સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં 7 મહિના પછી સૌથી ઓછા દૈનિક કેસ નોંધાયા; છેલ્લા 24 કલાકમાં માત્ર 10,064 નવા દર્દી સંક્રમિત થયા


કુલ રસીકરણ થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય કેસ કરતાં બમણાંથી વધુ થઇ

Posted On: 19 JAN 2021 11:29AM by PIB Ahmedabad

ભારતે વૈશ્વિક મહામારી સામેની જંગમાં ખૂબ જ મહત્વપૂર્ણ મુકામ પાર કર્યું છે. આજે દૈનિક ધોરણે નોંધાયેલા નવા કેસનો આંકડો નવા નીચલા સ્તરે પહોંચ્યો છે.

છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાં નવા સંક્રમિત થયેલા કેસની સંખ્યા 10,064 નોંધાઇ છે જે સાત મહિના પછી સૌથી નીચલું સ્તર છે. અગાઉ, 12 જૂન 2020ના રોજ નવા કેસની સંખ્યા 10,956 હતી.

ભારતમાં આજે કુલ સક્રિય કેસનું ભારણ ઘટીને 2 લાખ (2,00,528) થઇ ગયું છે.

ભારતમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસ માત્ર 1.90% રહ્યાં છે.

દૈનિક ધોરણે નવા કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને તમામ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોમાં દરરોજ મોટી સંખ્યામાં લોકોને કોવિડ-19ની રસી આપવામાં આવી રહી છે. કુલ રસી આપવામાં આવેલા લોકોની સંખ્યા સક્રિય કેસ કરતાં બમણાંથી પણ વધારે છે.

છેલ્લા 24 કલાકમાં 3,930 સત્રોમાં 2,23,669 લોકોને રસી આપવામાં આવી હોવાથી આજદિન સુધીમાં કુલ 4,54,049 (7,860 સત્ર આજદિન સુધીમાં યોજાયા) લોકોનું રસીકરણ થઇ શક્યું છે.

રાજ્ય અનુસાર રસીકરણના લાભાર્થીઓનું વિવરણ નીચે ઉલ્લેખ કર્યા અનુસાર છે:

 

અનુક્રમ નંબર

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ

રસી આપવામાં આવેલા લાભાર્થી

1

આંદામાન અને નિકોબાર ટાપુઓ

442

2

આંધ્રપ્રદેશ

46,680

3

અરુણાચલ પ્રદેશ

2,805

4

આસામ

5,542

5

બિહાર

33,389

6

ચંદીગઢ

265

7

છત્તીસગઢ

10,872

8

દાદરા અને નગર હવેલી

80

9

દમણ અને દીવ

43

10

દિલ્હી

7,968

11

ગોવા

426

12

ગુજરાત

10,787

13

હરિયાણા

17,642

14

હિમાચલ પ્રદેશ

4,817

15

જમ્મુ અને કાશ્મીર

3,375

16

ઝારખંડ

6,059

17

કર્ણાટક

66,392

18

કેરળ

15,477

19

લદાખ

119

20

લક્ષદ્વીપ

201

21

મધ્યપ્રદેશ

18,174

22

મહારાષ્ટ્ર

18,582

23

મણીપુર

978

24

મેઘાલય

530

25

મિઝોરમ

554

26

નાગાલેન્ડ

1,436

27

ઓડિશા

46,506

28

પુડુચેરી

554

29

પંજાબ

3,318

30

રાજસ્થાન

23,546

31

સિક્કિમ

120

32

તમિલનાડુ

16,462

33

તેલંગાણા

17,408

34

ત્રિપુરા

1,736

35

ઉત્તરપ્રદેશ

22,644

36

ઉત્તરાખંડ

4,237

37

પશ્ચિમ બંગાળ

29,866

38

અન્ય

14,017

 

દેશમાં કોવિડના પરીક્ષણના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વૃદ્ધિના કારણે પોઝિટીવિટી દરમાં પણ ઘટાડો નોંધાયો છે. ભારતમાં સાપ્તાહિક પોઝિટીવિટી દર ઘટીને 1.97% થઇ ગયો છે.

22 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો એવા છે જ્યાં પોઝિટીવિટી દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછો છે.

13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો એવા છે જ્યાં પોઝિટીવિટી દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે નોંધાયો છે.

દેશમાં લગભગ 8 મહિના પછી છેલ્લા 24 કલાકમાં 140 કરતાં ઓછો મૃત્યુઆંક (137 મૃત્યુ) નોંધાયો છે.

ભારતમાં આજે દર્દીઓ સાજા થવાનો દર પણ વધીને 96.66% સુધી પહોંચી ગયો છે. કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,02,28,753 થઇ ગઇ છે જ્યારે સક્રિય કેસનું ભારણ આજે 2,08,012 નોંધાયું છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં વધુ 17,411 દર્દીઓ સાજા થઇ ગયા છે.

નવા સાજા થયેલા દર્દીઓમાંથી 80.41% કેસ દસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

દેશમાં એક દિવસમાં સર્વાધિક 3,921 દર્દીઓ કેરળમાં સાજા થઇ ગયા છે. આ ઉપરાંત, મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં વધુ 3,854 દર્દીઓ જ્યારે છત્તીસગઢમાં વધુ 1,301 દર્દીઓ સાજા થયા છે.

નવા સંક્રમિત થયેલા કેસમાંથી 71.76% દર્દીઓ છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

કેરળમાં સતત દૈનિક નવા કેસની સંખ્યા સર્વાધિક રહી છે, અહીં એક દિવસમાં વધુ 3,346 નવા કેસ પોઝિટીવ નોંધાયા છે. ત્યારબાદ, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં અનુક્રમે 1,924 અને 551 નવા કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુમાંથી 72.99% દર્દીઓ આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી હતા.

દેશમાં એક દિવસમાં સૌથી વધુ મૃત્યુઆંક મહારાષ્ટ્રમાં નોંધાયો છે જ્યાં વધુ 35 દર્દીના મૃત્યુ થયા છે. કેરળમાં વધુ 17 જ્યારે પશ્ચિમ બંગાળમાં વધુ 10 દર્દીના મૃત્યુ નીપજ્યાં છે.

 

SD/GP/BT


(Release ID: 1689930) Visitor Counter : 244