સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં 18 કરોડથી વધારે પરીક્ષણો સાથે પરીક્ષણોની સંખ્યામાં અભૂતપૂર્વ વૃદ્ધિ નોંધાઇ


15 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછો પોઝિટીવિટી દર નોંધાયો

ત્રીજી દેશવ્યાપી ડ્રાય રન યોજાઇમાં 33 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 615 જિલ્લામાં 4895 સ્થળોને આવરી લીધા

Posted On: 09 JAN 2021 12:20PM by PIB Ahmedabad

ભારતમાં કોવિડ-19ના કુલ પરીક્ષણોની સંખ્યામાં પ્રચંડ વધારો નોંધાયો છે. આજે દેશમાં થયેલા કુલ પરીક્ષણોનો આંકડો 18 કરોડના સીમાચિહ્નરૂપ આંકને ઓળંગી (18,02,53,315) ગયો છે

છેલ્લા 24 કલાકમાં થયેલા કુલ પરીક્ષણોની સંખ્યા 9,16,951 છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001HEV7.jpg

 

 

પરીક્ષણના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સમગ્ર દેશમાં થઇ રહેલી પ્રગતીપૂર્ણ વૃદ્ધિએ પરીક્ષણોની સંખ્યામાં ઝડપી વધારો કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. દેશમાં 1201 સરકારી લેબોરેટરી અને 1115 ખાનગી લેબોરેટરી સાથે કુલ 2316 લેબોરેટરીઓની મદદથી દૈનિક પરીક્ષણની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે.

ટકાઉક્ષમ ધોરણે વ્યાપક સંખ્યામાં પરીક્ષણોના ઉચ્ચ સ્તરના પરિણામે રાષ્ટ્રીય પોઝિટીવિટી દર પણ નીચો લાવી શકાયો છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002RJKN.jpg

 

 

કુલ પરીક્ષણોની સંખ્યા 18 કરોડનો આંકડો વટાવી ગઇ હોવાથી એકંદર દર સતત ઘટી રહ્યો છે. રાષ્ટ્રીય એકંદર પોઝિટીવિટી દર ઘટીને આજે 5.79% થઇ ગયો છે. પાંચ મહિનાના અંતરાલમાં દર 8.93%થી ઘટીને 5.79% થયો છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003HVZB.jpg

 

 

 

 

15 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પોઝિટીવિટી દર રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછો છે. બિહારમાં સૌથી ઓછો 1.44% પોઝિટીવિટી દર છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004D7F3.jpg

 

 

ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીઓ પરીક્ષણ (TPM)ની સંખ્યા આજે 130618.3 નોંધાઇ છે. પરીક્ષણના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થઇ રહેલી વૃદ્ધિના પરિણામે TPMમાં પણ પ્રચંડ વધારો નોંધાયો છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00524U5.jpg

 

 

22 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછી છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00633S2.jpg

 

 

13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણોની સંખ્યા રાષ્ટ્રીય આંકડાની તુલનાએ ઓછી છે જે પ્રદેશોમાં વધુ પરીક્ષણની જરૂર હોવાનું સૂચિત કરે છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007H308.jpg

 

 

 

ભારતમાં નવા 19,253 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે જેના કારણે સક્રિય કેસોના ભારણમાં વધુ ઘટાડો થયો છે. ભારતમાં હાલમાં સક્રિય કેસોનું ભારણ 2,24,190 છે જે ભારતમાં આજદિન સુધીમાં નોંધાયેલા કુલ કેસોમાંથી માત્ર 2.15% છે.

કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે વધીને 10,056,651 થઇ ગઇ છે. સાજા થવાનો દર પણ વધીને 96.41% થઇ ગયો છે. સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસો વચ્ચેનો તફાવત એકધારો વધી રહ્યો છે જે આજે 9,832,461 નોંધાયો છે.

નવા સાજા થયેલા દર્દીઓમાંથી 78.89% દર્દીઓ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

કેરળમાં એક દિવસમાં સૌથી વધુ 5,324 દર્દીઓ કોવિડમાંથી સાજા થયા છે. મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં અનુક્રમે 2,890 અને 1,136 નવા દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0084JQ7.jpg

 

 

છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 18,222 દર્દીઓ પોઝિટીવ નોંધાયા છે.

નવા સંક્રમિતોમાંથી 79.83% દર્દીઓ દસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

કેરળમાં છેલ્લા 24 કલાકમાં નવા 5,142 કેસ પોઝિટીવ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ગઇકાલે નવા 3,693 કેસ જ્યારે કર્ણાટકમાં નવા 970 કેસ નોંધાયા હતા.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image009FF24.jpg

 

 

છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયેલા નવા 228 મૃત્યુમાંથી 76.32% દર્દીઓ સાત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી હતા.

મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ 73 મૃત્યુ નોંધાયા છે. કેરળમાં નવા મૃત્યુનો આંકડો 23 જ્યારે પશ્ચિમ બંગાળમાં 21 છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image010Y7KE.jpg

વિનામૂલ્યે રસીકરણની તમામ પૂર્વતૈયારીઓ ચકાસવા માટે અને કોઇપણ વિના અવરોધો કોઇપણ ભૂલ વગર કામગીરી થાય તે સાદૃશ્ય કરવા માટે ગઇકાલે દેશવ્યાપી ત્રીજી મોક ડ્રીલ યોજવામાં આવી હતી. કવાયતમાં 33 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 615 જિલ્લાના 4895 સ્ટેશનોને આવરી લેવામાં આવ્યા હતા.

 

****



(Release ID: 1687302) Visitor Counter : 234