સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 સામેની જંગમાં ભારતની આગેકૂચ સાથે નોંધપાત્ર સિદ્ધિ - 6 મહિના અને 24 દિવસ પછી સક્રિય કેસનું ભારણ ઘટીને 2 લાખથી ઓછું થયું
છેલ્લા 7 દિવસથી પ્રત્યેક દસ લાખની વસ્તીએ દૈનિક ધોરણે પુષ્ટિ થતા નવા સંક્રમિતોની સૌથી સંખ્યા ધરાવતા દેશોમાં ભારત
કુલ 6,74,835 લાભાર્થીઓનું રસીકરણ કરવામાં આવ્યું
છેલ્લા 24 કલાકમાં 2,20,786 લોકોને 3,860 સત્રોમાં રસી આપવામાં આવી
Posted On:
20 JAN 2021 12:34PM by PIB Ahmedabad
ભારતે આજે કોવિડ-19 સામેની જંગમાં નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી છે. દેશમાં કુલ સક્રિય કેસનું ભારણ 2 લાખના મહત્વપૂર્ણ આંકડાથી ઘટીને આજે 1,97,201 નોંધાયું છે. આ આંકડો કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી માત્ર 1.86% છે. સક્રિય કેસનું આ ભારણ 207 દિવસ પછી સૌથી નીચલા સ્તરે પહોંચ્યું છે. અગાઉ, 27 જૂન, 2020ના રોજ કુલ સક્રિય કેસની સંખ્યા 1,97,387 હતી.
દેશમાં છેલ્લા 24 કલાકમાં વધુ 16,988 દર્દીઓ સાજા થઇ ગયા હોવાથી કુલ સક્રિય કેસના ભારણમાં 3327 દર્દીઓનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.
કુલ સક્રિય કેસમાંથી 72% દર્દીઓ માત્ર 5 રાજ્યોમાંથી છે.
34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કેસની કુલ સંખ્યા 10,000થી ઓછી છે.
ભારતમાં દૈનિક ધોરણે પુષ્ટિ થતા નવા સંક્રમિતોની સંખ્યામાં એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે. તેના કારણે પણ સક્રિય કેસના ભારણમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.
વૈશ્વિક સ્તરે, ભારત છેલ્લા 7 દિવસમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ કોવિડ-19ના સૌથી ઓછા નવા કેસ નોંધાયેલા દેશોમાંથી છે.
20 જાન્યુઆરી, 2021ના રોજ સવારે 7 વાગ્યા સુદીમાં, દેશમાં કુલ 6,74,835 લાભાર્થીઓને રસી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 3,860 સત્રોમાં 2,20,786 દર્દીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજદિન સુધીમાં કુલ 11,720 સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે.
અનુક્રમ નંબર
|
રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ
|
રસી લેનારા લાભાર્થીની સંખ્યા
|
1
|
આંદામાન અને નિકોબારના ટાપુઓ
|
644
|
2
|
આંધ્રપ્રદેશ
|
65,597
|
3
|
અરુણાચલ પ્રદેશ
|
2,805
|
4
|
આસામ
|
7,585
|
5
|
બિહાર
|
47,395
|
6
|
ચંદીગઢ
|
469
|
7
|
છત્તીસગઢ
|
10,872
|
8
|
દાદરા અને નગર હવેલી
|
125
|
9
|
દમણ અને દીવ
|
94
|
10
|
દિલ્હી
|
12,902
|
11
|
ગોવા
|
426
|
12
|
ગુજરાત
|
21,832
|
13
|
હરિયાણા
|
28,771
|
14
|
હિમાચલ પ્રદેશ
|
5,049
|
15
|
જમ્મુ અને કાશ્મીર
|
4,414
|
16
|
ઝારખંડ
|
8,808
|
17
|
કર્ણાટક
|
82,975
|
18
|
કેરળ
|
24,007
|
19
|
લદાખ
|
119
|
20
|
લક્ષદ્વીપ
|
369
|
21
|
મધ્યપ્રદેશ
|
18,174
|
22
|
મહારાષ્ટ્ર
|
33,484
|
23
|
મણીપુર
|
1111
|
24
|
મેઘાલય
|
1037
|
25
|
મિઝોરમ
|
1091
|
26
|
નાગાલેન્ડ
|
2,360
|
27
|
ઓડિશા
|
60,797
|
28
|
પુડુચેરી
|
759
|
29
|
પંજાબ
|
5,567
|
30
|
રાજસ્થાન
|
32,379
|
31
|
સિક્કિમ
|
358
|
32
|
તમિલનાડુ
|
25,908
|
33
|
તેલંગાણા
|
69,405
|
34
|
ત્રિપુરા
|
3,734
|
35
|
ઉત્તરપ્રદેશ
|
22,644
|
36
|
ઉત્તરાખંડ
|
6,119
|
37
|
પશ્ચિમ બંગાળ
|
43,559
|
38
|
અન્ય
|
21,091
|
|
કુલ
|
6,74,835
|
દેશમાં કુલ સાજા થયેલા કેસની સંખ્યા વધીને 1.02 કરોડ (10,245,741) થઇ ગઇ છે.
છેલ્લા કેટલાક દિવસથી કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા કુલ સક્રિય કેસની સરખામણીએ એક કરોડથી વધારે નોંધાઇ રહી છે. આજે આ તફાવત 10,048,540 નોંધાયો હતો. નવા સાજા થતા દર્દીઓની સંખ્યા નવા સંક્રમિતોની સંખ્યા કરતાં સતત વધારે રહેતી હોવાથી આ તફાવત પણ વધી રહ્યો છે. આજે સાજા થવાનો દર પણ વધીને 96.70% નોંધાયો છે. નવા પુષ્ટિ થતા કેસની દૈનિક સંખ્યા કરતા સાજા થનારાની સંખ્યા વધુ રહેતી હોવાથી આ દર સતત સુધરી રહ્યો છે.
નવા સાજા થયેલામાંથી 80.43% કેસ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.
સમગ્ર દેશમાં મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ 4,516 દર્દીઓ સાજા થયા છે. આ ઉપરાંત, એક દિવસમાં સૌથી વધુ રિકવરી કેરળમાં નોંધાઇ છે જ્યાં વધુ 4,296 દર્દી સાજા થયા છે જ્યારે કર્ણાટકમાં એક દિવસમાં 807 દર્દી સાજા થયા છે.
નવા નોંધાયેલા સંક્રમિતોમાંથી 79.2% દર્દીઓ સાત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છે.
કેરળમાં એક દિવસમાં સૌથી વધુ 6,186 નવા દર્દીઓ પોઝિટીવ નોંધાયા છે. ત્યારબાદ, મહારાષ્ટ્રમાં નવા 2,294 દર્દીઓ સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઇ છે.
દૈનિક મૃત્યુઆંકમાં પણ સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે જે આજે 162 હતો.
નવા નોંધાયેલા મૃત્યુમાંથી 71.6% મૃત્યુ છ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.
મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ મૃત્યુ (50) નોંધાયા છે. કેરળ અને પશ્ચિમ બંગાળમાં અનુક્રમે વધુ 26 અને 11 દર્દી એક દિવસમાં મૃત્યુ પામ્યા છે.
SD/GP/BT
(Release ID: 1690316)
Visitor Counter : 253
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam