સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
સીમાચિહ્નરૂપ પ્રગતિમાં ભારતમાં સરેરાશ રિકવરી દર 96% કરતાં વધુ નોંધાયો, દુનિયામાં સર્વાધિક દરમાં ભારતનું સ્થાન
સક્રિય કેસોની સંખ્યા વધુ ઘટીને 2.57 લાખ થઇ
સક્રિય કેસોની સરખામણીએ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 96 લાખ કરતાં વધારે
UKના મ્યૂટન્ટ વાયરસ શ્રૃંખલાના કુલ 25 કેસ નોંધાયા
Posted On:
31 DEC 2020 10:54AM by PIB Ahmedabad
ભારતે કોવિડ સામેની જંગમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નને પાર કર્યું છે.
રાષ્ટ્રીય સરેરાશ સાજા થવાનો દર આજે વધીને 96%થી વધારે (96.04%) થયો છે જે દુનિયામાં સૌથી વધુ રિકવરી દર પૈકી એક છે. સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પ્રચંડ વૃદ્ધિના કારણે રાષ્ટ્રીય સરેરાશ સાજા થવાનો દર વધ્યો છે.

કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 98.6 લાખથી વધારે (98,60,280) થઇ છે જે દુનિયામાં સૌથી મોટો આંકડો છે. સક્રિય કેસો અને સાજા થયેલા દર્દીઓ વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે અને હાલમાં આ આંકડો 96,02,624 થઇ ગયો છે.

અન્ય એક સિદ્ધિરૂપે, ભારતમાં સક્રિય કેસોની સંખ્યામાં ધરખમ ઘટાડો થઇ રહ્યો હોવાથી હાલમાં સક્રિય કેસ 2.57 લાખ રહ્યાં છે. દેશમાં હાલમાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા 2,57,656 રહી છે જે કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી માત્ર 2.51% છે.
દૈનિક ધોરણે ખૂબ મોટી સંખ્યામાં કોવિડમાંથી દર્દીઓ સાજા થઇ રહ્યાં છે અને મૃત્યુદર સતત ઘટી રહ્યો છે જેથી ભારતમાં સક્રિય કેસોની સંખ્યામાં એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા પોઝિટીવ કેસની સંખ્યા 21,822 નોંધાઇ છે જ્યારે આટલા જ સમયમાં નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 26,139 નોંધાઇ છે. આથી સક્રિય કેસોના ભારણમાં ચોખ્ખો 4,616 કેસનો ઘટાડો નોંધાયો છે.

નવા સાજા થયેલા દર્દીઓમાંથી 77.99% દર્દીઓ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
એક દિવસમાં સૌથી વધુ સાજા થનારા દર્દીઓની સંખ્યા કેરળમાં નોંધાઇ છે જ્યાં વધુ 5,707 દર્દી સાજા થયા છે. ત્યારબાદ સર્વાધિક રિકવરી મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં નોંધાઇ છે જ્યાં એક દિવસમાં અનુક્રમે 4,913 અને 1,588 નવા દર્દી સાજા થયા છે.

નવા નોંધાયેલા કેસમાંથી 79.87% દર્દી 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી છે.
કેરળમાં એક દિવસમાં સૌથી વધુ 6,268 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં વધુ 3,537 કેસ પોઝિટીવ નોંધાયા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં વધુ 299 દર્દીના મૃત્યુ થયા હોવાનું નોંધાયું છે.
નવા નોંધાયેલા મૃત્યુમાંથી 80.60% દર્દીઓ દસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશમાંથી છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ 90 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે. ત્યારબાદ, કેરળમાં 28 અને પશ્ચિમ બંગાળમાં 28 દર્દી એક દિવસમાં મૃત્યુ પામ્યા છે.

10 સરકારી લેબોરેટરીની કન્સોર્ટિયમ એટલે કે INSACOGને જીનોમ શ્રૃંખલા તૈયાર કર્યા બાદ અત્યાર સુધીમાં UK મ્યૂટન્ટ વાયરસના કુલ 25 કેસ મળી આવ્યા છે. ચાર નવા કેસ પૂણે સ્થિત NIV ખાતે અને એક નવો કેસ દિલ્હી સ્થિતિ IGIB ખાતે શ્રૃંખલા તૈયાર કર્યા બાદ નોંધાયો છે. આ તમામ 25 દર્દીઓને આરોગ્ય સુવિધાઓ ખાતે અલગ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
(Release ID: 1685030)
Visitor Counter : 228
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam