પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પ્રણાલીઓ અને પ્રક્રિયાઓના દૃઢીકરણ દ્વારા 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' સાર્થક કરવા અંગે સમજાવ્યું
દેશવ્યાપી એકીકૃત સેવાઓમાં 'લઘુતમ શાસન - મહત્તમ સુશાસન' આકાર લઇ રહ્યું છે
Posted On:
28 DEC 2020 1:25PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દેશની પ્રથમ ડ્રાઇવરરહિત મેટ્રોના પરિચાલનનું ઉદ્ઘાટન કર્યું હતું અને સાથે સાથે દિલ્હી મેટ્રોની એરપોર્ટ એક્સપ્રેસ લાઇન માટે રાષ્ટ્રીય સામાન્ય પરિવહન કાર્ડના વિસ્તરણનો પણ પ્રારંભ કર્યો હતો. આ કાર્ડની શરૂઆત ગત વર્ષે અમદાવાદથી કરવામાં આવી હતી. આ પ્રારંભ વખતે શ્રી મોદીએ 'લઘુતમ શાસન અને મહત્તમ સુશાસન'ના મંત્ર એટલે કે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની દૂરંદેશીને વધુ મજબૂત બનાવવા માટે પ્રણાલી અને પ્રક્રિયાઓના એકીકરણના મહત્વપૂર્ણ પરિબળ પર વિશેષ ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આધુનિકીકરણ માટે સમાન ધોરણો અને સુવિધાઓ પૂરાં પાડવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાષ્ટ્રીય સ્તરે સામાન્ય પરિવહન કાર્ડનો પ્રારંભ એ આ દિશામાં એક મોટું પગલું છે. આ એક કાર્ડ મુસાફરોને તેઓ કોઇપણ જગ્યાએ કોઇપણ જાહેર પરિવહનમાં મુસાફરી કરવા માંગતા હોય તેના માટે એકીકૃત ઍક્સેસ પૂરો પાડશે.
आज तमाम व्यवस्थाओं को एकीकृत करके देश की ताकत को बढ़ाया जा रहा है, एक भारत-श्रेष्ठ भारत को मजबूत किया जा रहा है।
वन नेशन, वन मोबिलिटी कार्ड की तरह ही बीते वर्षों में हमारी सरकार ने देश की व्यवस्थाओं का एकीकरण करने के लिए अनेक काम किए हैं: PM
— PMO India (@PMOIndia) December 28, 2020
સામાન્ય પરિવહન કાર્ડના ઉદાહરણને આગળ લઇ જતા પ્રધાનમંત્રીએ 'ઇઝ ઓફ લિવિંગ'માં સુધારો લાવવા માટે તમામ પ્રણાલીઓ અને પ્રક્રિયાના દૃઢીકરણની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો. પ્રણાલીઓના આવા દૃઢીકરણથી દેશ વધુ સંકલિત અને કાર્યદક્ષ રીતે વધુ શક્તિશાળી બનશે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “એક રાષ્ટ્ર, એક પરિવહન કાર્ડની જેમ અમારી સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં પ્રણાલીઓમાં સંખ્યાબંધ બાબતોનું એકીકરણ કર્યું છે.”
आधुनिकीकरण के लिए एक ही तरह के मानक और सुविधाएं उपलब्ध कराना बहुत जरूरी है।
राष्ट्रीय स्तर पर कॉमन मोबिलिटी कार्ड इसी दिशा में एक बड़ा कदम है।
आप जहां कहीं से भी यात्रा करें, आप जिस भी public transport से यात्रा करें, ये एक कार्ड आपको integrated access देगा: PM
— PMO India (@PMOIndia) December 28, 2020
એક રાષ્ટ્ર, એક ફાસ્ટેગથી દેશમાં તમામ ધોરીમાર્ગો પર વિનાઅવરોધે મુસાફરીનો માર્ગ મોકળો થઇ શક્યો છે. આનાથી મુસાફરો ટ્રાફિકજામ અને મોડુ થવાની સમસ્યાઓથી બચી શકે છે. એક રાષ્ટ્ર, એક કર એટલે કે GSTના કારણે કરવેરા પ્રણાલીઓમાં અગાઉ આવતી તમામ જટીલતાઓ દૂર થઇ છે અને તેના કારણે હવે એકસમાન પરોક્ષ કરવેરા પ્રણાલીનો અમલ થયો છે. એક રાષ્ટ્ર, એક પાવરગ્રીડથી દેશના દરેક ભાગોમાં વીજળીની પૂરતી અને અવિરત ઉપલબ્ધતા સુનિશ્ચિત થઇ શકી છે. તેનાથી વીજળીના નુકસાનમાં પણ ઘટાડો થઇ શક્યો છે.
वन नेशन, वन Fastag से देशभर के हाइवे पर ट्रैवल सीमलेस हुआ है।
वन नेशन, वन टैक्स यानि GST से देशभर में टैक्स का जाल समाप्त हुआ है ।
वन नेशन, वन पावर ग्रिड, से देश के हर हिस्से में पर्याप्त और निरंतर बिजली की उपलब्धता सुनिश्चित हो रही है। बिजली का नुकसान कम हुआ है: PM
— PMO India (@PMOIndia) December 28, 2020
એક રાષ્ટ્ર, એક ગેસ ગ્રીડની મદદથી વિનાઅવરોધે એવા હિસ્સાઓમાં ગેસ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે જ્યાં ગેસ આધારિત જીવન અને અર્થતંત્રને અગાઉ એક સપનાં સમાન માનવામાં આવતા હતા. એક રાષ્ટ્ર, એક આરોગ્ય વીમો યોજના એટલે કે આયુષમાન ભારત દ્વારા ભારતમાં લાખો લોકો દેશમાં કોઇપણ જગ્યાએ રહીને આરોગ્ય સેવાઓનો લાભ લઇ રહ્યાં છે. એક જગ્યાએથી બીજા જગ્યાએ સ્થળાંતરિત થતા લોકોને એક રાષ્ટ્ર, એક રેશન કાર્ડ યોજનાના કારણે નવું રેશનકાર્ડ બનાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળી ગઇ છે. તેવી જ રીતે દેશ, તાજેતરમાં લાવવામાં આવેલા કૃષિ સુધારા અને e-NAM જેવી વ્યવસ્થાઓના કારણે એક રાષ્ટ્ર, એક કૃષિ બજારની દિશામાં આગળ વધી રહ્યો છે.
वन नेशन, वन गैस ग्रिड से, उन हिस्सों की Seamless Gas Connectivity सुनिश्चित हो रही है, जहां गैस आधारित जीवन और अर्थव्यवस्था पहले सपना हुआ करता था।
वन नेशन, वन हेल्थ एश्योरेंस स्कीम यानि आयुष्मान भारत से देश के करोड़ों लोग पूरे देश में कहीं भी इसका लाभ ले रहे हैं: PM
— PMO India (@PMOIndia) December 28, 2020
वन नेशन, वन राशनकार्ड, से एक स्थान से दूसरे स्थान जाने वाले नागरिकों को नया राशनकार्ड बनाने के चक्करों से मुक्ति मिली है।
इसी तरह नए कृषि सुधारों और e-NAM जैसी व्यवस्थाओं से वन नेशन, वन एग्रीकल्चर मार्केट की दिशा में देश आगे बढ़ रहा है: PM
— PMO India (@PMOIndia) December 28, 2020
SD/GP/BT
(Release ID: 1684123)
Visitor Counter : 198
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam