માહિતી અને પ્રસારણ મંત્રાલય
51મા આઇએફએફઆઇ માટે નોંધણીની પ્રક્રિયા શરૂ
સહભાગીદારીનાં ઓનલાઇન માધ્યમોને પ્રોત્સાહન મળ્યું
Posted On:
30 DEC 2020 11:13AM by PIB Ahmedabad
પણજી-મુંબઈ-નવી દિલ્હી, 30-12-2020
ગોવામાં 16 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી, 2021 વચ્ચે યોજાનાર 51મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (આઇએફએફઆઇ)માં સહભાગી થવાની ઇચ્છા ધરાવતા મીડિયાના પ્રતિનિધિઓ માટે નોંધણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
કોવિડ-19 રોગચાળાના હાલના સ્થિતિ સંજોગોને કારણે 51મા આઇએફએફઆઇ હાઇબ્રિડ માધ્યમમાં યોજાશે.
કોવિડ-19 સાથે સંબંધિત આચારસંહિતા જાળવવા માટે ગોવામાં ફિઝિકલ કવર માટે ઉપસ્થિત રહેનાર મીડિયા પ્રતિનિધિઓની હાજરી સામાન્ય કરતાં ઓછી રહેશે.
વ્યક્તિગત રીતે ઉપસ્થિત રહેવાની જરૂરિયાત ધરાવતા અને આ માટે રસ ધરાવતા મીડિયાના પ્રતિનિધિઓ આ લિન્ક https://my.iffigoa.org/extranet/media/ પરથી નોંધણી કરાવી શકે છે.
આ માટે અરજદારોની વય 1 જાન્યુઆરી, 2020ના રોજ 21 વર્ષથી વધારે હોવી જોઈએ અને આઇએફએફઆઇ જેવા મોટા ફિલ્મ મહોત્સવનું કવરેજ કરવાનો ઓછામાં ઓછા ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. પીઆઇબીના પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ દ્વારા મંજૂર માર્ગદર્શિકા મુજબ મીડિયાના પ્રતિનિધિઓને મંજૂરી આપવામાં આવશે.
નોંધણી માટેની પ્રક્રિયા 10 જાન્યુઆરી, 2021ના મધરાતથી બંધ થઈ જશે.
<><><>
ઓનલાઇન ભાગીદારી માટેની તક
ફિલ્મ મહોત્સવ સાથે સંબંધિત પ્રવૃત્તિઓમાં વર્ચ્યુઅલ હાજરીની તકો મળશે. ઘણી ફિલ્મોનું સ્ક્રીનિંગ ઓનલાઇન થશે.
પીઆઇબી દ્વારા આઇએફએફઆઇની તમામ પરિષદોનું જીવંત પ્રસારણ પીઆઇબીની યુટ્યુબ ચેનલ youtube.com/pibindia પર થશે અને પત્રકારો ઓનલાઇન પ્રશ્રો પૂછી શકશે.
હવે પછી ઓનલાઇન ભાગીદારી માટેની સંપૂર્ણ વિગતની જાહેરાત થશે.
SD/GP
(Release ID: 1684581)
Read this release in:
Marathi
,
Hindi
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Bengali
,
Manipuri
,
English
,
Urdu
,
Malayalam