સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

દુનિયામાં સૌથી વધુ રિકવરી ધરાવતા દેશોમાં ગણના પામતા ભારતમાં સાજા થવાનો દર 97%ની નજીક પહોંચ્યો


31 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશમાં સક્રિય કેસોની સંખ્યા 5,000થી ઓછી

23.5 લાખથી વધુ લાભાર્થીઓને કોવિડ-19 વિરોધી રસી આપવામાં આવી

Posted On: 28 JAN 2021 11:02AM by PIB Ahmedabad

ભારતમાં કોવિડમાંથી સાજા થઇ રહેલા દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો હોવાથી ભારતનો સાજા થવાનો દર વધીને 97%ની નજીક પહોંચી ગયો છે. વૈશ્વિક સ્તરે સૌથી વધુ સાજા થવાનો દર ધરાવતા દેશોમાં ભારતની ગણના થાય છે.

દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો વધીને 1,03,73,606 સુધી પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 14,301 દર્દીઓ સાજા થઇ ગયા છે અને તેમને રજા આપવામાં આવી છે.

ભારતમાં કુલ સક્રિય કેસોની સંખ્યા આજે ઘટીને 1.75 લાખથી ઓછી (1,73,740) થઇ ગઇ છે. દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી હવે સક્રિય કેસોની સંખ્યા માત્ર 1.62% રહી છે.

 

સક્રિય કેસોની સંખ્યામાં એકધારા ઘટાડાનું રાષ્ટ્રીય વલણ જળવાઇ રહ્યું હોવાથી 31 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં હવે સક્રિય કેસોની સંખ્યા 5,000 કરતાં ઓછી રહી છે.

 

 

કુલ સક્રિય કેસોમાંથી 78% દર્દીઓ પાંચ રાજ્યો એટલે કે, કેરળ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળમાં છે.

28 જાન્યુઆરી 2021ના રોજ સવારે 7:30 વાગ્યા સુધીમાં દેશવ્યાપી કોવિડ-19 રસીકરણ કવાયત અંતર્ગત કુલ 23.5 લાખથી વધારે (23,55,979) લાભાર્થીઓને કોવિડ-19 વિરોધી રસી આપવામાં આવી છે.

 

છેલ્લા 24 કલાકમાં દેશમાં યોજવામાં આવેલા કુલ 6,102 સત્રોમાં કુલ 3,26,499 લાભાર્થીઓને રસી આપવામાં આવી છે. આજદિન સુધીમાં કુલ 42,674 સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે.

અનુક્રમ નંબર

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ

રસી આપવામાં આવેલા લાભાર્થીની સંખ્યા

1

આંદામાન અને નિકોબારના ટાપુઓ

2,385

2

આંધ્રપ્રદેશ

1,63,727

3

અરુણાચલ પ્રદેશ

7,307

4

આસામ

19,945

5

બિહાર

89,074

6

ચંદીગઢ

2,355

7

છત્તીસગઢ

51,647

8

દાદરા અને નગર હવેલી

345

9

દમણ અને દીવ

320

10

દિલ્હી

39,764

11

ગોવા

2,311

12

ગુજરાત

94,524

13

હરિયાણા

1,09,782

14

હિમાચલ પ્રદેશ

14,054

15

જમ્મુ અને કાશ્મીર

16,331

16

ઝારખંડ

24,020

17

કર્ણાટક

2,67,811

18

કેરળ

82,970

19

લદાખ

818

20

લક્ષદ્વીપ

746

21

મધ્યપ્રદેશ

1,31,679

22

મહારાષ્ટ્ર

1,79,509

23

મણીપુર

2,855

24

મેઘાલય

3,249

25

મિઝોરમ

6,142

26

નાગાલેન્ડ

3,973

27

ઓડિશા

1,78,227

28

પુડુચેરી

1,813

29

પંજાબ

44,708

30

રાજસ્થાન

2,37,137

31

સિક્કિમ

1,320

32

તમિલનાડુ

82,039

33

તેલંગાણા

1,30,425

34

ત્રિપુરા

19,698

35

ઉત્તરપ્રદેશ

1,23,761

36

ઉત્તરાખંડ

14,690

37

પશ્ચિમ બંગાળ

1,58,193

38

અન્ય

46,325

કુલ

23,55,979

 

દેશમાં નવા સાજા થયેલા દર્દીઓમાંથી 77.84% દર્દીઓ 7 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી હોવાનું નોંધાયું છે.

દૈનિક ધોરણે સૌથી વધુ દર્દીઓ સાજા થવાના મામલે કેરળ ટોચે છે જ્યાં એક દિવસમાં નવા 5,006 દર્દીઓ સાજા થઇ ગયા છે. ત્યારપછીના ક્રમે આવેલા મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નવા 2,556 દર્દીઓ સાજા થયા છે જ્યારે કર્ણાટકમાં વધુ 944 દર્દીઓ કોરોનાથી મુક્ત થયા છે.

 

છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 11,666 દર્દીઓ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે.

નવા નોંધાયેલા કેસોમાંથી 81.96% દર્દીઓ 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

કેરળમાં એક દિવસમાં સૌથી વધુ 5,659 નવા દર્દીઓ સંક્રમિત થયા છે. ત્યારપછીના ક્રમે, મહારાષ્ટ્રમાં વધુ 2,171 દર્દીઓ જ્યારે તમિલનાડુમાં નવા 512 દર્દીઓ પોઝિટીવ નોંધાયા છે.

 

છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 123 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે.

નવા નોંધાયેલા મૃત્યુમાંથી 75.61% દર્દીઓ સાત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે. સમગ્ર દેશમાં સર્વાધિક મૃત્યુ (32) મહારાષ્ટ્રમાં નોંધાયા છે. કેરળમાં દૈનિક ધોરણે વધુ 20 જ્યારે પંજાબમાં 10 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

 

SD/GP

 


(Release ID: 1692884) Visitor Counter : 243