વસૂલાતનો દર 45 ટકાથી વધારે છે.

કિંમતો અને મોંઘવારી

મુખ્ય સીપીઆઈ મોંઘવારી:

o એપ્રિલથી ડિસેમ્બર, 2020 દરમિયાન સરેરાશ 6.6 ટકા તથા ડિસેમ્બર, 2020માં 4.6 ટકા, જે માટે મુખ્યત્વે વર્ષ 2019-20માં ખાદ્ય ચીજવસ્તુઓની મોંઘવારીમાં વધારો (વર્ષ 2019-20માં 6.7 ટકાથી એપ્રિલથી ડિસેમ્બર, 2020 દરમિયાન 9.1 ટકા, જે માટે શાકભાજીની કિંમતમાં વધારો જવાબદાર હતો) થયો હતો

o મુખ્ય સીપીઆઇ અને એના પેટાજૂથોમાં મોંઘવારી એપ્રિલથી ઓક્ટોબર, 2020 દરમિયાન મુખ્યત્વે કિંમતમાં નોંધપાત્ર વધારાથી  સંચાલિત હતી – જે માટે કોવિડ-19 લોકડાઉનને કારણે શરૂઆતમાં ઊભો થયેલો વિક્ષેપ જવાબદાર હતો

o સકારાત્મક આધારભૂત અસર સાથે મોટા ભાગના પેટાજૂથો માટે નવેમ્બર, 2020 સુધીમાં કિંમતમાં મધ્યમ ઘટાડા સાથે મોંઘવારીને ઓછી કરવામાં મદદ મળી હતી

વર્ષ 2020માં સીપીઆઈ મોંઘવારીમાં ગ્રામીણ-શહેરી ફરકમાં ઘટાડો થયો હતોઃ

  • નવેમ્બર, 2019થી અત્યાર સુધી સીપીઆઇ-શહેરી મોંઘવારી અને સીપીઆઇ-ગ્રામીણ મોંઘવારી વચ્ચે સતત ઘટાડો થયો છે
  • ખાદ્ય ચીજવસ્તુઓની મોંઘવારી લગભગ એક બિંદુ પર પહોંચીને હવે સ્થિર થઈ છે
  • ગ્રામીણ-શહેરી મોંઘવારીમાં અંતર સીપીઆઈના અન્ય ઘટકોમાં જોવા મળ્યું હતું, જેમ કે, ઇંધણ અને લાઇટ, વસ્ત્ર અને પગરખાં, અન્ય વસ્તુઓ વગેરે

એપ્રિલથી ડિસેમ્બર, 2019 દરમિયાન તેમજ એપ્રિલથી ડિસેમ્બર, 2021 દરમિયાન સીપીઆઇ-સી મોંઘવારીનું મુખ્ય પ્રેરકબળ ખાદ્ય ચીજવસ્તુઓ અને પીણાનું જૂથ હતું:

  • એપ્રિલથી ડિસેમ્બર, 2020 દરમિયાન પ્રદાન વધીને 59 ટકા થયું હતું, જે એપ્રિલથી ડિસેમ્બર, 2019 દરમિયાન 53.7 ટકા હતું

જૂન, 2020થી નવેમ્બર, 2020 વચ્ચે થાળીનો ખર્ચ વધ્યો હતો, જોકે ડિસેમ્બર મહિનામાં તીવ્ર ઘટાડો થયો હતો, જે ઘણી આવશ્યક ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતોમાં ઘટાડાને પ્રતિબિંબિત કરે છે

રાજ્ય મુજબ વલણ:

  • ચાલુ વર્ષમાં મોટા ભાગના રાજ્યોમાં સીપીઆઇ-સી મોંઘવારીમાં વધારો થયો હતો
  • પ્રાદેશિક સ્તરે ફેરફારો જળવાઈ રહ્યાં છે
  • જૂનથી ડિસેમ્બર, 2020 દરમિયાન તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોંઘવારી 3.2 ટકાથી 11 ટકાની રેન્જમાં, જે ગયા વર્ષના સમાન ગાળા દરમિયાન (-) 0.3 ટકાથી 7.6 ટકા હતી

ખાદ્ય મોંઘવારીએ સંપૂર્ણ સીપીઆઇ-સીમાં વધારો કર્યો છે, જે માટે સૂચકાંકમાં ખાદ્ય ચીજવસ્તુઓમાં પ્રમાણમાં વધારે ભાર જવાબદાર છે

ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતો સ્થિર જાળવવા માટે લેવામાં આવેલા પગલાં:

  • ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ
  • ડુંગળીનો સંગ્રહ કરવાની મર્યાદા લાગુ કરવામાં આવી
  • કઠોળ-દાળ પર નિયંત્રણો હળવા કરવામાં આવ્યાં

સોનાની કિંમતો:

  • કોવિડ-19 રોગચાળા દરમયાન સોનાને રોકાણનું સૌથી સલામત માધ્યમ ગણતા રોકાણકારો એના તરફ વળ્યાં હતાં. પરિણામો સોનાની કિંમતમાં આસમાની વધારો થયો છે, જેનાથી આર્થિક અનિશ્ચિતતા ઊભી થઈ છે
  • અન્ય અસ્કયામતોની સરખામણીમાં નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન સોનાએ સતત ઊંચું વળતર આપ્યું છે

આયાત નીતિમાં સાતત્યતા પર વિશેષ ધ્યાન:

  • ખાદ્ય તેલોની આયાત પર વધતી નિર્ભરતાને પગલે આયાતની કિંમતમાં વધઘટનું વધારે જોખમ
  • આયાતથી સ્થાનિક ખાદ્ય તેલના બજારના ઉત્પાદન અને કિંમતને અસર, વળી કઠોળ અને ખાદ્ય તેલોની આયાતની નીતિમાં અવારનવાર ફેરફારોને પગલે ખેડૂતો/ઉત્પાદકો વચ્ચે મૂંઝવણ વધી અને આયાતમાં વિલંબ થયો

પર્યાવરણને અનુકૂળ વિકાસ અને આબોહવામાં પરિવર્તન

ભારતે નીતિઓ, યોજનાઓ અને કાર્યક્રમોમાં પર્યાવરણને અનુકૂળ વિકાસ લક્ષ્યાંકો (એસડીજી)ને પાર પાડવા કેટલાંક સક્રિય પગલાં લીધા છે

પર્યાવરણને અનુકૂળ વિકાસ પર સંયુક્ત રાષ્ટ્રનાં ઉચ્ચ સ્તરીય રાજકીય મંચ (એચએલપીએફ) સમક્ષ સ્વૈચ્છિક રાષ્ટ્રીય સમીક્ષા (વીએનઆર) રજૂ થઈ હતી

2030ના એજન્ડા અંતર્ગત લક્ષ્યાંકો હાંસલ કરવા કોઈ પણ વ્યૂહરચનાનો અમલ કરવા એસડીજીનું સ્થાનિકીકરણ અતિ મહત્ત્વપૂર્ણ છે

  • કેટલાંક રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ એસડીજીનો અમલ કરવા માટે સંસ્થાગત માળખું ઊભું કર્યું છે તથા શ્રેષ્ઠ સંકલન અને સમન્વય સ્થાપિત કરવા માટે જિલ્લા સ્તરે અને દરેક વિભાગની અંદર નોડલ વ્યવસ્થા પણ ઊભી કરી છે

અનપેક્ષિત કોવિડ-19 રોગચાળાની કટોકટી આવી છતાં વિકાસલક્ષી વ્યૂહરચનામાં પર્યાવરણને અનુકૂળ વિકાસ હાર્દરૂપ બની રહ્યો છે

આબોહવામાં પરિવર્તન પર રાષ્ટ્રીય કાર્યયોજના (એનએપીસીસી) અંતર્ગત આઠ રાષ્ટ્રીય અભિયાનો આબોહવાના જોખમો પર સજ્જતા, એની અસર ઘટાડવા અને વિવિધ ફેરફારોને સ્વીકારવાના ઉદ્દેશો પર કેન્દ્રિત છે

ભારતનાં રાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત પ્રદાન (એનડીસી)માં જણાવવામાં આવ્યું છે કે, આબોહવામાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે નાણાં મહત્ત્વપૂર્ણ પ્રેરકબળ છે

એટલે દેશ પર્યાવરણ સંબંધિત લક્ષ્યાંકો તરફ અગ્રેસર હોવાથી ખાસ કરીને નાણાકીય બાબતો મહત્ત્વપૂર્ણ બની રહેશે

વિકસિત દેશો દ્વારા આબોહવામાં સુધારો કરવા માટે વર્ષ 2020 સુધીમાં 100 અબજ ડોલર સંયુક્તપણે ઊભા કરવાનો લક્ષ્યાંક હજુ પણ પાર પડે એવું લાગતું નથી

વર્ષ 2021 સુધી સીઓપી26ને મોકૂફ રાખવાથી વાટાઘાટો માટે ઓછો સમય મળશે અને વર્ષ 2025ના લક્ષ્યાંકો જણાવવા માટે પુરાવા આધારિત અન્ય કામ માટે પણ ઓછો સમય પ્રાપ્ત થશે

આંતરરાષ્ટ્રીય બોન્ડ બજારોમાં સંપૂર્ણ વૃદ્ધિ થવા છતાં 2020ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ગ્રીન બોન્ડ વર્ષ 2019ની સરખામણીમાં ઓછા ઇશ્યૂ થયા હતા, જે માટે કોવિડ-19 રોગચાળો જવાબદાર હોવાની શક્યતા છે

આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (આઇએસએ)એ બે નવી પહેલો – વર્લ્ડ સોલર બેંક અને વન સન વન વર્લ્ડ વન ગ્રીડ પહેલ આંતરરાષ્ટ્રીય સ્તરે સૌર ઊર્જામાં ક્રાંતિ લાવવા સજ્જ છે

કૃષિ અને અનાજનું વ્યવસ્થાપન

ભારતના કૃષિ (અને આનુષંગિક ક્ષેત્રો) ક્ષેત્રએ એની ક્ષમતા પ્રદર્શિત કરી છે અને એ પણ કોવિડ-19 પ્રેરિત લોકડાઉન વચ્ચે. આ ક્ષેત્રમાં વર્ષ 2020-21 (પ્રથમ આગોતરા અંદાજ) દરમિયાન સાતત્યપૂર્ણ કિંમતે 3.4 ટકાની વૃદ્ધિ થઈ છે

 

વર્તમાન કિંમત પર દેશનાં કુલ સંવર્ધિત મૂલ્ય (જીવીએ)માં કૃષિ અને આનુષંગિક ક્ષેત્રનો હિસ્સો વર્ષ 2019-20 માટે 17.8 ટકા (સીએસઓ-રાષ્ટ્રીય આવકનો કામચલાઉ અંદાજ, 29 મે, 2020)

જીવીએ સાથે સંબંધિત કુલ મૂડી રચના (જીસીએફ) ચડઊતરનું વલણ દર્શાવે છે, જે વર્ષ 2013-14માં 17.7 ટકાથી ઘટીને વર્ષ 2018-19માં 16.4 ટકા થયું હતું, જેમાં વર્ષ 2015-16માં 14.7 સુધીનો ઘટાડો થયો હતો

કૃષિ વર્ષ 2019-20માં દેશમાં કુલ અનાજનું ઉત્પાદન (પાંચમા આગોતરા અંદાજ મુજબ) 11.44 મિલિયન ટન થયું છે, જે વર્ષ 2018-19થી વધારે છે

વર્ષ 2019-20માં કૃષિ ધિરાણનો લક્ષ્યાંક રૂ. 13,50,000 કરોડ હતો, જેની સામે વાસ્તવિક કૃષિ ધિરાણ પ્રવાહ રૂ. 13,92,469.81 કરોડ હતો. વર્ષ 2020-21 માટે લક્ષ્યાંક રૂ. 15,00,000 કરોડ હતો અને 30 નવેમ્બર, 2020 સુધી કુલ 9,73,517.80 કરોડ ધિરાણનું વિતરણ થયું હતું:

    • ફેબ્રુઆરી, 2020ના બજેટમાં જાહેરાત થયા પછી પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારત પેકેજના ભાગરૂપે દૂધ સહકારી મંડળીઓ અને દૂધ ઉત્પાદક કંપનીઓના 1.5 કરોડ ડેરી ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ્સ (કેસીસી) પ્રદાન કરવા માટે લક્ષ્યાંક બનાવવામાં આવ્યાં હતાં
    • જાન્યુઆરી, 2021ની મધ્ય સુધીમાં માછીમારો અને મત્સ્યપાલન કરતાં ખેડૂતોને કુલ 44,673 કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) ઇશ્યૂ થયા છે અને તેમની પાસેથી વધુ 4.04 લાખની અરજીઓ જુદી જુદી બેંકોમાં કાર્ડ ઇશ્યૂ કરવાના વિવિધ તબક્કાઓમાં છે

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના વાર્ષિક ધોરણે 5.5 કરોડથી વધારે ખેડૂત અરજીઓને આવરી લેશે

    • 12 જાન્યુઆરી, 2021 સુધી રૂ. 90,000 કરોડના દાવાઓમાં વળતરની ચુકવણી થઈ
    • આધાર જોડાણ દ્વારા ખેડૂતના બેંક ખાતાઓમાં દાવાની પતાવટમાં વળતરની સીધી અને ઝડપી ચુકવણી
    • કોવિડ-19 પ્રેરિત લોકડાઉનના સમયગાળા દરમિયાન 70 લાખ ખેડૂતોને લાભ થયો અને રૂ. 8741.30 કરોડના દાવાની પતાવટ થઈ

ડિસેમ્બર, 2020માં પીએમ-કિસાન યોજના અંતર્ગત નાણાકીય સહાયના 7મા હપ્તા પેટે દેશના 9 કરોડ ખેડૂત પરિવારોના બેંક ખાતાઓમાં સીધા રૂ. 18000 કરોડની રકમ જમા થઈ છે

વર્ષ 2019-20 દરમિયાન માછલીનું ઉત્પાદન અત્યાર સુધીનું સૌથી વધુ 14.16 મિલિયન મેટ્રિક ટન થયું હતું

    • રાષ્ટ્રીય અર્થતંત્રમાં મત્સ્યપાલન ક્ષેત્ર દ્વારા જીવીએ રૂ. 2,12,915 કરોડ હતું, જે કુલ રાષ્ટ્રીય જીવીએમાં 1.24 ટકા અને કૃષિ જીવીએમાં 7.28 ટકાનો હિસ્સો ધરાવે છે

વર્ષ 2011-12ની કિંમતો પર વર્ષ 2018-19માં પૂર્ણ થયેલા છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગો (એફપીઆઇ)નાં ક્ષેત્રએ આશરે 9.99 ટકાના સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર (એએજીઆર) પર વૃદ્ધિ કરી છે, જ્યારે આ ગાળામાં કૃષિ ક્ષેત્રમાં 3.12 ટકા અને ઉત્પાદન ક્ષેત્રમાં 8.25 ટકાના દરે વૃદ્ધિ થઈ હતી

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના:

    • નવેમ્બર, 2020 સુધી એનએફએસએએ નિઃશુલ્ક ભોજન આપવા આપેલા આદેશ ઉપરાંત 80.96 કરોડ લાભાર્થીઓને અનાજ પ્રદાન કરવામાં આવ્યું હતું
    • 200 એલએમટીથી વધારે અનાજ પ્રદાન કરવામાં આવ્યું હતું, જેની પાછળ રૂ. 75000 કરોડનો રાજકોષીય ખર્ચ થયો હતો

આત્મનિર્ભર ભારત પેકેજઃ આશરે 8 કરોડ પરપ્રાંતીયો (એનએફએસએ કે રાજ્યના રેશનકાર્ડ હેઠળ બાકાત રહેલા)ને ચાર મહિના (મેથી ઓગસ્ટ) માટે દર મહિને વ્યક્તિદીઠ 5 કિલોગ્રામ અનાજ, જેની સાથે અંદાજે રૂ. 3109 કરોડની સબસિડી સંકળાયેલી છે

ઉદ્યોગ અને માળખાગત ક્ષેત્ર

આઇઆઇપીના આંકડાએ પુષ્ટિ કરી છે કે, દેશમાં આર્થિક પ્રવૃત્તિમાં V આકારનો મજબૂત સુધારો થઈ રહ્યો છે.

આઇઆઇપી અને આઠ મુખ્ય ઉદ્યોગોની કામગીરીના સૂચકાંકો કોવિડ-પૂર્વેના સ્તર પર પહોંચી ગયા છે

આઇઆઇપીમાં વ્યાપક આધારે આવેલા સુધારાથી નવેમ્બર, 2020માં (-) 1.9 ટકાની વૃદ્ધિ થઈ હતી, જે નવેમ્બર, 2019માં 2.1 ટકા હતી અને એપ્રિલ, 2020માં (-)57.3 ટકાને તળિયે પહોંચી ગઈ હતી.

વળી સરકારે મૂડીગત ખર્ચમાં વધારો કરવાથી, રસીકરણ અભિયાન શરૂ કરવાથી અને લાંબા ગાળાના સુધારાલક્ષી પગલાં લેવાથી ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં વધુ સુધારો જોવા મળ્યો છે

આત્મનિર્ભર ભારત અભિયાન સાથે ભારતની જીડીપીના 15 ટકા જેટલું પ્રોત્સાહન પેકેજ જાહેર થયું હતું

વેપારવાણિજ્ય કરવાના રિપોર્ટ (ડીબીઆર) મુજબ, ભારતે વર્ષ 2019 માટે વેપારવાણિજ્યને સરળ કરવા (ઇઓડીબી)માં વર્ષ 2020માં સુધરીને 63મું થયું હતું, જે વર્ષ 2018માં 77મું હતું

    • ભારતનું 10 માપદંડોમાંથી 7 માપદંડોમાં સ્થાન સુધર્યું છે
    • ત્રણ વર્ષમાં 67 સ્થાનના સુધારા સાથે સતત ત્રીજી વાર સુધારો થયો હોય એવા ટોચના 10 દેશોમાંથી એક તરીકે ભારત
    • વર્ષ 2011થી અત્યાર સુધી કોઈ પણ મોટા દેશની આ સૌથી મોટી હરણફાળ છે

નાણાકીય વર્ષ 2019-20માં એફડીઆઇનો પ્રવાહ 49.98 અબજ ડોલર હતો, જે નાણાકીય વર્ષ 2018-19માં 44.37 અબજ ડોલર હતોઃ

    • નાણાકીય વર્ષ 2020-21 માટે (સપ્ટેમ્બર, 2020 સુધી) 30.0 અબજ ડોલર છે
    • એફડીઆઇનો જંગી પ્રવાહ બિનઉત્પાદન ક્ષેત્રમાં આવ્યો છે
    • ઉત્પાદન ક્ષેત્રની અંદર ઓટોમોબાઇલ, ટેલીકમ્યુનિકેશન, મેટલર્જિકલ, બિનપરંપરાગત ઊર્જા, રસાયણ (ખાતર સિવાય), ખાદ્ય પ્રસંસ્કરણ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ જેવા ઉદ્યોગોને જંગી એફડીઆઈ મળ્યું હતું

સરકારે ભારતની ઉત્પાદન ક્ષમતા અને નિકાસને વધારવા માટે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ 10 મુખ્ય ક્ષેત્રોમાં ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહક (પીએલઆઇ) યોજના જાહેર કરી છેઃ

    • કુલ અંદાજિત રૂ. 1.46 લાખ કરોડના ખર્ચ અને ક્ષેત્ર સાથે સંબંધિત નાણાકીય મર્યાદાઓ સાથે સંબંધિત મંત્રાલયો એનો અમલ કરશે

સેવા ક્ષેત્ર

નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કોવિડ-19 રોગચાળાને પગલે લાગુ લોકડાઉનને કારણે ભારતનાં સેવા ક્ષેત્રની કામગીરીમાં 16 ટકાનો ઘટાડો થયો હતો, જે માટે આ ક્ષેત્રની અતિ સંપર્કની જરૂરિયાત જવાબદાર હતી

સર્વિસ પર્ચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ, રેલ ફ્રેઇટ ટ્રાફિક અને પોર્ટ ટ્રાફિક જેવા મુખ્ય સંકેતોએ લોકડાઉન દરમિયાન તીવ્ર ઘટાડા પછી હવે V આકારનો સુધારો દર્શાવ્યો છે

આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા પાયે વિક્ષેપ પેદા થવા છતાં એપ્રિલથી સપ્ટેમ્બર, 2020 દરમિયાન ભારતમાં સેવા ક્ષેત્રમાં એફડીઆઇનો પ્રવાહ વાર્ષિક ધોરણે 34 ટકાના દરે વધીને 23.6 અબજ ડોલરને આંબી ગયો હતો

ભારતની જીવીએમાં સેવા ક્ષેત્રનો હિસ્સો 54 ટકાથી વદારે છે અને ભારતમાં કુલ એફડીઆઈમાં આશરે ચાર પંચમાંશ એટલે કે 80 ટકા છે

33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 15માં જીવીએમાં ક્ષેત્રનો હિસ્સો 50 ટકાથી વધારે છે તથા દિલ્હી અને ચંદીગઢમાં ખાસ કરીને વધારે સ્પષ્ટપણે જોવા મળે છે (85 ટકાથી વધારે)

કુલ નિકાસમાં સેવા ક્ષેત્રનો હિસ્સો 48 ટકા છે, જે છેલ્લાં થોડાં વર્ષોમાં ચીજવસ્તુઓની નિકાસથી વધી ગયો છે

વર્ષ 2010-11માં બંદરો પર શિપિંગ ટર્નએરાઉન્ડ ટાઇમ 4.67 દિવસથી ઘટીને વર્ષ 2019-20માં લગભગ અડધો એટલે કે 2.62 દિવસ થઈ ગયો

ભારતીય સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમે કોવિડ-19 રોગચાળા વચ્ચે સારી પ્રગતિ કરી છે, અત્યારે દેશમાં 38 યુનિકોર્ન્સ છે – ગયા વર્ષના યુનિકોર્નની યાદીમાં રેકોર્ડ 12 સ્ટાર્ટ-અપનો વધારો થયો છે

છેલ્લાં છ દાયકામાં ભારતના અંતરિક્ષ ક્ષેત્રે અસાધારણ હરણફાળ ભરી છે:

    • વર્ષ 2019-20માં અંતરિક્ષ કાર્યક્રમો પર 1.8 અબજ ડોલરનો ખર્ચ થયો
    • અંતરિક્ષ કાર્યક્રમોમાં ખાનગી કંપનીઓને સામેલ કરવા તથા ઇનોવેશન અને રોકાણને મેળવવા કેટલાંક નીતિગત સુધારા થઈ રહ્યાં છે

સામાજિક માળખું, રોજગારી અને માનવ વિકાસ

ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષ 2020-21માં સામાજિક ક્ષેત્રનો સંયુક્ત (કેન્દ્ર અને રાજ્ય સરકારો) ખર્ચ જીડીપીની ટકાવારી સ્વરૂપે વધ્યો છે

માનવ વિકાસ સૂચકાંક (એચડીઆઇ)માં ભારતનું સ્થાન દુનિયાના કુલ 189 દેશોમાં વર્ષ 2019માં 131 હતું:

    • ભારતની માથાદીઠ જીએનઆઈ (કુલ રાષ્ટ્રીય આવક) (2017ની  પીપીપી (ખરીદ ક્ષમતાની સમાનતા) ડોલર) વર્ષ 2018માં 6,427 ડોલરથી વધીને વર્ષ 2019માં 6,681 ડોલર થઈ
    • વર્ષ 2018માં સરેરાશ આયુષ્ય 69.4 વર્ષથી વધીને વર્ષ 2019માં 69.7 વર્ષ થયું

ડેટા નેટવર્ક, કમ્પ્યુટર, લેપ્ટોપ, સ્માર્ટ ફોન વગેરે જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોની સુલભતાનું મહત્ત્વ વધી ગયું છે, જે માટે રોગચાળા દરમિયાન ઓનલાઇન શિક્ષણ અને રિમોટ વર્કિંગ જવાબદાર હતું

જાન્યુઆરી, 2019થી માર્ચ, 2020ના સમયગાળા દરમિયાન વર્કફોર્સનો મોટો હિસ્સો નિયમિત વેતન/પગારદાર તરીકે સંકળાયેલો હતો (પીએલએફએસના ત્રિમાસિક સર્વે મુજબ)

સરકારે આત્મનિર્ભર ભારત રોજગાર યોજના દ્વારા રોજગારીને પ્રોત્સાહન આપવાની તથા હાલની જુદી જુદી શ્રમ સંહિતાઓને ફક્ત 4 સંહિતાઓમાં તર્કબદ્ધ અને સરળ કરવાની પહેલ હાથ ધરી હતી

ભારતમાં મહિલા એલએફપીઆરનું નીચું સ્તર:

    • પુરુષોની સરખામણીમાં મહિલાઓ ચુકવણી ન થતી હોય એવા ઘરગથ્થું કામોમાં અને પરિવારના સભ્યોની સારસંભાળ રાખવામાં અસમાન રીતે વધારે સમય પસાર કરે છે (ટાઇમ યુઝ સર્વે, 2019)
    • કાર્યસ્થળો પર મહિલા કામદારો માટે સમાનતાને પ્રોત્સાહન આપવાની જરૂર છે, જેમ કે પગાર અને કારકિર્દીમાં પ્રગતિ, કામ કરવા માટે પ્રોત્સાહન વધારે આપવું, જેમાં અન્ય તબીબી અને સામાજિક સુરક્ષાના લાભ સામેલ છે

માર્ચ, 2020માં જાહેર થયેલી પીએમજીકેપી અંતર્ગત રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ (એનએસએપી) હેઠળ હાલ વૃદ્ધ, વિધવા અને દિવ્યાંગ દરેક લાભાર્થીઓને રૂ. 1000 સુધીનું રોકડ હસ્તાંતરણ થયું હતું

પ્રધાનમંત્રી જન ધન યોજના અંતર્ગત મહિલા લાભાર્થીઓનાં બેંક ખાતાઓમાં ડિજિટલ માધ્યમ થકી ત્રણ મહિના સુધી દર મહિને રૂ. 500 હસ્તાંતરિત કરવામાં આવ્યાં હતાં. કુલ આશરે રૂ. 20.64 કરોડનું હસ્તાંતરણ થયું હતું

ત્રણ મહિના માટે આશરે 8 કરોડ પરિવારોને નિઃશુલ્ક ગેસ સીલિન્ડરનું વિતરણ કર્યું

6.85 કરોડ કુટુંબોને ટેકો આપતા 63 લાખ મહિલા સ્વયંસહાય જૂથો માટે જામીનમુક્ત ધિરાણની મર્યાદા રૂ. 10 લાખથી વધારીને રૂ. 20 લાખ કરવામાં આવી છે

મહાત્મા ગાંધી નરેગા અંતર્ગત ભથ્થું રૂ. 20 વધારીને રૂ. 182થી રૂ. 202 કરવામાં આવ્યું હતું, જેનો અમલ 1 એપ્રિલ, 2020થી થયો છે

 

કોવિડ-19 રોગચાળા સામે ભારતની લડાઈઃ

    • લોકડાઉન, સોશિયલ ડિસ્ટન્સિંગ, પ્રવાસલક્ષી સૂચનાઓ, હાથ ધોવાની રીત, માસ્ક ધારણ કરવા જેવા શરૂઆતના વિવિધ પ્રકારનાં પગલાથી રોગચાળાના પ્રસારમાં ઘટાડો થયો હતો
    • ભારતે આવશ્યક દવાઓ, હેન્ડ સેનિટાઇઝર્સ, માસ્ક, પીપીઇ કિટ્સ, વેન્ટિલેટર્સ સહિત સુરક્ષા પ્રદાન કરતા સાધનો, કોવિડ-19 પરીક્ષણ અને સારવારની સુવિધાઓમાં આત્મનિર્ભરતા પણ હાંસલ કરી હતી
    • 16 જાન્યુઆરી, 2021ના રોજ દેશમાં બનેલી બે રસીઓ સાથે વિશ્વનું સૌથી મોટું કોવિડ-19 રસીકરણ અભિયાન શરૂ થયું હતું

*****

SD/GP




(Release ID: 1693419) Visitor Counter : 13833